Sports

સચિનના 50માં જન્મદિને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં તેંદુલકર ગેટનું અનાવરણ કરાયું

સિડની : દિગ્ગજ ભારતીય બેટ્સમેન (Indian Batsman) સચિન તેંદુલકરના (Sachin Tendulkar) 50માં જન્મદિન (Birthday) નિમિત્તે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસીસીજી)માં સોમવારે તેના નામે એક ગેટનું (Gate) અનાવરણ કરાયું હતું. તેંદુલકરે સોમવારે પોતાના જીવનના 50 વર્ષ પુરા કર્યા છે. તેણે એસસીજી પર પાંચ ટેસ્ટમાં 157ની એવરેજથી 785 રન બનાવ્યા છે, જેમાં તેનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર નોટઆઉટ 241 રનનો રહ્યો છે. તેંદુલકરે ભારત બહાર એસસીજીને પોતાનું મનગમતુ ક્રિકેટ ગ્રાઉન્ડ ગણાવ્યું છે.

  • એમસીજી પર બ્રાયન લારાની 277 રનની ઇનિંગના 30 વર્ષ પુરા થવા નિમિત્તે એક ગેટનું નામકરણ તેના નામે કરાયું
  • સચિન અને લારા બંનેએ એસસીજીના ગેટને તેમનું નામ આપવાથી પોતે સન્માનિત થયેલા અનુભવતા હોવાનું કહ્યું

સચિને એસસીજી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત બહાર સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ મારું મનગમતુ ગ્રાઉન્ડ છે. ઓસ્ટ્રેલિયાના 1991-92ના મારા પહેલા પ્રવાસથી જ એસસીજી પર મારી કેટલીક ખાસ યાદો જોડાયેલી રહી છે. એસસીજીમાં બ્રાયન લારાની 277 રનની ઇનિંગના 30 વર્ષ પુરા થવા નિમિત્તે વેસ્ટઇન્ડિઝના આ દિગ્ગજ બેટ્સમેનના નામે પણ એક ગેટનું અનાવરણ કરાયું હતું. આ બંને ગેટનું અનાવરણ એસસીજીના અધ્યક્ષ રોડ મેકગિયોચ અને સીઇઓ કેરી માથેર તેમજ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઇઓ નિક હોકલે દ્વારા કરાયું હતું.

આ બંને ગેટ પર એક તકતી લગાવાઇ છે, જેમાં બંને ખેલાડીઓની સિદ્ધિઓ અને એસસીજીમાં તેમના રેકોર્ડને વર્ણવાયો છે. તેંદુલકરે કહ્યું હતું કે એ ઘણાં સન્માનની વાત છે કે એસસીજી પર પ્રવેશ કરવા માટે ખેલાડીઓ એ ગેટનો ઉપયોગ કરશે જેનું નામ મારા અને મારા ખાસ મિત્ર બ્રાયનના નામે રખાયું છે. હું તેના માટે એસસીજી અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો આભાર માનું છું અને હું ટૂંકમાં જ એસસીજીની મુલાકાત લઇશ. લારાએ કહ્યું હતું કે હું સિડની ક્રિકેટ ગ્રાઇન્ડ દ્વારા મળેલી આ માન્યતાથી ખુબ જ સન્માનિત અનુભવી રહ્યો છું અને મને એવો વિશ્વાસ છે કે સચિન પણ એવું જ અનુભવતો હશે.

Most Popular

To Top