SURAT

VIDEO: સુરતના ઉમરા સ્મશાનભૂમિ નજીક શબવાહિનીના પૈંડા રાષ્ટ્રીય પક્ષી પર ફરી વળ્યા

સુરત : સુરત (Surat) શહેર હવે કોંક્રિટનું જંગલ બની ગયું હોવાથી મોરની (peacock) હાજરી કેટલાંક વિસ્તાર પૂરતી જ રહી ગઇ છે. તેવા સંજોગોમાં શહેરમાંથી કોઇ એકપણ મોર ઓછો થાય તો તે દુ:ખદાયક બાબત છે. આજે આવી જ એક ઘટના સુરતના ઉમરા (Umar) વિસ્તારમાં બની હતી. જેમાં મોરનું એક શબવાહિનીની અડફેટે મોત (Death) થઇ ગયું હતું.

  • ઉમરા સ્મશાનભૂમિ પાસે બપોરે બનેલી ઘટના

આ ઘટનાની મળતી માહિતી અનુસાર આજે બપોરે ઉમરા સ્મશાન ભૂમિ પાસે એક મોર ફરી રહ્યો હતો. તે દરમિયાન એક શબવાહિની આવતા તેણે ઉડીને દિવાલ ઉપર પહોંચવાની કોશિશ કરી હતી. પરંતુ તે દિવાલ સુધી પહોંચવાને બદલે નીચે પટકાઇ ગયો હતો અને શબવાહિનીનો ચાલક કંઇ વિચારે તે પહેલાં તેના ઉપર તેના પૈંડા ફરી વળ્યા હતાં. આ મોરનું ત્યાં જ મોત થઇ ગયું હતું. આ મોરના મૃતદેહનો કબજો જંગલખાતા દ્વારા લેવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ડો. તેજાણીએ તેનું પોસ્ટમોર્ટમ કર્યું હતું.

કલવાચમાં અજગરના 32 બચ્ચાનો જન્મ, હજુ 10 બચ્ચા 4 દિવસમાં જનમશે
બીલીમોરા : ગણદેવીના કલવાચ ગામે નવી નગરી ફળિયા, નહેર પાસે આંબાવાડીના મકાનમાં બે મહિના અગાઉ ઈંડા સેવતી માદા અજગર મળી આવી હતી. ગણદેવી વનવિભાગે વાઇલ્ડ લાઈફ વેલફેર ફાઉન્ડેશનના સથવારે મોનિટરિંગ શરૂ કર્યું હતું. દરમિયાન શનિવાર સવારે 42 ઈંડા પૈકી 32 ઈંડામાંથી બચ્ચાનો જન્મ થયો હતો. હજુ 10 ઈંડામાંથી બચ્ચા જનમવાના બાકી છે.

કલવાચ ગામે જયંતિભાઈ પટેલની આંબાવાડીના મકાનમાં ગત મે મહિનામાં માદા અજગર ઈંડા ઉપર બેઠેલી જોવા મળી હતી. જેની જાણ થતા વન વિભાગ અને નવસારી વાઈલ્ડ લાઈફ વેલફેર ફાઉન્ડેશનના હિમલ મહેતાની ટીમ ઘટનાસ્થળે ધસી ગઇ હતી. તેમણે અજગર અને ઈંડાને બચાવવા ખેડૂત તેમજ સ્થાનિકો સાથે બેઠક યોજી, સીસીટીવી કેમેરા લગાવી સતત મોનિટરિંગ હાથ ધર્યું હતું. ઈંડાનું સંવનન અને જતન માટે રાઉન્ડ ધ ક્લોક નજર રાખવામાં આવી હતી. દરમિયાન વરસાદી પુર ઓસરતા શનિવારે નિરીક્ષણ માટે જતાં માદા અજગર સ્થળ ઉપરથી જતી રહી હતી. દરમિયાન ઈંડામાં સળવળાટ જોવાયો હતો અને એક બાદ એક 32 ઈંડામાંથી બે ફૂટ લંબાઈ ધરાવતા બચ્ચા બહાર આવ્યા હતા. જેનો વનવિભાગે કબ્જો લીધો હતો. 10 ઈંડામાંથી ચારેક દિવસમાં બીજા બચ્ચા બહાર આવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ગણદેવી વન વિભાગના છાયાબેન પટેલ, નરેશ પટેલ, નિકુંજ પટેલ અને વાઈલ્ડલાઈફ વેલફેર ફાઉન્ડેશન નવસારીના હિમલ મહેતાની ટીમે સતત મહેનત કરી હતી.

Most Popular

To Top