Madhya Gujarat

ફતેપુરાના પાટી ગામે તળાવમાંથી ફેંકી દીધેલ દૂધ મળતા ચકચાર

દાહોદ, ફતેપુરા : આદિવાસી બાળકોને કુપોષિત દૂર કરવા માટે સરકાર દ્વારા દૂધ સંજીવની અંતર્ગત બાળકોને પોસ્ટિક અને ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે પરંતુ ફતેપુરા તાલુકાના મોટા ભાગના ગામોમાં આંગણવાડી ના બાળકો સુધી આ દૂધ પહોચતું નથી અને અને બાળકો ને દૂધ પહોચાડવાના બદલે દૂધ ને તળાવ કે નદી માં ફેંકી દેવાના કિસ્સા ઓ સામે અવારનવાર આવતા હોય છે. આંગણવાડી કેન્દ્ર માં ભણતા બાળકો શારીરિક સ્વાસ્થ્ય નિરોગી અને કુપોષિતતા દૂર થાય તે માટે સંજીવની યોજના યોજના શરૂ કરવામાં આવી હતી અને આ યોજના આદિવાસી જિલ્લામાં અમલ માં મુકવા માં આવી હતી. ફતેપુરા તાલુકામાં અંતરિયાળ ગામ પાટી તળાવ ફળિયાના રહીશોમાં  કોઈ કહેનાર ના હોય તેમ કુપોષણને દૂર કરવા અને કુપોષણ અટકાવવા દૂધ સંજીવની યોજના અંતર્ગત પૂરા પાડવામાં આવતા દૂધના પાઉચ પાટી ગામના તળાવ માં ફેંકી દેવા મા આવેલ નજરે પડી રહ્યા છે. દૂધ સંજીવનીમાં દૂધ પૂરું પાડનાર ખાનગી કોન્ટ્રાકટર અને કંપની જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓના છૂપા આશીર્વાદથી કેટલીક આંગણવાડીમાં તો દૂધ પહોચાડવામાં આવતું જ ન હોવાનું ગ્રામજનો દ્વારા જાણવા મળી રહ્યું છે.

Most Popular

To Top