Madhya Gujarat

દેવગઢ બારીઆમાં પેટ્રોલ પંપ પર લૂંટનો ભેદ ઉકેલાયો

દાહોદ: દે. બારીયા ખાતે ધોળે દિવસે બનેલ લૂંટના બનાવમાં ચોકાવનારી વિગતો બહાર આવી છે. પેટ્રોલ પંપના મેનેજરે પંપની સિલ્લકમાંથી અંગત કામે વાપરી નાખેલા નાણાં ભરપાઈ ન કરી શકતા પેટ્રોલ પમ્પના કર્મચારીના નામે અન્ય વૈપારી પાસેથી ઉછીના લીધેલા રૂપિયા ચૂકવવાની તારીખ નજીક આવી જતા કેટલાક મિત્રોની મદદથી ફિલ્મી ઢબે લૂંટનો કાવતરું ઘડી જાતે જ સમગ્ર બનાવનો ડોળ ઉભો કરી સોંને ગેરમાર્ગે દોરી તરકટ રચ્યું હતું. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં આ સમગ્ર બનાવ અંગે તપાસનો ધમધમાટ કરી વર્ણવાયેલ લૂંટના બનાવ બન્યો જ ન હોવાનું શોધી કાઢ્યું હતું. બનાવના મૂળમાં ઉતરતા આ તરકટમાં મેનેજર સહીત અન્ય 5 ઈસમો મળી કુલ 6 ઈસમો સંડોવાયેલ હોવાનું ઘસ્ફોટક થતાં પોલીસે બનાવમાં સંડોવાયેલ તમામ આરોપીઓને ઝડપી લઇ હજી વધુ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. લૂંટમાં સંડોવાયેલ અને ઝડપાયેલ આરોપીઓ પાસેથી પોલીસે 11 લાખ ઉપરાંતની રોકડ રકમ રિકવર કરી છે.

દેવગઢબારિયા નગરના એસ આર પેટ્રોલ પંપ ઉપર ગત તારીખ ૧૬ ના રોજ સવારના અગિયાર વાગ્યાના અરસામાં કેસ કાઉન્ટરમાં અજાણ્યા બે થી ત્રણ ઈસમો ઘુસી જઇ મેનેજરની આંખમાં મરચાની ભૂકી નાખી કાઉન્ટર ઉપર રહેલ રોકડા રૂપિયા ૧૧.૮૪.૦૦૦ તેમજ સીસીટીવી નું ડીવીઆર ઉપાડી ગયા હોવાની ફરિયાદ દેવગઢ બારીયા પોલીસ મથકે પેટ્રોલ પંપના માલિક અબ્દુલ મજીદ હાજી સિકંદર ખાન પઠાણ છે તેઓ રહે.છોટાઉદેપુરના લૂંટને લઇ ફરિયાદ નોંધાતા સ્ટાફની તરફ શંકાની સોઇ જતા પોલીસે દેવગઢ બારીયાના એસ.આર પેટ્રોલ પંપ તેમજ ભડભા ગામના પવનપુત્ર પેટ્રોલ પંપના સ્ટાફની પૂછપરછ હાથ ધરતા તેમાં દેવગઢ બારીયાના પેટ્રોલ પંપના મેનેજર આબિદ અસદબિન ભાઈ અરબ રહે.કસ્બા વિસ્તાર દેવગઢબારીયા,તેમજ આકાશ મુકેશભાઈ સંગાડા રહે.

પી.ટી.સી.કોલેજ ડાંગરિયા દેવગઢ બારીયાના એમ બંને ને  અલગ અલગ રાખી તપાસ હાથ ધરતા આ બંનેને અલગ અલગ રાખી સધન પુછપરછ હાથ ધરતા આખરે બંને પડી ભાગેલ અને ગુનાની કબૂલાત કરતા બન્ને આરોપીઓએ તેઓના પેટ્રોલ પંપ ઉપર બળવંતભાઈ સંગાડા રહે. પીટીસી કોલેજ આગળ જેઓ આ પેટ્રોલ પંપ ઉપર કલેક્શનનું કામ કરતા હોય અને તેઓએ આ કલેક્શનના પૈસામાંથી ઓછા પૈસા આપી તેમાંથી કેટલાક પૈસા તેને વાપરી નાખેલ અને તેને લોકો પાસેથી ઉછીના લીધેલા પૈસા પેટ્રોલ પંપની સિલકમાં થી આપી દીધેલ અને બીજા પૈસા વાપરી નાખેલ જેથી આ પેટ્રોલ પંપની સિલક ના પૈસા આ બળવંત સંગાડા એ વાપરી નાંખતાં પૈસા પરત મુકવા માટે મેનેજર આબિદ પઠાણ ને વચ્ચે રાખી નગરના રોમી અગ્રવાલ પાસેથી રૂપિયા નવ લાખ ઉછીના લીધેલ અને તે પછી આ ઉછીના નાણા ના પૈસા પોતાનું ખેતર વેચી આપી દેશે તેમ જણાવેલ તે પછી આ પૈસાની ઉઘરાણી રોમી અગ્રવાલ  આ મેનેજર આબીદ પાસે કરતા અને બળવંત સંગાડા એ નોકરી ઉપર આવવાનું બંધ કરી દેતાં આ મેનેજર મૂંઝવણમાં આવતા આખરે તેણે આ પૈસા ક્યાંથી લાવી આપવા તેમ વિચારી આખરે શુક્રવાર અને શનિવારનો કલેક્શનમાંથી નવ લાખ રૂપિયા રોમી અગ્રવાલ ને  આપી દીધેલ અને તે પછી રવિવારના રોજ આ મેનેજર આબિદ પઠાણ અને આકાશ સંગાડા તેમજ સલમાન આરબે લૂંટ નું કાવતરું રચી સ્ટોરી બનાવી સ્ટોરી મુજબ સોમવારના દિવસે લૂંટનો બનાવ બનાવી આકાશ સંગાડા એ રવિવાર ની સિલક  ૨.૦૮.૦૦૦ ધર્મશાળામાં રહેતા સલમાન સાકીર અરબ ને ત્યાં મૂકી હોવાની કબૂલાત કરતાં પોલીસે પેટ્રોલ પંપના મેનેજર ૧. આબિદ અસદબિન અબ્બાસ ભાઈ પઠાણ ૨. આકાશ મુકેશ સંગાડા રહે. ડાંગરિયા

૩. સલમાન સાકીર અરબ રહે .દેવગઢ બારીયા ૪મોહમ્મદ ફેજાન ઉર્ફે અરબાઝ ઈકબાલ હુસેન શેખ રહે.ભે દરવાજા 5 અસ્પાકઅલી મકરાણી તેમજ તૌફીક સહીત 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડી રોકડ રૂપિયા ૧૧.૮૪.૦૦૦ તેમજ સીસીટીવી નું ડીવીઆર કબજે લઇ તમામ લૂંટનું તરકટ રચનારા લૂંટારૂઓને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરેલ છે. આ લૂંટના પ્રકરણ ને પોલીસે જ ઉકેલી લૂંટારૂઓ ને ઝડપી પાડતા પેટ્રોલ પંપ ના માલિકે પણ  જાણે હાશકારો અનુભવ્યો હોઈ તેમ જોવાઈ રહ્યું હતું.

Most Popular

To Top