Vadodara

મેયરની ચેતવણી બાદ પણ ઢોર પાર્ટી પર પશુપાલકોનો હુમલો યથાવત

વડોદરા: ગુજરાત હાઇકોર્ટ દ્વારા રખડતા ઢોર મુદ્દે કડક વલણ દાખવ્યું હતું જેથી વડોદરા મહાનગર પાલિકા દ્વારા રસ્તે રખડતા ઢોરો તેમજ ગેરકાયદેસર રીતે ઉભા કરેલા ઢોરવાડા દુર કરવા માટે વડોદરાના પ્રથમ નાગરિક મેયર કેયુર રોકડીયા દ્વારા પાલિકાની ઢોર પાર્ટીને આદેશ કર્યા છે. જેથી પાલિકાની ઢોર પાર્ટી દ્વારા શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર રીતે ઉભા કરેલા ઢોરવાડા અને રસ્તે રખડતા ઢોર પકડીને પાંજરે પુરવામાં આવે છે. જયારે ઢોર પાર્ટી દ્વારા શહેરમાં જે ગેરકાયદેસર રીતે ઉભા કરેલા ઢોરવાડા અને રખડતા ઢોરો પકડવા જાય છે ત્યારે પશુપાલકો જોડે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાય છે. જેમાં પોલીસ પણ ઘટના સ્થળે હાજર હોવા છતાં પણ ઢોર પાર્ટીને માર ખાવાનો વારો આવે છે અને ઢોર પાર્ટી પાસેથી પશુપાલકો પાસેથી ઢોર છોડાવીને જતા હોય છે બીજી બાજુ ઢોર પાર્ટી દ્વારા પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવે છે પરંતુ પોલીસ ફક્ત મુખ પ્રેક્ષકની જેમ તમાસો જોતી હોય તેવું લાગે છે તેમ શહેરમાં લોક મુખે ચર્ચાય રહ્યું છે.

આજ સવારે જયારે પાલિકાની ઢોર પાર્ટી દ્વારા રખડતા પશુઓને પકડવાના હોય તે સંદર્ભે ઢોર પાર્ટી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શહેરના અકોટા વિસ્તારમાં આવેલ આર.સી.દત્ત એસ્ટેટ રોડ પર રખડતા ઢોર પકડવા માટે પહોચ્યા હતા ત્યારે ત્યાં પશુપાલકોનું ટોળું ભેગું થઇ ગયું હતું. ઢોર પાર્ટી દ્વારા જયારે રખડતા ઢોર ડબ્બામાં પૂરતા હતા તે દરમ્યાન પશુપાલકોએ વિરોધ કર્યો હતો પશુપાલકો દ્વારા જણાવ્યું હતું કે આ ઢોર રસ્તે રખડતા નથી આ ઢોર દ્વારા એસ્ટેટમાં ઘાસ ચરી રહ્યા હતા ને બાંધેલા પશુઓ ડબ્બામાં પૂરવમાં આવ્યા છે. ત્યારે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ઢોર પાર્ટી દ્વારા અમારા ઢોર ખોટી રીતે ડબ્બામાં પુરવામાં આવ્યા છે.

અમારા જેવા પશુપાલકો દ્વારા ઢોર પાર્ટીને દર મહીને તેમને ભરણ પણ આપવામાં આવે છે તેવો આક્ષેપ પશુપાલકો દ્વારા કરવામાં આવ્યો હતો. છતાં અમારા ઢોર ઢોર પાર્ટી દ્વારા પકડવામાં આવે છે અને અમને હેરાન ગતી કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ જયારે આજે પાલિકાની ટીમ અકોટા સ્થિત આર.સી.પટેલ એસ્ટેટ પાસે રખડતા ઢોર પકડવા ગયા ત્યારે પશુપાલકો દ્વારા ઢોર પાર્ટી અને પોલીસ પર પથ્થમારો કરવામાં આવ્યો હતો.

જેમાં ઢોર પાર્ટીના સુપરવાઈઝર પી.વી.રાવ અને પોલીસ જવાનોને સમાન્ય ઈજાઓ પહોચી હતી. આમ તો જયારે પણ ઢોર પાર્ટી દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવા જાય છે ત્યારે પશુપાલકો દ્વારા ઢોર પાર્ટી જોડે ઘર્ષણ જોવા મળે છે ત્યારે પોલીસ ફક્ત મુક પ્રેક્ષક તરીકે તમાશો જ જોતા હોય છે. શહેરમાં પાલિકાની ઢોર પાર્ટી દ્વારા સ્થળ પરથી પકડેલા ઢોર પશુપાલકો દ્વારા અવારનવાર છોડાઈ ને જતા જ હોય છે. આજે તો જાણે ઢોર પાર્ટીને દોડાવી દોડાવીને પથ્થર મારો કર્યો હોય તેવું વિડીયોમાં સ્પસ્ટ જોવા મળી રહ્યું છે.

Most Popular

To Top