સિંહોના રક્ષણ માટે 33 કરોડના ખર્ચે 43 હજાર કૂવાને પારાપેટ વોલ બનાવાઇ

GANDHINAGAR : વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નોનો લેખિત જવાબમાં વન મંત્રી ગણપતસિંહ વસાવા ( GANPAT VASAVA) એ જણાવ્યું હતુ કે, ગુજરાતનું અને દેશનું ગૌરવ એવા એશિયાટીક સિંહોના સંવર્ધન માટે રાજ્ય સરકારે સતત ચિંતન કરીને સિંહો ( LIONS) ના સંવર્ધન અને સંરક્ષણ માટે સમયબદ્ધ આયોજન કર્યું છે. જેના પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં ૨૯ ટકાનો વધારો થયો છે.

વર્ષ 2015 માં જ્યારે સિંહની ગણના થઇ ત્યારે 523 સિંહ હતા. જ્યારે વર્ષ 2020 માં પુનઃ અવલોકન થયું તેમાં 674 સિંહ નોંધાયા છે.

સિંહોના અકુદરતી મૃત્યુ અટકે એ માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. જેના પરિણામે આ શક્ય બન્યું છે. આ માટે ક્ષેત્રિય સ્ટાફને વાહન, હથિયાર, વોકીટોકી, ટેબલેટથી સુસજ્જ કરી સતત પેટ્રોલીંગ કરવામાં આવે છે. ઉપરાંત, પોલીસ વિભાગ, વન વિભાગ અને પી.જી.વી.સી.એલ દ્વારા સંયુક્ત પેટ્રોલીંગ કરાય છે એટલું જ નહીં, વન્ય પ્રાણીના રેસક્યુ માટે રેપીડ એકશન ટીમ તથા રેસ્ક્યુ ટીમની રચના કરાઇ છે તેમજ ચેકીંગ નાકા પર પરમીશન વગર લોકો ઘૂસી ન જાય તે માટે સી.સી. ટીવી કેમેરા ( CCTV CAMERA) તથા હાઇટેક મોનિટરીંગ યુનિટ કાર્યરત કરીને 293 વન્ય પ્રાણી મિત્રો, 160 હેકર્સ કાર્યરત કરાઇ છે.

ચાર લાયન એમ્બ્યુલન્સ કાર્યરત કરાઈ

સિંહ તથા અન્ય વન્ય પ્રાણીઓને બિમારી, અકસ્માત વખતે તાત્કાલિક સારવાર માટે વેટરનરી ઓફિસરની નિયુક્તિ કરીને દેશભરમાં પ્રથમવાર ચાર લાયન એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે, તથા વન્ય પ્રાણી સારવાર કેન્દ્રો કાર્યરત છે. સિંહોના વિચરણનું સતત મોનિટરીંગ કરવા માટે સિંહોને રેડિયો કોલસ લગાવવામાં આવ્યા છે. અભ્યારણ્ય વિસ્તારમાંથી પસાર થતા જાહેરમાર્ગો પર સ્પીડ બ્રેકરો, આઇસવોર્ડ મૂકાયા છે તથા રાજુલા-પીપાવાવ, રેલ્વે ટ્રેકની (RAILWAY TRECK) આજુબાજુ ચેઇનલીંક ફેન્સીંગ કરવામાં આવી છે.

Related Posts