Sports

પાકિસ્તાની ક્રિકેટ ટીમ ફરી વિવાદમાં! કરી એશ્વર્યા રાય વિરૂધ્ધ આવી ટીપ્પણી

નવી દિલ્હી: ODI વર્લ્ડ કપ 2023માં (ODI World Cup 2023) પાકિસ્તાન ક્રિકેટ ટીમનું (Pakistan cricket team) પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું. પાકિસ્તાની ક્રિકેટ ટીમએ 9 મેચો (Cricket Match) માંથી માત્ર 4 મેચ જીતી‌ હતી. બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ક્રિકેટ ટીમ લીગ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ છે. મેદાન ઉપર ટીમનું પ્રદર્શન સારું રહ્યું ન હતું અને ટીમ અફઘાનિસ્તાન સામે પણ હારી ગઈ હતી. સાથે જ પાકિસ્તાની પ્લેયરની એશ્વર્યા રાય વિરુદ્ધની વિવાદાસ્પદ ટિપ્પણી પણ ખૂબ ચર્ચામાં છે.

મળતી માહિતી મુજબ રઝાકે પીસીબીની ઐશ્વર્યા સાથે સરખામણી કરતા એક કાર્યક્રમમાં આવું નિવેદન આપ્યું હતું કે જેણે ક્રિકેટ જગતને શરમાવી દીધુ હતું. રઝાકે કહ્યું, ‘હું અહીં PCBના વિચારો વિશે વાત કરી રહ્યો છું. જ્યારે હું રમી રહ્યો હતો, ત્યારે મને ખબર હતી કે મારો કેપ્ટન યુનુસ ખાન હતો. જેના વિચારો ઘણા સારા હતા. હું તેમની પાસેથી આત્મવિશ્વાસ અને હિંમત રાખવાનું શીખ્યો હતો. તેમજ ભગવાનની કૃપાથી હું પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે સારું પ્રદર્શન કરી શક્યો છું. આજકાલ પીસીબીના મનસુબાઓ અને ખેલાડીઓના મનસુબાને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. પહેલી વાત તો એ છે કે પાકિસ્તાનમાં કોઈ ખેલાડીને પોલીશ કરવામાં આવતા નથી, તેમને પ્રમોટ કરવામાં આવતા નથી. ક્રિકેટ મેચમાં અમારો હેતુ કોઈ ખેલાડીને પોલીશ કરવાનો નહીં, પરંતુ ખેલાડીઓનો વિકાસ કરવાનો હોય છે. જો તમે વિચારતા હોવ કે હું ઐશ્વર્યા રાયની સાથે… તેથી, પ્રથમ તમારે તમારા મનસુબાને સીધા સેટ કરવા પડશે.’

શોએબ અખ્તરે રઝાકને કહ્યું…..
પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ઉમર ગુલ, સઈદ અજમલની સાથે રઝાક અને શાહિદ આફ્રિદીની પણ તેઓના વિવાદાસ્પદ નિવેદન માટે ટીકા કરી હતી છે. તેણે એક્સ પર પોસ્ટ કરીને પૂર્વ ઓલરાઉન્ડર પર નિશાન સાધ્યું છે. અખ્તરે કહ્યું, ‘હું રઝાક દ્વારા કરવામાં આવેલા આ અયોગ્ય મજાક અથવા તુલનાત્મક નિવેદનની સખત નિંદા કરું છું. કોઈ પણ મહિલાનું આ રીતે અપમાન કરવું જોઈએ નહીં. તેની પાસે બેઠેલા લોકોએ હસવા અને તાળી પાડવાને બદલે અવાજ ઉઠાવવાની જરૂર હતી.’

અગાવ પણ રઝાકએ હાર્દિક પંડ્યાની સરખામણી કપિલ દેવ સાથે કરી વિવાદાસપદ ટિપ્પણી આપી હતી. જેના માટે ક્રિકેટ ચાહકોએ તેનો ખૂબ મજાક ઉડાવ્યો હતો. જણાવી દઈએ કે રઝાકે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2013માં રમી હતી. આ પહેલા તેણે જસપ્રીત બુમરાહ વિશે પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું હતું કે ભારતના સિનિયર ફાસ્ટ બોલર બુમરાહ તો શાહીન આફ્રિદીની નજીક પણ આવતા નથી. જેના માટે પણ તેનો ખૂબ મજાક ઉડાવવામાં આવ્યો હતો.

Most Popular

To Top