Business

ટાટાના મોટર્સના શેર હોલ્ડર્સ માટે ખુશ ખબર! કંપની એ કરી મોટી જાહેરાત

નવી દિલ્હી: ટાટા મોટર્સએ (TATA Motors)એક મોટી જાહેરાત (Announcement) કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે તેઓ નવા IPOની શરૂઆત કરવા જઈ રહ્યા છે. લગભગ બે દાયકા બાદ ટાટા ગ્રુપની (TATA Groups) કોઈ કંપનીનો IPO ખુલવા જઈ રહ્યો છે. Tata Technologies IPO 22 નવેમ્બર 2023 થી 24 નવેમ્બર 2023 સુધી રોકાણકારો માટે ખુલ્લો રહેશે. જેનાથી ટાટા મોટર્સના શેર હોલ્ડર્સને ખૂબ જ મોટા ફાયદાઓ થશે.

મળેલી વિગતો મુજબ Tata Technologiesનો IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ પર આધારિત રહેશે. જણાવી દઈએ કે કંપનીના પ્રમોટર્સ આઈપીઓ દ્વારા તેમનો હિસ્સો ઘટાડવા જઈ રહ્યા છે. આ IPO દ્વારા ટાટા ટેક્નોલોજીના કુલ 6.08 કરોડના શેર વેચવામાં આવશે. અગાઉ ટાટા ટેક્નોલોજીએ IPO દ્વારા રૂ. 9.57 કરોડના શેરના વેચાણ કરવાનો નિર્ણય લીધો હતો. હવે આ IPOમાં ટાટા મોટર્સ 4.62 કરોડ શેર વેચશે. આલ્ફા TC 97.1 લાખ શેર અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ 48 લાખ શેર વેચશે.

આ IPOમા જેએમ ફાઇનાન્શિયલ, સિટી ગ્રુપ, ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા, બોફા સિક્યોરિટીઝ ઇન્ડિયાને IPO માટે લીડ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કંપનીએ રજિસ્ટ્રાર તરીકે લિંક ઈન્ટાઇમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની નિમણૂક કરી છે. દરમિયાન, ટાટા ટેક્નોલોજીના શેરની વાત કરીએ તો ગ્રે માર્કેટમાં તેજી છે. ટાટા ટેક્નોલોજીસના શેર ગ્રે માર્કેટમાં રૂ. 275ના પ્રીમિયમ પર છે.

ગયા અઠવાડિયે ખબરો સામે આવી હતી કે વિદેશી ફંડ હોલ્ડર્સ ટાટા ટેક્નોલોજીસમાં $2.5 બિલિયનના વેલ્યુએશનમાં રોકાણ કરી શકે છે. જે ગયા મહિના કરતાં લગભગ 25 ટકા વધુ છે. ગયા મહિને, TPG એ IPO પહેલા ફંડ એકત્ર કરવા માટે કંપનીમાં 9.9 ટકા હિસ્સો લીધો હતો. અહેવાલો મુજબ ટાટા ટેક્નોલોજીસ તેના IPOમાં રોકાણ કરવા માટે મોર્ગન સ્ટેનલી ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ, બ્લેકરોક અને કેટલાક અમેરિકન હેજ ફંડ્સ સાથે વાતચીત કરી રહી છે. એટલું જ નહીં, કહેવામાં આવી રહ્યું છે કે બ્લેકરોક અને મોર્ગન સ્ટેનલી સિવાય ટાટા ટેક તેના IPOમાં રોકાણ કરવા માટે અમેરિકન એસેટ મેનેજર્સ ઘિસલો કેપિટલ, ઓકટ્રી કેપિટલ અને કી સ્ક્વેર કેપિટલના સંપર્કમાં છે.

કંપનીનો બિઝનેસ
ટાટા ગ્રુપનો છેલ્લો IPO લગભગ 19 વર્ષ પહેલા 2004માં આવ્યો હતો. ત્યારબાદ ગ્રૂપની IT કંપની Tata Consultancy Services (TCS)એ IPO દ્વારા સ્થાનિક બજારમાં પ્રવેશ કર્યો હતો. ટાટા ટેક્નોલોજીએ ટાટા મોટર્સની પેટાકંપની છે. જે એન્જિનિયરિંગ સેવાઓ પૂરી પાડે છે. તે ઓટો, એરોસ્પેસ, ઔદ્યોગિક ભારે મશીનરી અને અન્ય ઉદ્યોગોને ઉત્પાદન, વિકાસ અને ટર્નકી સોલ્યુશન્સ સેવાઓ પ્રદાન કરે છે. ટાટા ટેક વિશ્વના ઘણા દેશોમાં કામ કરે છે. કંપનીના વિશ્વભરમાં 11000 કર્મચારીઓ છે. કંપનીનો બિઝનેસ ઉત્તર અમેરિકાથી યુરોપ સુધી ફેલાયેલો છે. Tata Technologies ઓટો અને એરોસ્પેસ ક્ષેત્રની કંપનીઓને એન્જિનિયરિંગ સેવાઓ પૂરી પાડે છે.

Most Popular

To Top