Top News

More Posts

   The Latest

Most Popular

માન્ચેસ્ટર: ઇંગ્લેન્ડના (England) ઝડપી બોલર (Bowler) જેમ્સ એન્ડરસને આજે અહીં દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની બીજી ટેસ્ટમાં (Test) મેદાન પર ઉતરતાની સાથે એક નવો ઇતિહાસ રચ્યો હતો. એન્ડરસને આ ટેસ્ટ રમવા ઉતરતાની સાથે જ ઇંગ્લેન્ડમાં 100 ટેસ્ટ રમવાની સિદ્ધિ મેળવી હતી, તેના પહેલા કોઇ ક્રિકેટર ઘરઆંગણે સર્વાધિક ટેસ્ટ રમવાની સિદ્ધિ મેળવી શક્યો નથી. ટેસ્ટ ક્રિકેટમાં સદીઓની સદી ફટકારનાર સચિન તેંદુલકર પણ ઘરઆંગણે ટેસ્ટ રમવાની સદી કરી શક્યો નથી.

  • દક્ષિણ આફ્રિકા સામે બીજી ટેસ્ટ રમવા માટે ઉતરવાની સાથે જ એન્ડરસને ઇંગ્લેન્ડમાં 100 ટેસ્ટ રમવાની સિદ્ધિ મેળવી
  • વિશ્વમાં સર્વાધિક ટેસ્ટ રમવાનો રેકોર્ડ જો કે ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરના નામે

પોતાના ઘરઆંગણે સર્વાધિક ટેસ્ટ રમવાના રેકોર્ડ પહેલા સચિનના નામે હતો જે એન્ડરસને ઘણાં સમય પહેલા જ તોડી નાંખ્યો હતો. આ યાદીમાં હવે સચિન 94 ટેસ્ટ સાથે બીજા ક્રમે છે, જ્યારે ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટીંગ 92 ટેસ્ટ સાથે ત્રીજા ક્રમે છે. એન્ડરસનની વય હાલ 40ની થઇ છે ત્યારે તે સચિનના કુલ 200 ટેસ્ટ રમવાના રેકોર્ડને તોડી શકે છે કે કેમ તે જોવાનું રહ્યું. એન્ડરસન હાલ 174 ટેસ્ટ રમી ચુક્યો છે અને આ આંકડે પહોંચવા માટે તેણે 26 ટેસ્ટ રમવી પડશે, જે તેની વયને ધ્યાને લેતા થોડું મુશ્કેલ લાગી રહ્યું છે.

સર્વાધિક 200 ટેસ્ટ રમવાનો રેકોર્ડ સચિન તેંદુલકરના નામે
વિશ્વમાં સર્વાધિક ટેસ્ટ રમવાનો રેકોર્ડ જો કે ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરના નામે છે. સચિને બે દશક કરતાં લાંબી પોતાની કેરિયરમાં 200 ટેસ્ટ રમી છે. બીજા ક્રમે 174 ટેસ્ટ સાથે ઇંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન છે. તે પછી ત્રીજા ક્રમે 168 ટેસ્ટ સાથે ઓસ્ટ્રેલિયાના માજી કેપ્ટન સ્ટીવ વો અને રિકી પોન્ટીંગનો નંબર આવે છે અને દક્ષિણ આફ્રિકન ઓલરાઉન્ડર જેક કાલિસ 166 ટેસ્ટ સાથે ચોથા ક્રમે છે.

To Top