Business

જેટ એરવેઝના કર્મચારીઓના પીએફમાં રૂ. 1000 કરોડની છેતરપિંડી, અધિકારીએ નકલી દાવાથી પૈસા ઉપાડી લીધા

નવી દિલ્હી: (New Delhi) કર્મચારીઓના ભવિષ્યની સુરક્ષાની બાંયધરી આપનાર ઈપીએફઓ (EPFO )​​અધિકારીએ સેંકડો કર્મચારીઓના ભવિષ્યને અંધારામાં નાખી દીધા છે. જેટ એરવેઝના (Jet Airways) કર્મચારીઓના (Employees)પીએફમાં રૂ. 1000 કરોડની છેતરપિંડી (Fraud) થઇ હોવાનો મુદ્દો સામે આવ્યો હતો. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) ઓફિસમાં સામાંજિક સુરક્ષા અધિકારીએ કર્મચારીઓ સાથે 1000 કરોડની છેતરપિંડીનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે કર્મચારીઓને ભારે ફટકો પડ્યો છે.

છેતરપિંડીમાં તેના ફ્રેન્ડલડી કર્મચારીઓને ફાયદો કરાવવા માટે એરલાઇનના કેટલાક સ્થાનિક કર્મચારીઓ સાથે છેતરપિંડી કરી છે. આ કેસમાં સંડોવાયેલા લોકોએ ઘણા દસ્તાવેજી પુરાવાઓનો પણ નાશ કર્યો હોવાની બાબતો પણ સામે આવેય છે. અને બનાવટી કાગળોની મદદથી સમગ્ર ખેલને અંજામ આપવામાં આવ્યો હતો.

લોકડાઉન દરમ્યાન છેતરપિંડી થયાના સંકેત
ઈપીએફઓ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, PF ના ગબન કરવાની શરૂઆત 2019માં જ થઈ હતી, પરંતુ લોકડાઉન દરમિયાન તે ફટાફટ રફ્તારે થઈ હતી. બાદમાં ઘણા કર્મચારીઓએ પીએફ ઓફિસમાંથી દસ્તાવેજો ગુમ થવાની ફરિયાદો પણ બહોળા પ્રમાણમાં કરી હતી. જો કે, હવે જેટ એરવેઝ પાયલોટનો સંપર્ક કરી તેમના ભારતીય પાન કાર્ડ અને બેંક ચેક માંગી રહી છે જેથી કરીને તેઓ પીએફના પૈસા પરત કરી શકે. વિદેશી પાયલોટને આ મેઈલ આઈડી પર પૈસા મોકલવા માટે કહેવામાં આવ્યું હતું.

કેવી રીતે કરી છેતરપિંડી
EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના સભ્ય પ્રભાકર બનાસુરે જણાવ્યું હતું કે કર્મચારીઓના પીએફના નાણાં પડાવી લેવા માટે, આરોપીઓએ બોગસ એકાઉન્ટ્સ ખોલ્યા હતા અને જેટ એરવેઝ સહિતની નિષ્ક્રિય કંપનીઓમાં છેતરપિંડી દાવાની પતાવટ કરી હતી. અમારું અનુમાન છે કે નિયમોના આ ઉલ્લંઘન અને કરચોરીને કારણે EPFOને આશરે રૂ. 1000 કરોડનું નુકસાન થયું છે. આ માટે દોષિતોને આકરી સજા થશે.

મુદ્દો શ્રમ મંત્રી સુધી પહોંચ્યો હતો
આખો મુદ્દો સામે આવ્યા બાદ આ મામલે EPFOના IAS અધિકારીઓ અને શ્રમ મંત્રી સાથે બેઠક પણ કરવામાં આવી હતી. 29-30 જુલાઈના રોજ યોજાયેલી બેઠકમાં આ EPFO ​​કમિશનર સાથે આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ટ્રસ્ટી સભ્ય સુકુમાર દામલે કહે છે કે જેટ એરવેઝનો મુદ્દો પણ બેઠકમાં આવ્યો હતો અને લોકોએ તેના વિશે વાત કરી હતી. શ્રમ મંત્રીને પણ કાંદિવલી શાખા સંબંધિત આ બાબતથી વાકેફ કરવામાં આવ્યા હતા. આ કેસમાં અનેક વિદેશી કર્મચારીઓના પીએફમાં ચોરીનો આખો મુદ્દો સામે આવ્યો છે.

સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી
કંપનીના અધિકારીએ કહ્યું હતું કે, હું પોતે મીટિંગમાં હાજર હતો અને મેં જેટ એરવેઝના પીએફ એકાઉન્ટના ફોરેન્સિક ઓડિટની માંગ કરી છે. જોકે ચીફ વિજિલન્સ જિતેન્દ્ર ખરે આ મામલાની તપાસ કરશે, પરંતુ તે કાંદિવલીની એ જ શાખામાં કામ કરે છે જ્યાં આ મામલો છે. તેથી અમને યોગ્ય તપાસની આશા ઓછી છે. તેથી, મારી માંગ છે કે તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવે, કારણ કે આમાં ઘણા વ્હાઇટ કોલર પણ સામેલ હશે.

Most Popular

To Top