Dakshin Gujarat

વ્યારામાં સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ મુકાતા ભૂકંપ: જાણો કોણે મૂકી આવી પોસ્ટ ?

વ્યારા: વ્યારામાં (Vyara) સોશિયલ મીડિયામાં (Social Media) ઉશ્કેરણીજનક પોસ્ટ વાયરલ (Post viral) કરી લોકો વચ્ચે વૈમનસ્ય પેદા કરવા અને ચોક્કસ વ્યક્તિને નીચુ દેખાડવા લાયન હાર્ટ ગૃપનાં (Heart Group) અધ્યક્ષ અને તેના સભ્યોની પોસ્ટ મુકી હીન કક્ષાની દલીલો કરનારા સામે પોતે આ લાયન હાર્ટ ગૃપનાં અધ્યક્ષ (Chairman) રાજુભાઇ જાદવે ફરિયાદી કરી આવા અસામાજિક તત્વો (Antisocial elements) વિરૂધ્ધ ફોજદારી (Police )રાહે તેમજ સાઇબર ક્રાઇમમાં (Cybercrime) આઈટી એક્ટ મુજબની ફરિયાદ (Complaint)આપી છે.

સાયબર પોલીસ મથકના નોંધાઈ ફરિયાદ
વ્યારા જેવા આદિવાસી પટ્ટામાં બે- ચાર નક્સલી વિચાર ધરાવતા લોકોનાં ખોટા અપપ્રચારથી ભવિષ્યમાં સામાજીક સમ૨સતા જોખમમાં મુકાય તેમજ વર્ગ વિગ્રહ થાય તેવી દહેશત વ્યક્ત કરી છે. તેઓએ સ્ક્રીનશોટ પુરાવા તપાસી સાઈબર ક્રાઇમ કરનાર અને સોશિયલ કાઇમનું એન્જિનિયરિંગ ગોઠવી પડદા પાછળના કલાકારને પકડી આવા તત્વો સામે ફોજદારી કાર્યવાહી માટેની ફરિયાદ કરી છે. સૂત્રો પાસેથી પ્રપ્ત જાણકારી અનુસાર વ્યારાનાં વેગી ફળિયામાં રહેતા લાયન હાર્ટ ગૃપનાં અધ્યક્ષ રાજુભાઇ જાધવે જન્માષ્ટમીનાં દિને દહીં હાંડીનો કાર્યક્રમ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનાં અધ્યક્ષતામાં યોજ્યો હતો.જેમાં હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી હતી.તેનો દ્વેષ રાખી કેટલાંક અજાણ્યા વિઘ્ન સંતોષીઓએ તેઓને નીચા બતાડવા કાવતરુ ઘડ્યાનું ફરિયાદમાં જણાવ્યુ છે.

ઓળખ છુપાવી ખોટા ઉશ્કેરણી જનક સમાચારો
અજય ચૌધરી ગ્રુપના ડમી માણસ અને દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજ નામનાં ગ્રુપમાં ફેસબુક ઉ૫૨ ઓળખ છુપાવી ખોટા ઉશ્કેરણી જનક સમાચારો અને લખાણો પ્રસિધ્ધ કરી રહ્યા છે. વ્યારા મુકામે જન્માષ્ટમી, શોભાયાત્રા સંદર્ભમાં કેટલાક આવારા તત્વો વર્ગ ભેદ, વર્ગ વિગ્રહ થાય તે રીતે દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજના નામે કે તેવા હિડન એજન્ડા સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સોશિયલ મીડીયાનાં માધ્યમથી નીચા દેખાડવા, તેમજ બદનક્ષીકારક મટીરીયલ અને ફોલ્સ ફેબ્રીકેટેડ ન્યુઝ એવી પધ્ધતિથી બનાવે છે જેથી આદિવાસીઓ ઉશ્કેરાય, વ્યારામાં હુલ્લડ જેવું વાતાવ૨ણ થાય, આદિવાસીઓ વચ્ચે દંગા ફસાદ અને ઝગડા વધે તેમજ નરેન્દ્ર મોદીના હિંદુત્વના કોન્સેપ્ટને હાની પહોંચે, તેવી બોગસ પ્રવૃત્તિઓ અજય ચૌધરી ગ્રુપમાં થઈ રહી છે.

ખોટા મેસેજોને લઇ આંદોલન થવાની દહેશત

રાજુભાઇ જાધવે વધુમાં જણાવ્યુ છે કે, દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજના નામે ઈર્ષાવષ થઈ કેટલાક લોકો તેઓને હાસ્યાંમાં ધકેલી દેવા તેમજ તાજેતરમાં જ તેઓએ જન્માષ્ટમીની રેલી ખુબજ પ્રભાવક રીતે કાઢી હતી, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. તેથી વ્યારાનાં કેટલાક અસામાજીક લોકો ફેસબુક અને સોશિયલ મિડીયાના માધ્યમથી ફેબ્રીકેટેડ ન્યુઝ મેન્યુફેકચ૨ કરી રહ્યા છે. તેથી પોલીસ દ્વારા આવા ખોટા સમાચારો અને વિડીયો વાઈ૨લ ક૨ના૨ તત્વોને પકડે તે જરૂરી છે. તેથી ભવિષ્યમાં વ્યારા મુકામે કોઈ મોટું તાંડવ થાય તે પહેલા અને વિશાળ સંખ્યામાં ટોળા સહિતી આદિવાસીઓના નામે બોગસ આંદોલનો ઊભા થાય, જાતિ- જાતિ વચ્ચે દ્વેષ વધે તેના પરિણામે સામાજીક સંવાદિતા ખોરવાય તે પહેલાં તુર્તજ IT એકટ હેઠળની કાર્યવાહી થવી જરૂરી છે.

Most Popular

To Top