Trending

લો બોલો.. આ વ્યક્તિએ માથા પર જ બનાવડાવી લીધો ઇન્સ્ટાગ્રામનો QR કોડ- Video

સોશિયલ મીડિયા (Social Media) પર (Famous) થવા માટે લોકો શું-શું કરે છે. વાયરલ થઈ જવા માટે દરેક વ્યક્તિ નવી નવી યુક્તિઓ અજમાવતી રહે છે. આવો જ એક કિસ્સો જોવા મળ્યો છે. વાયરલ થવા માટે એક વ્યક્તિએ તેના કપાળ પર ટેટૂ (Tattoo) કરાવ્યું હતું. આ ટેટૂ પણ સામાન્ય ટેટૂ નથી. આ ટેટૂમાં તે વ્યક્તિના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો QR કોડ છે. હવે એક વ્યક્તિનો ટેટૂ કરાવતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ લોકો તરફથી વિવિધ પ્રકારની કોમેન્ટ આવી રહી છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ટેટૂ કરાવી રહ્યો છે. ટેટૂ બનાવનારે તેના કપાળ પર સ્ટીકર લગાવ્યું, ત્યારબાદ QR કોડ પ્રિન્ટ કરવામાં આવ્યો અને આ QR કોડ પર ટેટૂ બનાવવામાં આવ્યું. કપાળ પર ટેટૂ બનાવનાર વ્યક્તિનું gipsylifereal નામનું એકાઉન્ટ છે જેણે અત્યાર સુધીમાં 49 પોસ્ટ કરી છે. આટલી બધી પોસ્ટ કરવા છતાં તેના 69k ફોલોઅર્સ છે જ્યારે તે પોતે 218 લોકોને ફોલો કરે છે. વાયરલ વીડિયોને 17 હજાર લોકોએ લાઈક કર્યો છે જ્યારે તેના પર 294 કોમેન્ટ્સ પણ આવી છે.

આ પોસ્ટ પરની કોમેન્ટ વિશે વાત કરતાં એક યુઝરે લખ્યું છે કે ‘પ્રાર્થના કરો કે તેને ફરીથી એકાઉન્ટ બનાવવાની જરૂર ન પડે’ જ્યારે બીજાએ લખ્યું છે કે ‘જો કોઈ દિવસ એકાઉન્ટ હેક થઈ જાય તો શું?’ બીજાએ લખ્યું, ‘જો તેના ખાતાને રિપોર્ટ કરી દેવામાં આવશે તો શું થશે’. આ વીડિયો પર આવી અનેક કોમેન્ટ્સ આવી છે. આ ટેટૂવાળા માણસનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Most Popular

To Top