Entertainment

જૅક્લીનની પડતીનો આરંભ થઈ ગયો કે?

જેકલીન ફર્નાન્ડિસ હમણાં ઇડીના મામલામાં ફસાઇ ગઇ છે. કોનમેન સુકેશ ચન્દ્રશેખર સાથેના તેના સંબંધો હવે મોટા વિવાદ તરફ આગળ વધી રહ્યા છે. 200 કરોડ રૂપિયાથી વધુ મની લોન્ડ્રિંગના મામલામાં હવે જેકલીન પણ આરોપી તરીકે ઉમેરાઇ ગઇ છે. તપાસ એજન્સી તેની પૂછપરછ કરી ચુકી છેઅ ને 31 ઓગસ્ટે આ મામલે અદાલતમાં સૂનાવણી થશે. ઇડી માને છે કે જેકલીનને પહેલેથી જ ખબર હતી કે સુકેશ ચંદ્રશેખર એક અપરાધી છે. સુશ્મિતા સેને જેમ જાણીતા અપરાધી સાથે સંબંધ કેળવવો પસંદ કર્યો તેવું જ જેકલીન વિશે કહી શકાય.

શું હિન્દી ફિલ્મ જગતમાં પોતે કારકિર્દી બાબતે અસલામતી અનુભવે છે એટલે તે આવા સંબંધ તરફ વળી હતી કે તેની પ્રકૃતિ ખૂબ પૈસા હોય ત્યાં પોતાને ધરી દેવાની છે? જેકલીન 7 કરોડથી વધુ સંપત્તિ કુર્ક કરી ચુકી છે. ચંદર્શેખર પાસેથી તેને મોંઘી કાર્સ સહિત અનેક ભેટ મળી છે તે કાંઇ શુધધ પ્રેમની લાગણી માટે તો ન જ હોય. આજકાલની અભિનેત્રી કે અભિનેતા પોતાની જાહેર ઇમેજથી બેપરવાહ બનીને વર્તે છે. તેમને એવું થતું નથી કે અમારી જાહેર જવાબદારી પણ હોય છે. કોઇ પ્રકારના એથિકસ તેઓ પાળે નહીં તે કેમ ચાલે?

જેકલીન જો ભારતીય હોય, ને આમીર, શાહરૂખ, સલમાન જેવી મુસ્લિમ હોત તો અત્યાર સુધીમાં ઘણું તોફાન મચી ગયું હોત. જેકલીન કહે છે કે મને ગુચી, શનૅલ, સેન્ટ લોરેન્સ, ડાયરની ચાર બેગ, લુઇ વુટન અને લોબાઉટીનના જૂતા, ગુચીના બે આઉટફીટ, પરફયુમ, 4 બિલાડીઓ, એક મિની કૂપર, હીરાના બે એરીંગ અને બ્રેસલેટ જ ભેટમાં મળ્યા છે. ચાલો આટલું તો કબૂલ કર્યું. બાકીનું હવે કબૂલ કરશે. કયારેક થાય કે સલમાન ખાન કેટરીના કૈફ વિનાનો થયો તેની જગ્યા ભરનાર જેકલીન પાસે રિલેશનશીપ્સના કોઇ ધોરણ છે કે નહીં?

માત્રપોતાના ફાયદા સિવાય તે કશું વિચારતી જ નથી? રિપોર્ટ મુજબતે ગયા વર્ષના ફેબ્રુઆરીમાં સુકેશને પ્રથમવાર વોટ્‌સએપ કોલ પર મળેલી અને પછી તો બંનેની ઘનિષ્ઠતાની અનેક તસવીરો મળી હતી. ખેર! જકેલીનના આ પ્રકારના સંબંધો બહાર આવ્યા બાદ અને આરોપી પણ બનાવાયા બાદ કારકિર્દીમાં મુશ્કેલી ઉભી થઇ શકે છે, આમ તો તેની કોઇ મોટી હેસિયત નથી અને મલ્ટી સ્ટારર ફિલ્મોના ભાગરૂપે જ કારકિર્દી ટકી છે પણ હમણાં જ ‘બચ્ચન પાંડે’, ‘એટેક’ અને ‘વિક્રાંત રોણા’ બોકસ ઓફિસ પર માર ખાય ગઇ છે.

આવી નિષ્ફળતા અને વિવાદ વચ્ચે ‘365 ડેઝ સ્ટાર’ના માઇકલ મોરોન જોડે તે ડેટ કરી રહી હોવાના સમાચાર પણ આવ્યા છે. ટોની અને નેહા કક્કરના ‘મૂડ મૂડ કે’ ગીતમાં તેઓ ભેગા થયા પછી આ અફવા ફેલાયેલી છે. મૂળ જકેલીન કોઇ પુરુષનું શરણ શોધી રહી છે પણ આ સુકેશ સાથેનો મામલો તેને ભારે પડવાનો છે. જેકલીન પાસે અત્યારે ‘સરકસ’, ‘રામ સેતુ’, ‘કીક-2’ જેવી ફિલ્મો છે. નિર્માતાઓ તેની ભૂમિકા ટૂંકાવશે અથવા જેકલીનને પડતી મુકશે. એ જે બને તે પણ હવે તેને પોતાની ફિલ્મમાં લેવા કોઇ તૈયાર નહીં થશે. તેની ઇમેજ કાંઇ એટલી સારી ય નથી કે પ્રેક્ષકો ખોટ અનુભવે.   •

Most Popular

To Top