Entertainment

‘અનન્યા’ને બસ ‘વિજય’ની આસ

છેલ્લા છ મહિનામાં એક આલિયા ભટ્ટ સિવાય કોઈનું સ્ટાર સ્ટેટસ વધ્યું નથી. તેના સિવાય એક રશ્મિકા મંદાનાનું નામ લઈ શકાય કે જે નવી શક્યતા ઊભી કરી શકે છે. શું આવા સંજોગોમાં અનન્યા પાંડે પોતાની સ્થિતિ સુધારી શકશે કે પછી ‘સ્ટૂડન્ટ ઓફ યર-2’ની અનન્યા હજુ પણ સ્ટૂડન્ટ જ છે. અત્યારે તેનો બધો આધાર ‘લાઈગર’છે. એ ફિલ્મ આમ તો વિજય દેવરકોન્ડાની છે પણ જો ફિલ્મ સફળ જાય તો તેમાં બે દૃશ્ય પૂરતા આવ્યા હોય તેને ય લાભ થતો હોય છે એટલે અનન્યા છતી હશે કે ‘લાઈગર’ ભારે સફળ જાય. દરેક એક્ટર્સની કુંડળી રજૂ થતી ફિલ્મની હઠેળીમાં હોય છે. અનન્યામાં કોઈ જબરદસ્ત સ્ટાર છૂપાયેલી છે એવું કોઈ માનતું નથી. આવા સ્ટાર્સ નસીબને આશરે હોય છે.

પોતે જબરદસ્ત ન હોય પણ પોતે જે ફિલ્મમાં કામ કરે તે જબરદસ્ત પૂરવાર થાય તો સમજો લાભ થઈ જ ગયો. હા, અનન્યા બ્યુડીફૂલ છે પણ તેનું લુક્સ હજુ કોલેજીયન છોકરી પ્રકારનું જ છે. આવા વુક્સને કારણે અમુક જ પ્રકારની ફિલ્મો મળતી હોય છે. પણ અનન્યા પોતે તો કઈ રીતે લુક્સ બદલે? ઘણીવાર ઘણા મેકઓવર કરતા હોય છે અથવા અમુક ફિલ્મો, અમુક દિગ્દર્શકો એવું મેકઓવર કરી આપે છે. અનન્યા કદાચ એવા મેકઓવરની રાહ જોઈ રહી છે. શું ‘લાઈગર’તેની એવી ફિલ્મ પૂરવાર થશે? અનન્યાના પિતા ચંકી પાંડેની કારકિર્દી પણ વાદળછાયા વાતાવરણ જ વળી જ રહી છે. વાદળ છવાયેલા જ રહે પણ વરસે નહીં તો શું કરવું? અનન્યાનું પણ એવું જ છે.

હવે તેણે ધોધમાર વરસવું પડશે જો ટક્યું હોય તો. અનન્યા પહેલી. વાર કોઈ સાઉથના સ્ટાર સાથે આવી રહી છે. અત્યારની ઘણી મહત્વાકાંક્ષી અભિનેત્રીઓ ઈચ્છતી હોય છે કે તેમને સાઉથના સ્ટાર સાથે ફિલ્મ મળે. મુંબઈની ફિલ્મોના સ્ટાર આજકાલ સક્સેસ આપી શકતા નથી તો બીજુ કરે પણ શું? અનન્યાની ફિલ્મોની સંખ્યા વધી નથી રહી. આ વર્ષે ‘ગહરાઈયાં’આવી અને હવે ‘લાઈગર’. હવે તેના હાથ પર ‘ખો ગયે હમ કહાં.‘જ છે. તમારી પાસે ઊતરવાનાં પત્તા ઓછા હોય ત્યારે બાજી જીતવાની આશા બહુ રાખવી નહીં. હા, એક પત્તુ પણ હુકમનો એક્કો હોય શકે છે. અનન્યા એવી જ આશા રાખી રહે છે. •

Most Popular

To Top