ભરૂચ: ઝઘડિયાના રાજપારડી (Rajpardi) ગામે ઝેરોક્ષ (Xerox) તથા પ્રિન્ટના (Print) બિલના બાકી પૈસાની લેવડદેવડની તકરારમાં એક ઇસમને માર માર્યો હોવા બાબતે ત્રણ...
હથોડા: કોસંબામાં (Cosamba) પડોશમાં રહેતા દિયરને ભાભીએ શૌચાલય (Toilet) ક્યારે બનાવવાના છો? તેવું કહેતાં જ ઉશ્કેરાયેલા દિયરે ભાભીને ગાળો ભાંડી ઢીકામુક્કીનો માર...
પારડી : પારડી તાલુકાના સુખેશ ગામે આજરોજ વાઘછીપાથી પારડી તરફ જતો એક માટી ભરેલા ટેમ્પા ચાલકે સ્થાનિક રાહદારીને અડફેટમાં લેતા સ્થળ પર...
કામરેજ: વલથાણ પાટિયા પાસે નેશનલ હાઈવે (Highway) ક્રોસ (Cross) કરતી સ્કૂલ બસના (School Bus) ચાલકે મારુતિ અર્ટિગા કારની (Car) ક્લીનર તરફ ટક્કર...
બે મહિના પહેલાં ભાજપનો ખેસ પહેરનાર કુંદન કોઠિયાએ ફરી આપનું ઝાડૂં પકડી લીધું સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાના (SMC) વોર્ડ નં. 4ના કોર્પોરેટર...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભામાં સરકારે વિધાનસભમાં બહુમતી સાથે રખડતાં ઢોરોને (cattle) નિયંત્રણ કરવા માટે બિલ-2022 (Bill-2022) પસાર કરાવી લીધું છે. આ કાયદો...
કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 37 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા યુક્રેન પર કબજો કરવા માટે તમામ પ્રયાસો કરી રહી...
સુરત: (Surat) હીરાબાગ વિસ્તારમાં લક્ઝરી બસને (Bus) અટકાવી એક હજારનો તોડ (Corruption) પાડતાં પોલીસ (Police) સામે આખરે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી...
સુરત : ગોડાદરા ખાતે કોલેજના (college) સતર વર્ષના યુવકને તેના કાકા પાસેથી બાકી નીકળતા બે લાખ લેવા માટે ઉઠાવી જઈ માર મારી...
સુરત: સુરતમાં (Surat) આગ (Fire) લાગવાની ઘટના વારંવાર બનતી હોય છે. જેમાં ફાયર વિભાગની (Fire Department ) ટીમે આગ પર કાબૂ મેળવવા...
આણંદ : આણંદમાં કોરોના કાળ દરમિયાન રેમડેસીવરના વેપલાના કૌભાંડમાં વડોદરા પોલીસે ધરપકડ કરેલા વેપારીને પેરોલ પર છોડાવવા અમદાવાદના ગઠિયાએ રૂ.અઢી લાખ પડાવી...
સુરત(Surat) : સુરત પોલીસ કમિશનર (Surat Police Commissioner) અજય તોમરે પીધ્ધડ પીએસઆઇ (PSI) હાર્દિક પીપરિયાને સસ્પેન્ડ (Suspend) કરવાનો આદેશ (Order) આપ્યો છે....
વડોદરા : શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ ચાર મંઝિલ ઈમારતના બીજા અને ત્રીજા માળની ગેલેરીનો ભાગ તૂટી પડતા ભારે દોડધામ મચી ગઇ હતી...
વડોદરા: શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા શખ્સને બે ભેજાબાજોએ મુંબઈની કાર્ગો કંપની મારફતે સસ્તા ભાવમાં કાર આપાવવાના બહાને પહેલા રૂ.10 લાખ લઈ તેમાંથી...
વડોદરા : પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ વધારા ના વિરોધમાં આજે વડોદરા શહેર કોંગ્રેસ મેદાને પડયું હતું વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં...
ખાવા પીવાના અને હરવા ફરવાના શોખીન સુરતીઓ દુનિયાના કોઈપણ ખૂણે હશે પણ તેમને સેવા કરવાનો અવસર મળે એ તક ઝડપી જ લે...
ગોવા: એક તરફ દેશ કોરોના મુક્તિ તરફ આગળ વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં ગતરોજ જ માસ્ક મુક્તિ જાહેર કરવામાં આવી છે. આ વચ્ચે...
સુરતીઓ ખાવાના શોખીન તો છે જ સાથે સાથે ખવડાવવાના પણ એટલા જ શોખીન છે પણ કોરોનાકાળ દરમિયાન એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે...
સુરત: (Surat) બાંધકામ ઉદ્યોગમાં (Real Estate) સિમેન્ટ, સ્ટીલ, રેતી, કપચી, સિરેમિક સહિતના રો-મટિરિયલના ભાવો સતત વધતાં સાથે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધતાં સુરત ક્રેડાઈએ...
શ્રીલંકા: શ્રીલંકા આર્થિક સંકટનાં સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. શ્રીલંકામાં ઉભી થયેલી પરીસ્થિતિનાં પગલે હવે લોકોની ધીરજ ખૂટી ગઈ છે....
આજે 1લી એપ્રિલ-એપ્રિલ ફૂલ્સ ડે સામાન્ય રીતે મિત્ર-ભાઇબંધો કે સગાં-સંબંધીઓ એકબીજા સાથે પ્રેન્ક કરી તથા ઉલ્લુ બનાવી એપ્રિલ ફૂલ્સ ડેનો નિર્દોષ આનંદ...
ગાંધીનગર: રાજ્યમાં મોંઘવારીને લઈને કોંગ્રેસ (Congress) વિરોધ પ્રદર્શન (protest) કરી રહે છે. જેમાં કોંગ્રેસે મોંઘવારી પ્રદર્શનનું યાજોન કર્યું હતું. પ્રદેશ પ્રમુખ જગદીશ...
જુના જમાનામાં ચશ્મા અને ગોગલ્સ લારી અને પેટી પર મૂકીને વેચવામાં આવતા હતા. 40ના દાયકામાં દેશના મેટ્રો સિટીમાં ચશ્મા વેચાણ માટે દુકાન,...
સાપુતારા (Saputara): ડાંગ જિલ્લામાં (Dang District) બોર્ડની પરીક્ષામાં (Board Exam) એક એવો કિસ્સો બહાર આવ્યો છે જે સંભવત: રાજ્યનો પહેલો કેસ હશે....
સુરત એક એવું શહેર છે જેને મથામણ કર્યા સિવાય, પરસેવો પાડ્યા સિવાય કશું જ મળતું નથી. સુરતમાં રેડિયો સ્ટેશનની માંગણી માટે તાપી...
નવી દિલ્હી: રશિયા-યુક્રેન (Russia-Ukraine) યુદ્ધની (War) વચ્ચે ભારતનું (India) સ્ટેન્ડ અત્યાર સુધી વૈશ્વિક સમુદાય માટે મહત્વપૂર્ણ રહ્યું છે. રશિયાએ ખુદ ભારતને પોતાના...
ગયા અઠવાડિયે પ્રકાશિત થયેલ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2022 માં ભારતે કુલ ૧૪૬ રાષ્ટ્રોની યાદીમાં 136 મો ક્રમાંક મેળવ્યો છે. વિશ્વ ખુશહાલી...
દેશની સત્તાધારી પાર્ટી હાલના વિપક્ષને આવનારી ચૂંટણીઓમાં હરાવવા માટે અત્યારથી જ સોગઠાંબાજી ગોઠવી રહી છે. હિંદુત્વના નામે વોટ મેળવવા ઉપર ભાજપી નેતાઓની...
ગયે અઠવાડિયે જ રેલવેનો ફતવો બહાર પડયો એમાં જણાવાયું છે કે વિકલાંગો અને નિવૃત્ત આર્મી મેન સિવાય અન્ય સિનિયર સિટીઝનોને કોરોનાના બહાને...
નવી દિલ્હી: છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોવિડ-19ના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં, ઘણા રાજ્યોએ ફેસ માસ્ક પહેરવા ફરજિયાત સહિત તમામ રોગચાળા સંબંધિત પ્રતિબંધો હટાવવાનો...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
ભરૂચ: ઝઘડિયાના રાજપારડી (Rajpardi) ગામે ઝેરોક્ષ (Xerox) તથા પ્રિન્ટના (Print) બિલના બાકી પૈસાની લેવડદેવડની તકરારમાં એક ઇસમને માર માર્યો હોવા બાબતે ત્રણ ઇસમ સામે ફરિયાદ (Complaint) થઈ હતી.
રાજપારડીના વિકાસ જયંતીલાલ વસાવા એક એન.જી.ઓ.માં કામ કરે છે. તેઓ રાજપારડી ચોકડી પર આવેલા એસ. કુમાર ફોટો સ્ટુડિયો નામની દુકાનમાં એનજીઓના ઓફિસના કામ માટેના ઝેરોક્ષ અને પ્રિન્ટ કઢાવતા હતા. ફરિયાદમાં જણાવાયા મુજબ ઝેરોક્ષ અને પ્રિન્ટના બિલની રૂ.૩૦૦૦ જેટલી બાકી રકમ પેઠે તેમણે રૂ.૧૫૦૦ જમા કરાવ્યા હતા. તેથી બાકીના રૂ.૧૫૦૦ જમા કરાવવા વિકાસ ફોટો સ્ટુડિયોની દુકાને ગયો હતો. ત્યારે દુકાનના માલિક સચિનભાઇએ જણાવ્યું કે, તમારે રૂ.૪૨૦૦થી વધારે બાકી હતા.
વિકાસે સચિનને જણાવ્યું હતું કે, રૂ.૩૦૦૦ બાકી હતા અને તે પૈકી અગાઉ મેં રૂ.૧૫૦૦ જમા કરાવ્યા હતા. આ સાંભળીને સચિનભાઇ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલવા લાગ્યા હતા. અને રૂ.૪૨૦૦ તમારે ચૂકવવા પડશે. આમ કહીને વિકાસભાઇ સાથે ઝપાઝપી કરીને મારવા લાગ્યા હતા. તે દરમિયાન ફોટો સ્ટુડિયોની દુકાનમાં કામ કરતો વણાકપોરના નિકુંજ પરમાર તેમજ સંજાલીના સેફલી નામના ઇસમોએ પણ સચિનનું ઉપરાણું લઇને વિકાસને માર માર્યો હતો. આ ઝઘડા દરમિયાન વિકાસને માથામાં કાનના ઉપરના ભાગે લોખંડની પાઇપ વાગી જતાં ઇજા થઈ હતી. ઇજાગ્રસ્ત વિકાસે અવિધા સરકારી દવાખાને સારવાર લીધી હતી. ઘટના બાબતે વિકાસ વસાવાની ફરિયાદને લઇ રાજપારડી પોલીસે સચિન છગન પંચાલ, નિકુંજ પરમાર તેમજ સેફલીના વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ભરૂચની નવી નગરીમાં કંપનીના હેલ્પર સહિત ૩ને ચાર જણાએ માર મારતાં પોલીસ ફરિયાદ
ભરૂચ: ભરૂચની નવી નગરીમાં કંપનીમાં કોન્ટ્રાક્ટ હેલ્પર તરીકે કામ કરનાર યુવક સાથે ફળિયાના ચાર જણાએ અગાઉની અદાવત રાખીને માથામાં લોખંડનો પંચ ઈજા કરી હતી. આ તકરારમાં યુવકનો સગો ભાઈ તેમજ માસીયાઈ ભાઈ દોડી આવતાં તેઓને પણ માર માર્યો હતો.
ભરૂચના ત્રણકૂવા નવી નગરીમાં રહેતા ૨૧ વર્ષીય ગણેશ દશરથ વસાવા દહેજની ફાર્મનીક કંપનીમાં હેલ્પર તરીકે કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે. તા.૩૧/૩/૨૦૨૨ના રોજ રાત્રે તેના મિત્ર તેમજ તેનો ભાઈ વિશાલ વસાવા ફાટક પાસે બેઠા હતા. એ વખતે ફળિયાનો કરણ મહેશ વસાવાએ અગાઉની બોલાચાલીની રીસ રાખીને ગણેશ વસાવા સાથે ઝઘડો કર્યો હતો. આ તકરારમાં કરણ વસાવાએ હાથમાં પહેરેલું લોખંડનું પંચ ગણેશ વસાવાને મારી દેતાં લોહી નીકળ્યું હતું. આ તકરારમાં તેમની માસીના દીકરા રાજવીર વસાવા અને ભાઈ વિશાલ વસાવાને અરવિંદ વસાવા, અજય નવીન વસાવા, અને મનીષ રમેશ વસાવાએ માર માર્યો હતો. ઈજાગ્રસ્ત ગણેશ વસાવાને લોહી વધુ નીકળતાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ગણેશ વસાવાએ ફરિયાદ આપતાં બી-ડિવિઝનમાં પોલીસ ચાર સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.