Gujarat Main

કોંગ્રેસનું મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કાર્યકર્તાઓએ રસ્તા પર બેસી વિરોધ કર્યો

ગાંધીનગર: રાજ્યમાં મોંઘવારીને લઈને કોંગ્રેસ (Congress) વિરોધ પ્રદર્શન (protest) કરી રહે છે. જેમાં કોંગ્રેસે મોંઘવારી પ્રદર્શનનું યાજોન કર્યું હતું. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર (Jagdish Thakor) , રઘુ શર્મા, શહેર પ્રમુખ નીરવ બક્ષી અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. કોંગ્રેસે અમરાઈવાડી ચાર રસ્તા પાસે રોડ પર જ બેનરો સાથે સૂત્રોચાર કરી વિરોધ નોંધાવી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરો દ્વારા ગેસના બાટલા ઉંચા કરીને, નાકા લગાવીને સરકાક વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસની કેટલીક મહિલાઓ પોલીસની ગાડી પર ચઢી ગઈ હતી. પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી રહી છે.

મોંઘવારીને લઈને રાજ્યમાં કોંગ્રેસ દ્વાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેમાં આજે કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયથી નનામી કાઢી પૂતળાદહન જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તે પહેલા જ પોલીસે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પહોંચી ગઈ હતી જ્યાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સાથે જ અન્ય કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી.

કોંગ્રેસનો એવો આક્ષેપ છે કે પોલીસ નનામી શોધવા માટે બપોરથી જ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સમગ્ર મામલે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે આ ઘટના અંગે અમે આજે પોલીસને ફરિયાદ કરીશું, સાથે જ જામનગરમાં પણ યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓને માર માર્યો હોવાના બનાવ અંગે પણ પોલીસ ફરિયાદ કરીશું. અમારી લીગલ સેલની ટીમ કામ કરી રહી છે.

ભાજપ સરકાર ડરી ગઈ છે પણ અમે ડરીશું નહીં
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે અમે જ્યારેઅમારા કાર્યાલયમાં પોલીસે આવી હતી અને અમને ધમકાવ્યા હતા. અધિકારીઓને પૂછતાં તેઓ પાસે કોઈ જવાબ નહોતો. વધુમાં તેમણે કહ્યું કે ભાજપ સરકાર ડરી ગઈ છે. અમે ડરીશું નહિ. ભાજપની જોહુકમીથી ડરીશું નહિ. પોલીસ યુવક કોંગ્રેસના કાર્યક્રમની પરમિશન ન આપી.તેમજ પોલીસ ગાડીવાળા અને બસ ડ્રાઇરોને બોલાવી ધમકાવ્યા હતા. આ અંગે ફરિયાદ કરીશું.

Most Popular

To Top