ફ્લેટની છત ધડાકાભેર તૂટી : ફાયરે છને બચાવ્યા

વડોદરા : શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ ચાર મંઝિલ ઈમારતના બીજા અને ત્રીજા માળની ગેલેરીનો ભાગ તૂટી પડતા ભારે દોડધામ મચી ગઇ હતી સદનસીબે કોઈ જાનહાનિ ન જતા તંત્ર સાથે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ ઉપર ના માળે ફસાયેલા 6 લોકોનું ફાયર બ્રિગેડે સહી સલામત રેસ્ક્યુ કર્યું હતું. શહેરના વારસિયા વિસ્તારમાં વહેલી સવારે એક એપાર્ટમેન્ટની ત્રીજા અને ચોથા ફ્લોરની બાલ્કની ધડાકાભેર તૂટી પડતા લોકોમાં ભારે ગભરાટ સાથે નાસભાગ મચી ગઇ હતી શિવધારા ફ્લેટના ડી ટાવરમાં ત્રીજા અને ચોથા માળની બાલ્કની પડી હતી. સદનસીબે ત્યાંથી કોઈ પસાર થતું નહીં હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી જોકે  બનાવને પગલે બિલ્ડિંગ નીચે પાર્ક થયેલા ચાર ટુ વ્હીલર અને ટેમ્પાને નુકસાન થયું છે. જ્યારે પાંચથી છ લોકો ઉપર ફસાયા હતા જેઓનું ફાયર બ્રિગેડના લશ્કરો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બિલ્ડીંગ નો કેટલોક ભાગ જર્જરિત થયો હતો મને બાલ્કનીની બાળકની પણ જર્જરિત હોય આજે તૂટી પડી હતી પડતાં ભારે દોડધામ મચી ગઇ હતી.

સાંકડા રસ્તાને કારણે ફાયર બ્રિગેડને અંદર જવામાં ભારે અગવડતા પડી
વારસિયા વિસ્તારમાં આવેલ શિવધારા ફ્લેટની બાલ્કની જર્જરિત હતી દરમ્યાન વહેલી સવારે બિલ્ડિંગ ના  બીજા અને ત્રીજા માળની લગભગ 50 ફૂટ લાંબી ગેલેરી પડતાં દોડધામ મચી ગઇ હતી ગેલેરી પડતા ફસાયેલા લોકોએ સહી સલામત લાવવા સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના લાશ્કરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા પરંતુ સોસાયટીમાં જવાનો રસ્તો સાંકડો હોવાને કારણે લાશ્કરોને ભારે અગવડતા નો સામનો કરવો પડયો હતો અંતે લાશ્કરોએ સીડીનો ઉપયોગ કરી ફસાયેલા 6 લોકોને સહી સલામત રેસક્યુ કરી બચાવી લીધા હતા.

સમારકામ થાય તે પહેલાં ગેલેરી પડી

શિવધારા સોસાયટીમાં પાંચ જેટલા બ્લોક છે જે પૈકી D બ્લોક અને E ટાવરનું કામ ખૂબ જ નબળું હોવાનું જાણવા મળ્યું છે  ગત રાતે જ
D ટાવર ના સમારકામ માટે સ્થાનિક લોકોની મિટીંગ મળી હતી અને સવારે જર્જરિત થયેલ ગેલેરી સહિત બિલ્ડીંગનું સમારકામ કરવાની કામગીરી કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ સવારે સમારકામ શરૂ થાય તે પહેલાં જ  ગેલેરી તૂટી પડી હતી.
ઇમારત જર્જરિત બનતા સીલ કરવા માગણી
શિવધારા સોસાયટીના બે બ્લોકનું કામ ખૂબ જ નબળુ હોવાના સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે સાથે જ સ્થાનિક રહીશોએ જર્જરિત ઈમારતનું રીનોવેશન ન થાય ત્યાં સુધી જર્જરિત બ્લોકને સિલ કરવા જોઈએ તેવી માંગ કરાઇ છે તેમજ પાલિકા અને જિલ્લા વહીવટી તંત્રને પણ સ્થળ પર મુલાકાત લઇ જરૂરી કાર્યવાહી કરવા અપીલ કરી હતી

Most Popular

To Top