મુંબઈની કાર્ગો કંપની મારફતે કાર અપાવવાનું કહી ભેજાબાજોએ 5.50 લાખનો ચુનો ચોપડ્યો

વડોદરા: શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા શખ્સને બે ભેજાબાજોએ મુંબઈની કાર્ગો કંપની મારફતે સસ્તા ભાવમાં કાર આપાવવાના બહાને પહેલા રૂ.10 લાખ લઈ તેમાંથી રૂ.4.50 લાખ પરત કરી અને બાકીના રૂ.5.50 લાખ પરત ન કરતા આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જે અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે છેતરપીંડી, વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મકરપુરાની ગીરધરપાર્ક સોસાયટીમાં રહેતા વસંતકુમાર જેસંગભાઈ ચૌધરી(ઉ.વ.51) જંબુસર રોડ ખાતે એક ખાનગી કંપનીમાં સીનીયર મેનેજર તરીકે નોકરી કરે છે. તેઓ પોલીસને જણાવ્યું છે કે, મારા ખામ મિત્ર કિરીટભાઈ રમણભાઈ પટેલના ઘરે ગયો હતો. જ્યાં તેમના ઘરે નવી કારનું લીટરેચર પડેલું મે જોતા તેને જણાવ્યુ હતું કે, વિવેક અરવિંદભાઈ દવે(રહે, દર્શનમ, સમા સાવલી)તથા પ્રમોદ પટેલ(રહે, દર્શનમ ગ્રીન વાઘોડીયા રોડ) મારફતે વીએસ કાર્ગો મુંબઈથી નવી કાર બુક કરાવી છે.

જે કારની મને વીએસ કાર્ગો મુંબઈથી ડીલીવરી મળવાની છે. તમારે પણ સસ્તી અને સારી કાર જોઈતી હોય તો હું પ્રમોદભાઈનો સંપર્ક કરાવી આપું. જેની મે હા પાડી હતી. આ બાદ મે પ્રમોદભાઈનો સંપર્ક કરતા તેને મને જણાવ્યુ હતું કે,ગાડીની વાત કરતા હું અને વિવેક દવેને તમારા ઘરે આવીશું. ત્યારબાદ તેઓ ગત જુલાઈ મહિનામાં મારા ઘરે આવ્યા હતા. અને મે ઈકો સ્પોર્ટ કાર ખરીદવાનું કહેતા અમારી વચ્ચે રૂ.10 લાખમાં તે કાર ખરીદવામાં નક્કી થયું હતું. તેઓએ રૂપીયા ટ્રાન્સફર કર્યા બાદ ઓગસ્ટ મહિનામાં કાર ડીલીવરી આપવાનું જણાવ્યુ હતું.  ત્યારબાદ મે તેઓને પૈસા ટર કર્યા હતા. જોકે તે પછી કારની ડીલીવરી માટે કોઈ મેસેજ મને મળ્યો ન હતો. મે તેઓને વાત કરતા મને કેશ રીસીપ્ટ મોકલી હતી. પરંતુ કારની ડીલીવરી મળી નહતી. જેથી મે અવાનવાર તેઓનો સંપર્ક કરતા તેઓ ઉપરોક્ત કાર કોર્ડ કંપનીએ બંધ કરી દિધી છે.જેથી તે ડીલીવરી આપી શકે નહીં. મે તેઓને મારા પૈસા પરત કરવાનું જણાવતા તેઓએ ટુકડે ટુકડે રૂ.4.50 લાખ આપ્યા હતા. અને આજદીન બાકીના રૂ.5.50 લાખ અવાનવાર માંગતા તે આપ્યા ન હતા. આ મામલે મકરપુરા પોલીસે ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top