SURAT

સુરતના પીધ્ધડ પોલીસવાળાઓને કમિશનરે આપી ચીમકી, ‘સખણાં નહીં રહ્યાં તો..

સુરત(Surat) : સુરત પોલીસ કમિશનર (Surat Police Commissioner) અજય તોમરે પીધ્ધડ પીએસઆઇ (PSI) હાર્દિક પીપરિયાને સસ્પેન્ડ (Suspend) કરવાનો આદેશ (Order) આપ્યો છે. આ ઉપરાંત પોલીસ બેડામાં દારૂ (Liquor) પીને નોકરી કરતાં પોલીસમેનોને સખણા રહેવા માટે સલાહ આપી છે. દારૂ પીને મામાની વાડી પાલ પાસે છાકટા થયેલા પીએસઆઇ હાર્દિક પીપરિયાએ સ્થળ પર ભીખારીને ફટકારતાં સ્થાનિક યુવાનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવતાં આ યુવાનોને પણ ફટકારી લીધા હતા. આ ઉપરાંત આ પીએસઆઇ હાર્દિક પીપરિયાનો વિડીયો પણ વાયરલ થયો હતો. આટલેથી નહીં અટકતાં પીએસઆઇ હાર્દિક પીપરિયાએ અડાજણ પોલીસમથકમાં આવી તોફાન કર્યું હતું. આ વિડીયો બીજા દિવસે વાયરલ થતાં કમિ. અજય તોમરે ઇન્કવાયરી આપી હતી. તેઓએ જણાવ્યું કે, જો આ પ્રકારની અશિસ્ત દેખાઇ તો તેઓ છોડશે નહીં. આવા પીધ્ધડ પોલીસ જવાનોએ નોકરી જવાની તૈયારી રાખવી પડશે. હાર્દિક પીપરિયાના દારૂ પીધા પછી જે રીતે તોફાન કર્યુ તેને કારણે સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ પ્રસરી ગયો હતો.

ખાખીનો રોફ જમાવી સામાન્ય પ્રજાને રંજાડનાર જ ખાખી ઉપર ડાઘ લગાવે છે. કમિશનર તોમરની પોલીસનો એક પીએસઆઈ બીજા પોલીસ સ્ટેશનની હદમાં દાદાગીરી કરતો વિડીયો બે દિવસ પહેલાં વાયરલ થયો હતો. સલાબતપુરા પોલીસ સ્ટેશનની (Police Station) હદમાં નોકરી કરતો પીએસઆઇ હાર્દિક પીપરિયા યુવાનોને ફટકારીને તેમના અધિકારીઓ વિશે અપશબ્દ બોલતાં આ આખું પ્રકરણ ખૂબ વાયરલ થયું હતું. પાલ મામાની વાડીમાં પીધ્ધડ પીએસઆઇએ અડાજણ પોલીસ મથકને માથે લીધું હતું. અલબત્ત, નશામાં ચકચૂર સલાબતપુરાનો માન દરવાજા ચોકીને હાર્દિક પીપરિયા નામના પીએસઆઇએ મામાની વાડીમાં ભીખારીને ફટકારતાં ત્યાં ઊભેલા યુવાનોએ આમ નહીં કરવાનું જણાવતાં આ પીસેઆઇ મહોદય હાર્દિક પીપરિયાએ આ યુવકોને ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું. પીએસઆઇએ યુવાનને ફટકારતાં ત્યાં ઊભેલા અન્ય યુવાનો એકત્રિત થતા પીપરિયા અડાજણ પીસીઆર વાનમાં લઇ જઈ તોફામ મચાવ્યું હતું. આ કેસમાં તપાસ સોંપ્યા બાદ આજે ડીસીપી પન્ના મોમાયાએ પીએસઆઈનો જવાબ લીધો હતો.

પીએસઆઈ સામે અગાઉ મરીન પોલીસમાં અનેક ફરિયાદ થઈ હતી. પીધ્ધડ પીએસઆઈ હાર્દિક પીપરિયા અગાઉ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ હજાવતો હતો. ત્યાં પણ તેની સામે ગેરરિતીની અનેક ફરિયાદો ઉઠી હતી. છતાં આ પીએસઆઈને સારી પોસ્ટિંગ કઈ રીતે મળી તે પણ તપાસનો વિષય છે.

Most Popular

To Top