વર્ષો પહેલાંની વાત છે. એક જાણીતા ધર્મગુરુ ઠેરઠેર કથાઓ કરી પ્રતિષ્ઠા પામેલા. સમાજમાં તેમના શિષ્યો અને ધર્મપ્રેમીઓમાં તેમનું ખૂબ માન. તેઓ જ્યાં...
આજે શિક્ષણ વધ્યું છે તે છતાં મનુષ્યને ન શોભે તેવા પ્રસંગો સમાજમાં થતા જોવા મળે છે. શિક્ષણ એટલે માત્ર અક્ષરજ્ઞાન એ જ...
વડોદરા: સુરતમાં (Surat) તાજેતરમાં બનેલી ઘટના જેમાં પ્રેમી પ્રમિકાએ સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાત (Suicide) કરી લીધો હતો. આવી જ એક ઘટના...
રાજપીપળા: (Rajpipla) ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના (Statue Of Unity) નાયબ કલેકટર (Deputy Collector) નીલેશ દુબેનો આદિવાસી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતો ઓડિયો સોશિયલ મીડિયામાં...
અમદાવાદ: રાજ્ય(State)ના સરકારી ડોકટરો(Government doctors) પોતાની વિવિધ માંગણીઓને લઈને હળતાળ(Strike) પર ઉતરી ગયા છે. 10 હજાર જેટલા ડોકટરો હડતાળ પર ઉતરી જતા...
૨.૨ કરોડની વસતિ ધરાવતું શ્રીલંકા અંધાધૂંધીમાં ધકેલાઈ ગયું તેની પાછળ તેની સરકારની દેવું કરીને જલસા કરવાની આર્થિક નીતિ જવાબદાર હતી. શ્રીલંકાની સરકાર...
આપણે થોડા સમયથી રોજ છાપામાં હત્યાના સમાચાર વાંચીએ છીએ. રોજ એક બે હત્યાના બનાવો બને છે. આ વાંચીને આપણને થાય છે કે...
માનવરચિત બંધારણમાં સુધારાવધારા કે નવેસરથી રચના શકય છે, પણ જયારે આકાશી કિતાબને સમસ્ત વિશ્વના અબજો અનુયાયીઓ, વિદ્વાનો સંપૂર્ણપણે દિલોજાનથી માનતા હોય, અનુસરતા...
સુરત : પાંડેસરા (Pandesara) વિસ્તારમાં રહેતા એક પુત્ર અને ત્રણ દિકરીના પિતાએ ગઈકાલે રાત્રે રાક્ષસી કૃત્ય આચર્યું હતું. નરાધમે તેની બાળકી સાથે...
ઇમાનદારી, પ્રામાણિકતા હજી સુધી મરી પરવારી નથી, તેનું જીવતું ઉદાહરણ છે રીક્ષાવાળો કાલુ – કાલીદાસ. ચોકબજારનો કાલીદાસ અત્યંત સાધારણ પરિવારનો ખૂબ મહેનતુ...
‘ગુજરાતમિત્ર’ તા. ૩૦/૩/૨૨ પ્રસ્તુત દર્પણપૂર્તિ દ્વારા ભારત દેશના ન્યુકિલઅર પાવર પ્લાન્ટ અંગેની રસપ્રદ માહિતી, ફાસ્ટફુડ વિરુધ્ધ સામાન્ય પૌષ્ટિક ભોજન અંગેનાં આહારશાસ્ત્રીઓનાં મંતવ્યો,...
પાકિસ્તાનમાં છેલ્લા 4 વર્ષની સૌથી મોટી રાજકીય ઉથલપાથલનો મંચ તૈયાર થઈ ગયો હતો પરંતુ આખરે વડાપ્રધાન ઈમરાન ખાનને રાહત મળી છે. ડેપ્યુટી...
આજનો માનવી બસ પોતાનો જ સ્વાર્થ જુએ છે,પોતાનો જ વિચાર કરે છે,પોતાના જ પરિવારનું વિચારે છે, પણ રાષ્ટ્રનું કદી વિચારતો નથી. દરેકને...
સુરત: સુરતની સચીન જીઆઈડીસીમાં ગયા જાન્યુઆરી મહિનામાં ગેસ લીકેજની ઘટનામાં 6 મજૂરોના મોત થયા હતા, જ્યારે 23થી વધુ લોકો બિમાર પડ્યા હતા....
સુરત : રાજ્યના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈને (KanuBhai Desai) કરવામાં આવેલી રજૂઆતોને પગલે ડીજીવીસીએલ (DGVCL) દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત (Surat) , તાપી, નર્મદા,...
કરૌલી: રાજસ્થાન(Rajasthan)નાં કરૌલી શહેરમાં શનિવારના રોજ હિંદુ નવા વર્ષ નિમિત્તે નીકળેલી બાઇક રેલી(bike rally)માં પથ્થરમારો(Stoned) કરવામાં આવ્યો હતો. આ બાદ ત્યાં હિંસા(Violence)...
સુરતઃ સુરતમાં ચોરટાઓ બેફામ બન્યા છે. અહીંના મોટા વરાછા વિસ્તારમાં ગજબની ઘટના બની ગઈ. બાઈક માલિકની નજર સામે જ ત્રણ ચોરટાઓ જાહેર...
સુરત (Surat) : ગુજરાત (Gujarat) અને મહારાષ્ટ્ર (Maharashtra) નજીક શનિવારે સાંજના સમયે આકાશમાંથી પૃથ્વી (Earth) તરફ અગનગોળા ધસી આવતા દેખાયા હતાં. આ...
વાંકલ: માંગરોળ (Mangrol) તાલુકાના આસરમા ગામે ઘરમાં ખાડો ખોદી પ્લાસ્ટિકના પીપ જમીનમાં ઉતારી દારૂ (Alcohol) સંતાડ્યો હતો. જ્યાં સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગરની...
રશિયા અને યુક્રેન વચ્ચે જ્યારથી યુદ્ધ શરૂ થયું છે ત્યારથી અમેરિકા અને યુરોપિય યુનિયન સાથે સંકળાયેલા વિકસીત દેશોની ભારતની ભૂમિકા ઉપર નજર...
લુણાવાડા : બાળકોના આરોગ્ય સુખાકારી અને નિરામય સ્વાસ્થ્ય માટેના કલ્યાણકારી કાર્યક્રમોના અમલીકરણ માટે રાજ્ય સરકારનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કામગીરી...
આણંદ : આણંદ – ખેડા જિલ્લામાં ચાલુ વરસે તમાકુના ઊંચા ભાવ આવતા ખેડૂતો અને વેપારીઓમાં આનંદની લાગણી જન્મી હતી. પરંતુ આ આનંદ...
આણંદ : આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી ખાતે ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય સુપરસ્ટાર મલ્હાર ઠાકર આવતા પી.એમ. પટેલ કોલેજ કેમ્પસમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો....
સુરત (Surat): સુરત શહેર પોલીસ કમિશનર ઓફિસમાં હાલમાં જ નવા આવેલા એક પોલીસ અધિકારી ચર્ચામાં આવ્યા છે. તેમાં સુરત શહેરના ચાર મોટા...
નડિયાદ: ડાકોરના રહેણાંક વિસ્તારમાં ઘર બહાર કાઢવામાં આવેલા દબાણ મુદ્દે પાડોશીઓ વચ્ચે થયેલાં ઝઘડામાં દબાણ કરનાર ઈસમે તેના પાડોશમાં રહેતાં વૃધ્ધના હાથમાં...
આણંદ: આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના પીપળાવ ગામે આવેલા સુપ્રસિદ્ધ આશાપુરી માતાના મંદિરે અમેરિકા રહેતા પટેલ પરિવાર દ્વારા 27 લાખ ઉપરાંતની કિંમતનો મુગટ...
મુંબઈ: ભારતના શેર બજાર(Stock market)માં જોરદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ(Sensex)માં 1300 અંક વધતા 60,000ને પાર કરી 60359.44 પર પહોંચી ગયો...
વડોદરા : શહેરમાં છેલ્લા 24 કલાકમાં કુલ પાંચ ચોરીઓની અલગ અલગ ફરિયાદ પોલીસ સ્ટેશનોમાં નોંધાઈ છે. જેમાં બાપોદ, હરણી, કારેલીબાગ, રાવપુરા તથા...
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઈનાન્સ કંપની HDFC અને સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકના મર્જર થવાનો (Merger) રસ્તો સાફ થઈ...
શાંઘાઈ: ચીનના (China) સૌથી મોટા શહેર શાંઘાઈમાં કોવિડ-19ના (Covid-19) કેસ વધી રહ્યા છે. લોકડાઉનના કારણે લાખો લોકો ઘરની બહાર નીકળી રહ્યા નથી....
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
વર્ષો પહેલાંની વાત છે. એક જાણીતા ધર્મગુરુ ઠેરઠેર કથાઓ કરી પ્રતિષ્ઠા પામેલા. સમાજમાં તેમના શિષ્યો અને ધર્મપ્રેમીઓમાં તેમનું ખૂબ માન. તેઓ જ્યાં જતા ત્યાં ઘણા લોકો એકઠા થઈ જતા. ધર્મપ્રચાર માટે એ જે ગામ જતા, ત્યાં કોઈ યજમાનને ઘેર જ રોકાઈ જતા. એક વખત કોઈ સ્થળે ધાર્મિક પ્રવચન કરવા જવાનું થયું. જ્યાં આમંત્રણ હતું ત્યાં મોટી મેદની એકત્ર થઈ હતી. મહારાજશ્રીએ કથામાં બે-ત્રણ કલાક પ્રવચન કર્યું. અનેક દાખલા અને ઉપદેશક વાતો કરી એમણે કહ્યું કે, ‘‘મોડી રાત્રે ભોજન એ પાપ છે માટે સાંજ પડતાં વહેલું ભોજન કરી લેવું જોઈએ.’’ રાત્રી ભોજનથી થતા ધાર્મિક અને શારીરિક દોષો વિષે પણ તેમણે વાતો કરી. રાત્રે ઓછું જમવું એમ પણ કહ્યું. ત્યાં હાજર લોકોએ મહારાજની વાત વધાવી લીધી. પછી એ રાત્રે એ કાર્યક્રમના યજમાનને ઘેર રોકાણ હોવાથી ત્યાં ગયા અને યજમાને આગ્રહપૂર્વક મહારાજને જમાડ્યા. મહારાજ જમીને તેમના અલગ કક્ષમાં સૂવા માટે ગયા. રાત્રિના 11 વાગ્યા હશે ને મહારાજ પથારીમાંથી બેઠા થયા. પેટમાં ભૂખ લાગી હતી. એ ઊભા થઈ ઘરના રસોડા તરફ ગયા. ત્યાં બે ત્રણ ડબ્બા પડેલા, જેમાં નાસ્તો ભરેલો હતો. એક ડબ્બો ખોલી તેમાંનું ભૂસું કાઢીને તે ખાવા લાગ્યા. બરાબર પેટ ભરીને ભૂસું ખાધું અને પાણી પીધું.
રસોડામાં થતાં ખખડાટથી પેલા યજમાન જાગી ગયા અને ઘરની બારીમાંથી ધીમે રસોડામાં જોયું તો મહારાજ ડબ્બા ફંફોસતા હતા અને ભૂસું ખાતા હતા. ઘરધણીએ વિચાર્યું કે, મહારાજ તો રાત્રે ભોજન ન કરવું એમ કહેતા હતા અને અહીં તો પોતે જ ભૂસું ખાવા લાગ્યા છે. રાત્રી ભોજનને પાપ ગણાવતા આ મહારાજ ખરેખર આવા છે? પેલા યજમાનને તો ભારે દુ:ખ અને આશ્ચર્ય થયું. પછી નક્કી કર્યું કે, આ મહારાજને ફરી ના બોલાવાય અને એટલે જ આ મહારાજની કથાવાણીનો પ્રભાવ લોકો પર પડતો નથી એવું યજમાને અનુભવ્યું. કહેવું અને કરવું બંને એક હોવું જોઈએ. જે કહે છે, તે તેનું પોતે આચરણ ન કરે, તો એ ઉપદેશ ફળતો નથી. સંત જ્ઞાનેશ્વરનો દાખલો પણ આવો જ છે. એ ગોળ ખાતા હતા, ત્યાં સુધી બાળકને લઈ આવેલી માતાને શીખ આપવા અંગે ના પાડી, પછી પોતે ગોળ ખાવાનો છોડી દઈ એ બાળકને શીખ આપવા માતાને બોલાવી. આમ ઉપદેશ ત્યારે જ સફળ બને જ્યારે ઉપદેશક પોતે તેનું આચરણ કરતો હોય. બાકી કરણી અને કથની બંને જુદા હોય એવા સાધુ-સંતોનું કોઈ મહત્ત્વ ન હોય. આચાર વિનાના ઉપદેશનો પ્રભાવ જ ન પડે.