Charchapatra

દર્પણપૂર્તિ માહિતીપ્રદ અને રસપ્રદ હોય છે

 ‘ગુજરાતમિત્ર’ તા. ૩૦/૩/૨૨ પ્રસ્તુત દર્પણપૂર્તિ દ્વારા ભારત દેશના ન્યુકિલઅર પાવર પ્લાન્ટ અંગેની રસપ્રદ માહિતી, ફાસ્ટફુડ વિરુધ્ધ સામાન્ય પૌષ્ટિક ભોજન અંગેનાં આહારશાસ્ત્રીઓનાં મંતવ્યો, ‘કોરોના રિટર્નસ’ કોલમ થકી  ચીન દેશ UK તથા WHO ના અભિપ્રાયોની જાણકારી નોંધનીય રહી. વૃક્ષ વિચ્છેદનની માહિતી ચોંકાવનારી રહી. હજીરામાં બન્યો દેશનો પ્રથમ સ્ટીલ રોડ! સુરતના હજીરા ઔદ્યોગિક વિસ્તારના સ્ટીલના કચરામાંથી આ રોડ તૈયાર કરવામાં આવ્યો છે. એટલે કે કથીરમાંથી કંચન બનાવવાની સ્કીલ અભિનંદનને પાત્ર છે. આ પૂર્તિની બધી જ માહિતી એક સંગ્રહપૂર્તિ તરીકે વાચકો તેમની અંગત લાયબ્રેરીમાં રાખે.‘ગુજરાતમિત્ર’ તંત્રીમંડળને આવા અદ્વિતીય અંક-પૂર્તિ બદલ સલામ છે.
સુરત     – દીપક બી. દલાલ          – નીરુબેન બી. શાહ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top