Madhya Gujarat

આશાપુરી માતાને ભક્તે 27 લાખથી વધુનો મુગટ ધર્યો

આણંદ: આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના પીપળાવ ગામે આવેલા સુપ્રસિદ્ધ આશાપુરી માતાના મંદિરે અમેરિકા રહેતા પટેલ પરિવાર દ્વારા 27 લાખ ઉપરાંતની કિંમતનો મુગટ ચડાવવામાં આવ્યો હતો. ચૈત્રી નવરાત્રિ દરમિયાન માઇભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોજિત્રા તાલુકાના પીપળાવ ગામે પ્રસિદ્ધ આશાપુરી માતાના મંદિરે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે માતાના દર્શને ભક્તો શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓનો ધસારો વધી રહ્યો છે. તેમાંય એનઆરઆઈ ભક્ત પરિવાર દ્વારા આશાપુરી માતાને 27 લાખ ઉપરાંતનો કિંમતી મુગટ ભેટ ધરવામાં આવ્યો છે. આદ્યશક્તિ આશાપુરી માતાનું મંદિર જગપ્રસિદ્ધિ ધરાવે છે. માતાના ભક્તો ઉપર માતાજીની અપરંપાર કૃપા વરસી છે જેને લઈ વિદેશમાં સ્થાયી થયેલા ભક્ત પરિવારોએ આજે પણ ભારતીય ધાર્મિક પરંપરાના મૂલ્યો જાળવી રાખ્યા છે. જે કારણે આવા ભક્ત પરિવારો દ્વારા યથાશક્તિ તેઓ દ્વારા માતાના મંદિરે દાન પુણ્યનો પ્રવાહ ઠલવાતો રહે છે.

હાલ અમેરિકા રહેતા હરીશભાઈ મણીભાઈ પટેલ અને પરિવાર દ્વારા આશાપુરી માતાજીને રૂપિયા 27 લાખ 74 હજાર 536ની કિંમતનો સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે પુજારી હિતેષગીરી ગોસ્વામી, કૌશલગીરી ગોસ્વામી અને પાર્થ રાવલ હાજર રહી માતાજીને સુવર્ણ મુગટ અર્પણ કરનાર મુગટના દાતાને પૂજા અર્ચના કરાવી માતાજીના કૃપા સદા તેમના ઉપર રહે તેવા આશીર્વાદ આપ્યા હતા. માતાજીને સુવર્ણ મુગટ અર્પણ કરવા બદલ હરીશભાઈ મણીભાઈ પટેલ પરિવારન આશાપુરી મંદિર સમગ્ર પુજારી મંડળ તથા આશાપુરી માતા અને ધર્મશાળા ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાેજીત્રા શહેરના સથવારા જ્ઞાતિ સમાજની વાડી ખાતે મહિલા મંડળ દ્વારા આનંદ ગરબાની અખંડ ધૂનનું આયાેજન કરવામાં આવ્યું હતું. અખંડ ગરબામાં આજુબાજુના ગામાેના દશથી વધુ મંડળાેઅે આનંદ ગરબાની રમઝટ બાેલાવી હતી. સવારે 7થી સાંજના 7 સુધી આ અખંડ ધૂન ચાલી હતી. આ પ્રસંગે સથવારા સમાજના અગ્રણીઆે પણ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top