આણંદ : આણંદ શહેરના સલાટીયા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત 240 આવાસ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જોકે, પાલિકા અને કોન્ટ્રાક્ટર...
આણંદ : બાલાસિનોરમાં તાજેતરમાં જ હેરિટેજ પોલીસી પોર્ટલ અને વિવિધ પ્રવાસન સુવિધાઓના લોકાર્પણ કાર્યક્રમમાં બાલાસિનોર ગાર્ડન પેલેસ હોટલ અને ગુજરાત ટુરિઝમના એમ.ઓ.યુ...
સુરત : (Surat) અડાજણ ખાતે ચાર વર્ષ પહેલા છુટાછેડા (Divorce) થયા પછી પણ મહિલાનો પીછો કરી પરેશાન કરી રહેલા પૂર્વ પતિની (Ex...
મલેકપુર : કડાણાના સલીયાબાદ પાસે પુરપાટ ઝડપે જતી કાર આગળ જતા લાકડાં ભરેલા ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાતાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત...
આણંદ : વિદ્યાનગર ખાતેની કેન્દ્રિય વિદ્યાલય, હાડગુડ પ્રાથમિક ગુજરાતી શાળા ખાતે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચાનું...
સુરત : (Surat) અડાજણ પાલ ખાતે ઇડન એન્કલેવમાં ફ્લેટમાં રહેતા ચેમ્બર ઓફ કોમર્સના (The Southern Gujarat Chamber OF Commerce) ડેપ્યુટી સેક્રેટરી (Deputy...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા વિવાદિત પ્રોજેક્ટ સંજયનગરમાં લાભાર્થીઓને પાંચ મહિનાનું ભાડું ચૂકવવાને બદલે પાલિકા તંત્રે માત્ર ચાર મહિનાનું ભાડું ચૂકવ્યું છે જેને...
વડોદરા : વડોદરા શહેરમાં શનિવારે ચૈત્ર નવરાત્રીના પ્રારંભ સાથે ચેટીચંદ ગુડીપડવાની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી થશે.તે પૂર્વે ભાજપ કાઉન્સિલર વચ્ચેનો આંતરિક વિવાદ...
આજથી ભક્તિ શક્તિ અને આરાધનાનું પર્વ એવા ચૈત્રી નોરતા(navratri)નો પ્રારંભ થઇ ગયો છે. સમગ્ર વર્ષ દરમિયાનઆવતા ચાર નવરાત્રીમાં ચૈત્રીનું મહત્વ સૌથી વધુ...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા દ્વારા 19 ઈલેકશન વોર્ડમાં 19 વોર્ડ કચેરીઓ કાર્યરત કરાતા જ હવે વિસ્તારના વિકાસના કામોમાં સરળતા અને સુગમતા રહેશે...
સુરત: સુરત શહેર માટે અતિ મહત્વના એવા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની (Surat Metro Rail) કામગીરી પૂરઝડપે આગળ વધી રહી છે. હાલમાં સુરત...
વડોદરા : શહેરના આજવા રોડ ખાતે રહેતી 20 વર્ષીય યુવતીને તેના સુરતના સાસરીયા ઘરકામ બાબતે સાથે જ યુવતીના રંગ બાબતે ખુબ મહેણાટોણા...
સુરત : (Surat) ઉન પાટીયા ખાતે નેશનલ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં રહેતા યુવાનના અપહરણ (Kidnap) કેસમાં તેણે જાતે જ તરકટ રચ્યું હોવાનું બહાર આવ્યું...
વડોદરા : સ્માર્ટસીટી વડોદરા મહાનગર પાલિકા તંત્ર દ્વારા વિકાસલક્ષી કાર્યોને વેગ આપવામાં આવી રહ્યો હોવાના પોકળ દાવા વચ્ચે અટલાદરા તળાવમાં સર્જાયેલી ગંદકી...
જીનીવાઃ હાલમાં કોરોનાની રફતાર ધીમી પડી છે. આ વચ્ચે કોરોનાના નવા વેરિયન્ટે ખળભળાટ મચાવી દીધો છે. WHOએ જણાવ્યું કે કોરોનાના નવા વેરિયન્ટનું...
વર્ષો જુની કહેવત સાંભળવા મળે છે કે કાનખજુરાનો એક પગ તૂટી જાય તો એ લંગડો નથી થઇ જતો. બસ કંઇક આવા જ...
પાંચ રાજયોની ચૂંટણી પત્યા પછી છેલ્લા દશ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં એકંદરે રૂપિયા ૬ કરતાં વધુ રૂપિયાનો વધારો, ૧ લી એપ્રિલથી...
આ દેશની પ્રજા ખબર નહીં કઈ માટીની બનેલી છે.હંમેશા કોઈના ને કોઈના ઓછાયા હેઠળ જીવવાની આદત પડી ગઈ છે.નસીબદાર ઘણી છે પાછી...
વલસાડ : પારડી (Pardi) તાલુકામાં એક હીરા ઘસતા કારીગર યુવાને સગીરાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યા બાદ ફેસબુક (FaceBook) ઉપર ફેક આઈડી...
આપણા દેશમાં ઘણી વ્યકિતઓને કુટેવ હોય છે. આવી કુટેવો આપણા દેશમાં તો ચાલી જાય પણ અન્ય દેશમાં તે કેવું પરિણામ લાવે તેનો...
આજથી ૪૦૦-૫૦૦ વર્ષ પહેલાં અમદાવાદના ભગત પ્રેમજી ભટ્ટ ત્યાંથી અંબા માતાની મૂર્તિ સુરતમાં લાવ્યા હતા.ભાગળ નજીક લાકડાનું મંદિર બનાવી માતાજીની મૂર્તિની સ્થાપના...
દેશમાં સમાજ કઇ દિશામાં દોટ મૂકી રહ્યો છે તે જ સમજાતું નથી! મોંઘવારી સાતમે આસમાને પહોંચી. શિક્ષણ તળિયે બેઠું. જયારે દ્વિભાષી રાજય...
મુંબઈ: કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં (Cordelia Cruise Drugs Case) આર્યન ખાનની (Aryan Khan) ધરપકડ બાદ ચર્ચામાં આવેલા પંચ પ્રભાકર સેલનું (Prabhakar Sail)...
એક દિવસ કોલેજમાંથી દિયા રડતી રડતી ઘરે આવી અને દોડીને રૂમમાં ગઈ અને પલંગમાં પડીને રડવા લાગી.કોઈને ખબર ન પડી શું થયું.મમ્મી...
ગુજરાતની ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારે આજે 200 દિવસ પૂરા કર્યા છે. 200 દિવસ કંઇ લાંબો ગાળો ન કહેવાય, પણ સામી ચૂંટણીએ 200 શું...
૧૩મી સપ્ટેમ્બર-૨૦૨૧ના રોજ ભૂપેન્દ્ર પટેલના રૂપમાં ગુજરાતની સાડા છ કરોડની જનતાને એક સરળ, સહજ અને સાલસ સ્વભાવના મૃદુ પણ મક્કમ જનનાયક મળ્યા...
સુરતઃ લિંબાયત વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે સગી નણંદ દ્વારા સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યની ચોંકાવનારી ફરિયાદ (Complaint) આવી હતી. પરિણીતાએ આ અંગે પતિને (Husband)...
મુંબઇ, તા. 01 : ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL) 15મી સિઝનની આજે અહીં રમાયેલી આઠમી મેચમાં (Match) ઉમેશ યાદવની આગેવાનીમાં કોલકાતા નાઇટ રાઇડર્સ...
સુરત: સુરતના પાસોદરામાં ગ્રીષ્મા વેકરીયાના હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી ફેનિલ ગોયાણી સામેની ન્યાયિક કાર્યવાહી ચાલી રહી છે. ફેનિલ જેવી વિકૃત માનસિકતા ધરાવતા યુવાન...
સુરત: ચારઘામ યાત્રાની ઈચ્છા લોકોમાં મોટા ભાગે વઘુ જોવા મળે છે. સુરતમાં એક અંદાજ મુજબ દર વર્ષે 5 થી 7 હજાર યાત્રાળુઓ...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
આણંદ : આણંદ શહેરના સલાટીયા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત 240 આવાસ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જોકે, પાલિકા અને કોન્ટ્રાક્ટર વચ્ચે સર્જાયેલી મડાગાંઠના કારણે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રોજેક્ટની કામગીરી અધુરી છે. જેના કારણે લાભાર્થીઓને આવાસ ફાળવી દેવામાં આવ્યાં હોવા છતાં ઘરનું ઘર નસીબમાં આવ્યું નથી. આણંદ શહેરના સલાટીયા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના દ્વારા લાભાર્થીઓને ઘરનું ઘર મળી રહે તે હેતુથી પાલિકા દ્વારા આવાસ યોજના બનાવવામાં આવી હતી. જે તે સમયે આ આવાસ યોજના સંદર્ભે મોટા મોટા દાવા કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત લાભાર્થીઓનો ડ્રો કરીને મકાન પણ આપવામાં આવ્યાં હતાં. જેમાં તત્કાલીન મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યાં હતાં. આ મકાન માટે લાભાર્થીઓ પાસેથી રૂ.17 હજાર ડિપોઝીટ પણ લેવામાં આવી હતી. અહીં સાત બ્લોકમાં કુલ 240 મકાન બનાવવામાં આવ્યાં હતાં. પરંતુ પાંચ વર્ષથી આ પ્રોજેક્ટની કામગીરી અધુરી છોડી દેવામાં આવી છે. જેના કારણે લાભાર્થીઓ છતે આવાસે અહીં તહીં ભટકી રહ્યાં છે.
સલાટીયા વિસ્તારમાં બનાવવામાં આવેલા મુખ્યમંત્રી આવાસની 70 ટકા કામગીરી પૂર્ણ થઇ છે, પરંતુ 30 ટકા કામગીરીને લઇ પાલિકા અને કોન્ટ્રાક્ટર વચ્ચે મનમેળ થયો નહતો. જેના કારણે કામ અટકી પડ્યું છે. જે પાંચ વર્ષના ગાળા બાદ પણ શરૂ થયું નથી. જેના કારણે દિવસે દિવસે આવાસ ખંડેર હાલતમાં ફેરવાઇ રહ્યાં છે. આ ઉપરાંત અહીં સિક્યુરીટી કે દરવાજા કશું જ ન હોવાથી તે અસામાજીક તત્વોનો અડ્ડો બની ગયો છે. રાત પડતાં જ અસામાજીક તત્વો આતંક મચાવી દે છે. જેના કારણે આસપાસની સોસાયટીના રહિશોને પણ અહીંથી પસાર થવું દૂષ્કર બની ગયું છે. આ અંગે પાલિકામાં અવાર નવાર રજુઆત કરવા છતાં કોઇ પગલાં ભરવામાં આવતાં નથી. જેના કારણે દિવસે દિવસે સ્થિતિ કથળી રહી છે. અસામાજીક તત્વોને મોકળું મેદાન મળી રહ્યું છે. આ આવાસનું અધુરૂ કામ તાત્કાલીક પૂર્ણ કરી જે તે લાભાર્થીને આપવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.
શ્રમિક વર્ગોને તાત્કાલિક આવાસ ફાળવવા જોઈએ
આ અંગે ઇરફાનભાઈ વ્હોરાએ જણાવ્યું હતું કે, સલાટિયા વિસ્તારમાં પાંચ વરસ પહેલા 70 ટકા કામ પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટરે કામ છોડી દીધું છે. અહીં સુરક્ષાની કોઇ જ વ્યવસ્થા નથી. જેના કારણે અસામાજીક તત્વોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. જે લાભાર્થીઓને આવાસ ફાળવી દેવામાં આવ્યાં છે, તેમને તાત્કાલીક આવાસ પૂર્ણ કરી આપી દેવા જોઈએ.