SURAT

સુરતના લિંબાયતમાં લેસ્બિયન નણંદે જ ભાભી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યુ

સુરતઃ લિંબાયત વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે સગી નણંદ દ્વારા સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યની ચોંકાવનારી ફરિયાદ (Complaint) આવી હતી. પરિણીતાએ આ અંગે પતિને (Husband) જાણ કરી તો પતિએ આ અંગે કોઈને પણ વાત કરી તો ઘરમાંથી કાઢી મુકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે લિંબાયત પોલીસે (Police) મહિલાની ફરિયાદના આધારે સાસુ, પતિ, નણંદ અને નણંદોઈની વિરુદ્ધ ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

લિંબાયત ખાતે રહેતી શાયરા (નામ બદલ્યું છે) છેલ્લા 11 મહિનાથી તેના પિયરમાં રહે છે. તેના વર્ષ ફેબ્રુઆરી 2021માં આકીબ જાવીદ મુખ્તાર અહેમદ અંસારી સાથે લગ્ન થયા હતા. લગ્નના અઠવાડિયા પછીથી શાયરા સાથે તેની નણંદ તહેસીને શારિરીક મસ્તી કરવાનું શરૂ કર્યુ હતું. આ મામલે ફરિયાદ કરતા સાસુએ તેની દિકરી પર પ્રેત આવતું હોવાની વાત કરી હતી.

દરમિયાન ગત 14 એપ્રિલ 2021ના રોજ રમજાન માસ ચાલતો હતો. ત્યારે સાસુ બનારસ ગઈ હતી. પતિ અને નણંદોઈ નમાઝ અદા કરવા ગયા હતા. ત્યારે રાત્રે ઘરમાં એકલતાનો લાભ લઈને તહેસીને તેની ભાભી શાયરાને રૂમમાં ખેચી લઈ ગઈ હતી. શાયરાના બળજબરી કપડા કાઢી તેને નિર્વસ્ત્ર કરી નીચે પાડી દીધી હતી. શાયરાએ બુમો પાડવા જતા તહેસીને ‘તું જો જ્યાદા ચિલ્લાઈ હૈ તો તુજે જાન સે માર દુ’ તેવી ધમકી આપી હતી. શાયરાએ સમગ્ર બનાવ અંગે રાત્રે તેના પતિ અને મોટી નણંદને કરી હતી. ત્યારે તેમણે ‘તહેસીનને અસરાત છે તેની ઉપર કોઈ પુરૂષ માણસ હાવી થાય છે’ તેમ કહીને આ વાત કોઈને જાણ નહીં કરવા કહ્યું હતું. ઉપરથી પતિએ શાયરાને માર માર્યો હતો. બે દિવસ પછી તહેસીને ફરી આ પ્રકારનું કૃત્ય કર્યું હતું. ગભરાઈને શાયરાએ પતિ અને સાસુને જાણ કરી હતી. ત્યારે સાસુએ ‘અમારુ ઘર નાનુ છે તું તારા મા બાપના ઘરેથી 3 લાખ લઈ આવ તો ગીરો મકાન રાખીને તને તારા પતિને અલગ રાખીશું.’ એમ કહ્યું હતું. તેણે પતિને જાણ કરતા પતિએ ગાળો આપી ઘરમાંથી કાઢી મુકી હતી અને જો બહાર કોઈને વાત કરી તો જાનથી મારવાની તથા તલાક આપવાની ધમકી આપી હતી.

ગંભીર બનાવ છતાં લીિબાયત પોલીસે ફરિયાદ નહીં લેતાં પરિણીતા કમિશનરના શરણે ગઈ
શાયરા સાથે તેની નણંદ દ્વારા બે વખત સૃષ્ટિ વિરુધનુ કૃત્ય કરાયું હતું. તેના પતિએ તેને ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી તે ન્યાય મેળવવા માટે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગઈ હતી. પરંતુ લિંબાયત પોલીસે આ મહિલાને સાંભળીને કોઈ રિસ્પોન્સ આપ્યો નહોતો. ન્યાય માટે વલખા મારતી આ મહિલા પોલીસ કમિશનરના દરબારમાં પહોંચી હતી. જ્યા કમિશનરે તેણીને સાંભળી તાત્કાલિક લિંબાયત પોલીસને એક્શન લેવા સૂચના આપ્યા બાદ પોલીસે તેની અરજીના આધારે ગુનો દાખલ કર્યો હતો.

Most Popular

To Top