Sports

ઉમેશ અને રસેલ પાવરથી કેકેઆરે પંજાબને હરાવ્યું

મુંબઇ, તા. 01 : ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL) 15મી સિઝનની આજે અહીં રમાયેલી આઠમી મેચમાં (Match) ઉમેશ યાદવની આગેવાનીમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ના બોલરોની પ્રભાવક બોલિંગથી પંજાબ કિંગ્સનો 18.2 ઓવરમાં 137 રનમાં વિંટો વળી મળેલા 138 રનના લક્ષ્યાંકને કેકેઆરે આન્દ્રે રસેલની 70 રનની આક્રમક ઇનિંગની મદદથી 14.3 ઓવરમાં જ 4 વિકેટના ભોગે કબજે કરીને મેચ 6 વિકેટે જીતી હતી.
લક્ષ્યાંક કબજે કરવા મેદાને પડેલી કેકેઆરની ટીમની શરૂઆત એટલી સારી રહી નહોતી અને તેમણે 51 રનના સ્કોર સુધીમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જો કે તે પછી રસેલે સેમ બિલિંગ્સની સાથે 90 રનની ભાગીદારી કરીને ટીમને જીતાડી હતી. રસેલ 31 બોલમાં 8 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 70 જ્યારે બિલિંગ્સ 23 બોલમાં 24 રન કરીને નોટઆઉટ રહ્યા હતા. ઉમેશ યાદવને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

  • ઉમેશ યાદવની આગેવાનીમાં કેકેઆરના બોલરોની જોરદાર બોલિંગથી પંજાબ કિંગ્સનો 137માં વિંટો વળ્યો
  • આન્દ્રે રસેલે 31 બોલમાં 8 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 70 રનની ઇનિંગ રમી કેકેઆરને 14.3 ઓવરમાં જ જીતાડ્યું

પંજાબ કિંગ્સની શરૂઆત સારી રહી નહોતી અને કેપ્ટન મયંક અગ્રવાલ માત્ર 1 રન કરીને આઉટ થયો હતો. ભનુકા રાજપક્ષેએ માત્ર 9 બોલની ટૂંકી ઇનિંગમાં ત્રણ છગ્ગા સાથે 31 રન બનાવ્યા હતા. શિખર ધવન માત્ર 16 રન કરીને આઉટ થયો હતો. જ્યારે લિયામ લિવિંગસ્ટોન પણ 19 રન કરીને આઉટ થયો હતો. પંજાબ કિંગ્સે 102 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી, તે પછી બેટીંગમાં આવેલા રબાડાએ 16 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 25 રન કરીને ટીમને 137 રન સુધી મુકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પંજાબ કિંગ્સની કમનસીબી એ રહી હતી કે તેમનો હાર્ડ હિટર ઓડેન સ્મિથને પુરતી સ્ટ્રાઇક જ મળી નહોતી અને તે 12 બોલમાં 9 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

Most Popular

To Top