Madhya Gujarat

કડાણા પાસે લાકડાં ભરેલા ટ્રેક્ટર પાછળ કાર અથડાતાં એકનું મોત

મલેકપુર : કડાણાના સલીયાબાદ પાસે પુરપાટ ઝડપે જતી કાર આગળ જતા લાકડાં ભરેલા ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાતાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જોકે, આ કેસમાં પોલીસે ટ્રેક્ટર ચાલક અને કાર ચાલક બન્ને સામે ગુનો નોંધ્યો હતો. કડાણાના અનુપુર ગામે રહેતા યશવંતગર ડાહ્યાભાઈ ગોસાઇને ગાય ખરીદવાની હોવાથી 31મી માર્ચના રોજ ઘરેથી વ્હેલી સવારે અમદાવાદ જવા કારમાં નિકળ્યાં હતાં. તેમની સાથે તેમના મિત્ર વસ્તાભાઈ કાળુભાઈ પટેલ પણ હતાં. આ કાર હરિશ રામાભાઈ માછી ચલાવતાં હતાં. દરમિયાનમાં સાલીયાબીડ ગામે રોડ પર લાકડા ભરી જતાં ટ્રેક્ટરના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતી કાર તેની સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે ટ્રેક્ટરના લાકડા કારના કાચ તોડી અંદર સુધી ઘુસી ગયાં હતાં. જેના કારણે વસ્તાભાઈને ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ મૃત્યું નિપજ્યું હતું. જ્યારે ચાલક હરિશ માછીને ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગે કડાણા પોલીસે કાર ચાલક હરિશ માછી અને ટ્રેક્ટર ચાલક બાબુ લક્ષ્મણ ખાંટ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top