Business

કેટલો વધારો!

પાંચ રાજયોની ચૂંટણી પત્યા પછી છેલ્લા દશ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં એકંદરે રૂપિયા ૬ કરતાં વધુ રૂપિયાનો વધારો, ૧ લી એપ્રિલથી સીએનજી અને પાઇપ્ડ ગેસ મોંઘાં થશે. તો ગેસ સીલીન્ડરના ભાવો અગાઉ વધી ચૂકયા છે. આની આનુસાંગિક અસરો રૂપે દૂધ, શાકભાજી, કઠોળ અને ખાદ્ય તેલોના ભાવો વધી ગયા છે! સિનિયર સીટીઝનોને રેલવેમાં મળતી છૂટ બંધ થઇ છે તો પી.એફ.ના વ્યાજ દરો આઠ વર્ષમાં પહેલી વાર ઘટયા છે. હવે પી.એફ. એકાઉન્ટમાં ૨.૫ લાખથી વધુ રકમ જમા હશે તો વ્યાજ ઉપર ટેક્ષ લાગશે? હોમ લોનના વ્યાજ ઉપર મળતી સબસીડી હવે બંધ થશે. ૮૦૦ જેટલી દવાઓના ભાવો ૧૦ ટકા સુધી વધ્યા, જેથી સારવારનો ખર્ચ કમરતોડ વધશે! નેશનલ હાઇ વે ઉપરની મુસાફરી હવે મોંઘી બની. ટોલટેક્ષમાં ભારે વધારો! ૨ જી એપ્રિલથી ગુજરાતમાં નવા નોંધાતાં ઘરો ઉપર સ્કેવર ફૂટ દીઠ ૪૦૦ થી ૫૦૦ નો વધારો, રો-મટીરીયલના ભાવો વધતાં સ્ટેશનરીની કિંમત વધી, કાગળ, પેપર, કાર્ડ બોર્ડ મોંઘાં થયાં અને છેલ્લે સુરતની ટેક્ષ્ટાઇલ માર્કેટમાં પાર્સલ ઉંચકવાના ચાર્જમાં રૂપિયા ૨૦ નો વધારો કરાયો! લો બોલો! કોણ કહે છે કે ભારત રહેવાલાયક દેશ નથી?! આનાથી વધુ સારા દિવસો કયા હોઇ શકે?
સુરત      – ભાર્ગવ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top