Gujarat Main

ચૈત્રી નોરતાનો રંગેચંગે પ્રારંભ: જય અંબેનાં નાદ સાથે મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

આજથી ભક્તિ શક્તિ અને આરાધનાનું પર્વ એવા ચૈત્રી નોરતા(navratri)નો પ્રારંભ થઇ ગયો છે. સમગ્ર વર્ષ દરમિયાનઆવતા ચાર નવરાત્રીમાં ચૈત્રીનું મહત્વ સૌથી વધુ હોય છે. આ વર્ષે, તે 2 એપ્રિલથી શરૂ થશે અને તે જ મહિનાની 10મીએ રામ નવમી સાથે સમાપ્ત થશે. ત્યારે આજે નવરાત્રિનો પ્રારંભ થતા મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આજથી 9 દિવસ ભક્તો માતાજીની પૂજા-અર્ચનાં કરી તેના આશીર્વાદ મેળવશે.

  • નવરાત્રી નિમિતે ચોટીલા, અંબાજી, પાવાગઢ સહિતના તીર્થસ્થાનોમાં ભક્તોનો ભારે ધસારો
  • મંદિરોમાં બોલમાડી અંબે જય જય અંબેનાં નાદ ગુંજ્યા
  • વર્ષની ચાર નવરાત્રિમાંથી ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્ત્વ

માતાજીનું શક્તિપીઠ ધામ અંબાજી(Ambaji) ખાતે નવરાત્રી નિમિતે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. મંદિરમાં વહેલી સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપના કરવામાં આવી હતી. બોલ મારી અંબે જય જય અંબેના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા છે. નવરાત્રી નિમિતે મંદિરમાં 24 કલાકની અખંડ ધુન કરવાની મંજુરી આપવામાં આવી છે. આ ધુન નવરાત્રીનાં 9 દિવસ ચાલશે.

નવરાત્રી નિમિતે આરતીનો સમય બદલાયો
નવરાત્રિને લઇને અંબાજી મંદિરમાં આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવરાત્રિ દરમિયાન સવારની આરતી 7 કલાકે જ્યારે સાંજે પણ સાત કલાકે કરવામાં આવશે.. ચૈત્ર સુદ આઠમ તારીખ 08 એપ્રિલ સવારે આરતી 6.00 કલાકે થશે અને ચૈત્રી પુનમ તારીખ 16 એપ્રિલે સવારે આરતી 6.00 કલાકે થશે. નવરાત્રીનાં અવસરે ભક્તોને અગવડતા ન પડે તે માટેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

ભાગળ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર
સુરત(Surat)નાં મંદિરો(Tempal)માં પણ નવરાત્રી નિમિતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સુરતનાં ૪૦૦ વર્ષ જુના ભાગળનાં અંબાજી મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે આવી પહોચ્યા હતા. મંદિરમાં વહેલી સવારે પૂજા બાદ ઘટ સ્થાપનાં કરવામાં આવી હતી. આ ઉપરાંત અંબિકાનિકેતન મંદિરમાં પણ અનેક ભક્તોએ માતાજી આગળ શિષ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી. આગામી 9 દિવસ સુધી મંદિરમાં ભક્તિનાં માહોલ સાથે અનેક ધાર્મિક કાર્યકર્મોનું આયોજન કરવામાં આવશે.

પાવાગઢ અને ચોટીલા ખાતે ભક્તો ઉમટ્યા
ગિરનારમાં પણ વહેલી સવારથી જ ભક્તો માતાજીના દર્શને આવી પહોચ્યા હતા. તેમજ પાવાગઢમાં મહાકાળી માતાના મંદિરે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ચોટીલામાં ચામુંડા માતા અને બહુચરાજીમાં માતાના દર્શને આવેલા ભક્તોએ માતાજી આગળ મસ્તક નમાવી માતાજીને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.

ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ
જ્યોતિષાચાર્ય ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે વર્ષની ચાર નવરાત્રિમાંથી ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્ત્વ સાધના સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ગણાય છે. તેમજ આધ્યાત્મિક ઊર્જા વધારવા, નવદુર્ગા ઉપાસના કરવા, સહસ્ત્ર અર્ચન, રાજોપચાર તથા ગાયત્રી અનુષ્ઠાન તેમજ મંત્ર-તંત્રના પ્રયોગ અને પૂજા-પાઠ માટે પણ આ નવરાત્રિ અતિ મહત્ત્વની ગણાય છે. શનિવારથી હિંદુ નવું વર્ષ શરૂ થવાથી આ વર્ષના રાજા શનિદેવ છે અને મંત્રી ગુરુ છે. માતાનું વાહન ઘોડો રહેશે. આ વખતે નવા વર્ષની શરૂઆતમાં સૂર્ય, શનિ અને શનિવારનો વિશેષ યોગ 30 વર્ષ પછી બની રહ્યો છે. નવા વર્ષના રાજા શનિની ત્રીજી દૃષ્ટિ મીન રાશિમાં સ્થિત સૂર્ય ઉપર રહેશે. સૂર્ય, શનિના પિતા છે તથા નવ ગ્રહોના રાજા પણ છે. પોતાની જ મકર રાશિમાં શનિદેવ હાજર છે. મકર રાશિમાં શનિ હોવાથી તેની ત્રીજી પૂર્ણ દૃષ્ટિ સૂર્ય ઉપર રહેશે.

Most Popular

To Top