Top News

More Posts

   The Latest

Most Popular

 (૧) સીટીમા ટેલિફોનવાળા બધે ખોદી ખોદીને બેસી જતા (૨) પછી ડ્રેનેજવાળા, (૩) પછી પાણીવાળા, (૪) રોડ કહેશે ઘુંઘરૂ કી તરહ બજતા હી રહા હુ મૈં, (૪) રોડવાળા નવા નવા રોડના થર દીધે જ રાખે, (૫) ત્યાં વળી ફલાય ઓવરબ્રિજવાળા આવ્યા, (૬) રોડની તો વાત જ જવા દો ફલાય ઓવરબ્રિજ પછી બીઆરટી એસટી બસવાળા આવ્યા, (૭) બીઆરટીએસમા બસો ખખડી ગઇ, ત્યાં વળી મેટ્રો ટ્રેનવાળાનું ખોદકામ, (૮) જો મેટ્રોને બીઆરટીએસ ફાવે તેને જ ફાવે. રસ્તા પર નીકળો તો અજંપો, બેચેની અને સમયે ન પહોંચવાની ચિંતા. રોડ સગવડ માટે જ બને છે પણ સગવડનો અનુભવ તો કયારેક જ થાય છે.
નવસારી – ચંદ્રિકાબેન રાઠોડ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top