National

યુદ્ધના પગલે કોલસાના ભાવમાં વધારો: દેશના માથે ફરી વીજ સંકટ ઉભું થયું

નવી દિલ્હી: રશિયા(Russia) અને યુક્રેન(Ukrain) વચ્ચે છેલ્લા 38 દિવસથી યુદ્ધ(war) ચાલી રહ્યું છે. આ યુદ્ધના પગલે વૈશ્વિક સ્તરે અનેક અસરો થવા પામી છે. જેમાં હાલમાં આંતરરાષ્ટ્રીય(Internationl) સ્તરે કોલસા(cola)નાં પુરવઠા(Supplies)ને અસર થઇ છે. જેના પગલે કોલસાનાં ભાવ(Price)માં ભારે વધારો(High) થયો છે. ઘરેલુ સ્તરની સાથે સાથે આયાત થયેલા કોલસાની સપ્લાયને અસર થવાથી વીજળી સંકટ(Power crisis)ને ખતરો તોળાઈ રહ્યો છે.

  • યુદ્ધનાં પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસાના ભાવમાં ભારે વધારો
  • યુરોપમાં પ્રાકૃતિક ગેસની અછતથી કોલસાની માંગ વધી
  • અનેક રાજ્યોમાં વીજળી કાપની તૈયારી

અનેક રાજ્યોમાં કલાકોમાં જ વીજ કાપની તૈયારી થઇ ચૂકી છે. જેના કારણે ઔદ્યોગિક ઉત્પાદનને પણ અસર થઇ રહી છે. મહારાષ્ટ્ર પોતાના પાવર પ્લાન્ટમાં કોલસાની અછત બતાવી રહ્યું છે. ગુજરાત પણ વીજ સંકટનો સામનો કરી રહ્યું છે. ઉતરપ્રદેશ સહિત ઉતર ભારતનાં અનેક રાજ્યોમાં કલાકો સુધી વીજ કાપ થઇ રહ્યો છે. વીજળીની માંગમાં થનાર વધારાને જોતા પાવર એક્સચેન્જ આઈઇએક્સમાં એક એપ્રિલથી વીજળીની કિંમત પ્રતિ યુનિટ ૨૦ રૂપિયાના સ્તર સુધી પહોંચી ગઇ છે.

ગત વર્ષની તુલનામાં 4.6 ટકા વીજળી વપરાશ વધ્યો
યુરોપમાં કોલસાની માંગ વધી ગઇ છે. કારણ કે ત્યાં પ્રાકૃતિક ગેસની અછત થઇ ગઇ છે, જેના કારણે કોલસાના આયાત પુરવઠાને અસર થઇ રહી છે. જાણકારોનું કહેવું છે કે આ વર્ષે સમયથી પહેલા ઉતર ભારતમાં ગરમી વધુ પડવાથી પણ વીજળીની માંગમાં વધારો થયો છે. આ વર્ષે માર્ચમાં વીજળીની ખપત (વપરાશ) ગત વર્ષની તુલનામાં ૪.૬ ટકા વધુ રહી હતી.

કોલસાની સપ્લાયવધતા જ સ્થિતિ સામાન્ય થઇ જશે
ભારત હજુ પણ મુખ્યત્વે વીજળી માટે કોલસા આધારિત પાવર પ્લાન્ટ પર નિર્ભર છે. હાલ માંગમાં વધારો છતાં પાવર પ્લાન્ટમાં લગભગ પીએલએફ ૬૦ ટકાથી ઓછું છે. ઇન્ડીયા રેટીંગ એન્ડ રિસર્ચના ડિરેક્ટર તેમજ ઉર્જા વિશેષજ્ઞ સલીલ ગર્ગ કહે છે કે બધા રાજ્યો એટલા સક્ષમ નથી કે ૨૦ રૂપિયા પ્રતિ યુનિટ વીજળી ખરીદીને ગ્રાહકોને આપી શકે, એટલે વીજકાપ થઇ રહ્યો છે પણ આ સ્થિતિ બહુ લાંબા સમય સુધી નહીં ચાલે, કોલસાની સપ્લાયવધતા જ સ્થિતિ સામાન્ય થઇ જશે.

Most Popular

To Top