Top News

શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ કરાઈ: ટોળાં રસ્તા પર ઉતરી આવ્યા

કોલંબો: શ્રીલંકા(Sri Lanka)ના રાષ્ટ્રપતિ(President) ગોટાબાયા રાજપક્ષેએ દેશમાં ઈમરજન્સી(Emergency) લાગુ કરવામાં આવી છે. સુરક્ષા દળોને તાત્કાલિક અસરથી શંકાસ્પદોની ધરપકડ અને અટકાયત કરવાનો અધિકાર આપ્યો છે. રાજપક્ષે રાજધાનીમાં સેંકડો વિરોધીઓ એકઠા થયા પછી અને તેમાંથી ઘણાએ સરકારની આર્થિક નીતિઓના નબળા સંચાલનનો વિરોધ કરવા રાષ્ટ્રપતિ નિવાસસ્થાન પર હુમલો કર્યા પછી રાજપક્ષે જાહેર કટોકટી જાહેર કરતું ગેઝેટ બહાર પાડ્યું.

  • શ્રીલંકામાં દાયકાઓનું સૌથી ખરાબ આર્થિક સંકટ
  • શ્રીલંકાને ભારતની મદદ, 40 હજાર ટન ડીઝલ સાથે શિપ પહોંચ્યું
  • હિંસા, આગ અને રસ્તા પર ઉતરેલી ભીડ વચ્ચે ઈમરજન્સી લાગુ

રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ માને છે કે “શ્રીલંકામાં જાહેર ઈમરજન્સી લાદવામાં આવી છે, જેમાં કડક કાયદાના અમલની જરૂર છે.” એક નિવેદન અનુસાર, “દેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને જાહેર સલામતી, જાહેર વ્યવસ્થાની સુરક્ષા અને સમુદાયના જીવન માટે જરૂરી સપ્લાય અને સેવાઓની જાળવણીના હિતમાં ગેઝેટ જારી કરવામાં આવ્યું છે.”

2.2 કરોડની વસ્તી આર્થિક સંકટમાં સપડાઈ
રિપોર્ટ અનુસાર, શ્રીલંકા દેવાના બોજ હેઠળ દબાયેલું છે. 2.2 કરોડની વસ્તી ધરાવતો આ દેશ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. વિદેશી હૂંડિયામણની અછતને કારણે ઇંધણ જેવી આવશ્યક ચીજવસ્તુઓની અછત ઉભી થઇ છે. રાંધણ ગેસની અછત છે અને પાવર કટ અત્યંત પ્રચંડ બની રહ્યો છે. મોંઘવારી અને ખાદ્યપદાર્થોની અછતના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. એક દિવસ પહેલા, રાષ્ટ્રપતિના ઘર પર હુમલો કર્યો હતો. આ દરમિયાન ટોળાની પોલીસ સાથે અથડામણ થઈ હતી. આ પછી 45 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને ભારતની મદદ
આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. ભારતે શનિવારે શ્રીલંકાને 40,000 ટન ડીઝલ મોકલ્યું હતું. સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશનના ચેરમેન સુમિત વિજેસિંઘેએ જણાવ્યું હતું કે આજે સાંજથી ઇંધણનું વિતરણ શરૂ થશે. તેમણે કહ્યું કે શ્રીલંકાના સેંકડો ઇંધણ સ્ટેશનો માટે આ સારા સમાચાર છે, જેમને છેલ્લા કેટલાક દિવસોથી કોઈ સપ્લાય નથી.

રિપોર્ટ અનુસાર 40 હજાર ટન ચોખાનું કન્સાઈનમેન્ટ પણ ભારતથી શ્રીલંકા મોકલવાની તૈયારીમાં છે. બંને દેશોએ ગયા મહિને $1 બિલિયનના લોન કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પછી, ભારત તરફથી શ્રીલંકાને આ પ્રથમ મોટી ખાદ્ય સહાય હશે. એવું માનવામાં આવે છે કે આની મદદથી શ્રીલંકામાં સરકાર ખાદ્યપદાર્થોની કિંમતોને નીચે લાવવામાં અમુક હદ સુધી સફળ થશે, જે છેલ્લા એક વર્ષમાં બમણી થઈ ગઈ છે.

Most Popular

To Top