SURAT

સુરતમાં મહિલા મોબાઈલ ચોરને લોકોએ એવી સજા આપી કે તેને જીવનભર યાદ રહેશે

સુરત: સુરત(Surat)માં મોબાઈલ(Mobile) ચોરો(Thief) બેફામ બન્યા છે. રસ્તા(Road) પરથી પસાર થતા લોકો હોય કે પછી રિક્ષામાં બેસેલા મુસાફરો લોકો તમામને મોબાઈલ ચોરી કરતી ટોળકી નિશાન બનાવતી હોય છે. શહેરમાં સીસીટીવી(CCTV) કેમેરાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. છતાં આવા તત્વો ગુનાને ખુલ્લેઆમ અંજામ આપી રહ્યા છે અને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. આવા કૃત્ય સામે હવે જનતા જાગૃત બની છે. સામાન્ય રીતે લોકો ચોરોને પકડી તેને માર મારતા હોય છે અને ત્યારબાદ પોલીસ(Police) હવાલે કરતા હોય છે પરંતુ સુરતમાં લોકોએ ચોરને જે સબક શીખવાડ્યો છે તેને આજીવન યાદ રહેશે.

  • મહિલા ચોરને લોકોએ શીખવાડ્યો અનોખો સબક
  • માર મારવાના બદલે હાથમાં થમાવી દીધું ઝાડું અને કરાવી સાફસફાઈ
  • આખી ગેંગ મોબાઈલ ચોરીનાં ગુનામાં સામેલ હોવાની કરી કબુલાત
  • વિડીયો સોશિયલ મીડિયા કરાયો વાયરલ

સુરતના વેલંજા વિસ્તારમાં એક એવી ઘટના બની કે જેને લોકો વચ્ચે અનોખું ઉદાહરણ ઉભું કર્યું છે.વેલંજા વિસ્તારમાં મહિલાએ અન્ય ત્રણ શખ્સો સાથે મળીને મોબાઈલ ચોરી કરતી હતી. જેથી મોબાઈલ ચોર મહિલાને સ્થાનિકોએ પકડી પાડી હતી. જ્યારે અન્ય ત્રણ શખ્શો ફરાર થઇ ગયા હતા. આ ત્રણ શખ્સો શહેરના લીંબાયત વિસ્તારના રહેવાસી હોવાનું માલુમ પડ્યું છે.

લોકોએ મારવાના બદલે હાથમાં પકડાવ્યું ઝાડું
સ્થાનિક લોકોએ મહિલાને માર મારવાના બદલે તેની પાસે એવું કામ કરાવ્યું કે જેને જાણીને પોલીસની સાથે તમે પણ વિચારમાં પડી જશો. સ્થાનિકો લોકોએ મહિલા મોબાઈલ ચોરને પકડી તેને માર મારવાના બદલે સાફ સફાઈ કરાવી હતી. લોકોએ મહિલાને હાથમાં ઝાડું આપી બિલ્ડિંગની સાફસફાઈ કરાવી હતી. તેમજ મહેનતના રોટલા ખાવાનો પાઠ ભણાવ્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

મહિના સાથે અન્ય શખ્સો પણ મોબાઈલ ચોરીમાં સામેલ
વીડિયોમાં મહિલા રડતી દેખાઈ રહી છે. તે લીંબાયત વિસ્તારની રહેવાસી હોવાનું જણાવ્યું હતું. અને તેની સાથેના સાજીદ, બિલાલ અને ચાચા નામના વ્યક્તિ પણ મોબાઈલ ચોરીમાં સામેલ હોવાનું કહ્યું હતું. મહિલાએ પોતાનું નામ શબાના હોવાનું કહ્યું હતું. સ્થાનિકોએ એક રીક્ષા પણ પકડી પાડી છે. આ ગેંગ દ્વારા કોઈપણ વ્યક્તિને મુસાફર તરીકે રિક્ષામાં બેઠેલા બાદ તેમની નજર ચૂકવી તેમનો સામાન અને ખાસ કરીને મોબાઇલની ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી.

Most Popular

To Top