Dakshin Gujarat Main

નવસારીમાં એક શિક્ષકે ધોરણ 7ના વિદ્યાર્થીઓના વ્હોટ્સએપ ગ્રુપમાં પોર્ન વીડિયો મુક્યો અને..

નવસારી: નવસારીના (Navsari) જલાલપોરની એક ખાનગી શાળામાં ઓનલાઈન (Online) મટીરિયલ માટે વિદ્યાર્થી અને શિક્ષકનું એક વ્હોટ્સએપ ગ્રુપ (Whtasapp Group) બનાવવામાં આવ્યું હતું જ્યાં ગઈકાલે રાતે શિક્ષકે શાળાના વ્હોટ્સએપ ગ્રુપમાં પોર્ન વીડિયો (Video) મુકી દેતા ખળભળાટ મચ્યો હતો. પહેલા તો વિદ્યાર્થીઓ વીડિયો જોઈ ક્ષોભમાં મૂકાયા ગયા હતા, વિદ્યાર્થીઓએ વાલીને આ અંગે ફરિયાદ કરી હતી અને ત્યાર બાદ વાલીએ આચાર્યાને શિક્ષકના અશોભનીય વર્તનની ફરિયાદ કરી હતી.

નવસારીના જલાલપોરના ભાનુનગરની એસ્ટ્રલ ગ્લોબલ સ્કૂલમાં ધોરણ સાતના વિદ્યાર્થીના ગ્રુપમાં શિક્ષક પુરુષોત્તમ ઉર્ફે પરેશ પુરોહિતે ગઈકાલે એડલ્ટ વીડિયો અપલોડ કરી દીધો હતો. જે બાદ વાલીઓમાં શિક્ષક સામે રોષ જોવા મળ્યો હતો અને શાળાએ જઈ આચાર્યા સમક્ષ શિક્ષકની ફરિયાદ કરી હતી. શાળામાં આ શિક્ષક ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને ભણાવે છે અને તેણે ધોરણ 7ના વિદ્યાર્થીઓના ગ્રુપમાં વીડિયો મુક્યો હતો.

એસ્ટ્રલ ગ્લોબલ સ્કૂલમાં ધોરણ સાતના વિદ્યાર્થીઓના વ્હોટ્સએપ ગ્રુપમાં વીડિયો મુક્યો હતો જે બાદ શાળાના ગ્રુપમાં મેસેજ આવતા એક એક વિદ્યાર્થીની વીડિયો જોઈ લેતા હેબતાઈ ગઈ હતી અને વાલીને આ અંગે જાણ કરી હતી. જે બાદ વાલીએ સવારે 4 વાગ્યે સમગ્ર ઘટનાની જાણ શાળાના મહિલા આચાર્યાને કરી હતી. જે બાદ આચાર્યાએ શિક્ષકને ફોન કરી આ અંગે પૂછ્યું હતું, પરંતુ શિક્ષકે આ અંગે તેણે કઈ પોસ્ટ નથી કરી તેવું કહી ફોન મુકી દીધો હતો. અને ત્યાર બાદ ગ્રુપમાંથી પોસ્ટ પણ ડિલીટ કરી દીધી હતી.

ખાનગી શાળાના વિદ્યાર્થીના ગ્રુપમાં એડલ્ટ વીડિયો મુકવાના મામલે જિલ્લા શિક્ષણ વિભાગે શાળા પાસે જવાબ માંગ્યો છે, પરંતુ શાળા તરફથી શિક્ષક વિરૂદ્ધ કોઈ પણ પગલાં ન લેવાતા વાલીઓએ શિક્ષક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી દાખવી રહ્યા છે. આચાર્યાએ આપેલી માહિતી અનુસાર શિક્ષકને 15 દિવસ અગાઉ જ શાળામાંથી કાઢી મુકવામાં આવ્યો હતો, કારણ કે શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ અપાતું ન હતું તેમજ તેના અનિયમિત કામગીરીના કારણે શાળાએ તેને કાઢી મૂક્યો હતો. આચાર્યાના કહ્યા મુજબ શિક્ષકે બદલાની ભાવનાથી આ હરકત કરી હોય શકે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ઉદયપુરની એક ખાનગી શાળામાં ધોરણ 10ના ઓનલાઈન વર્ગમાં શિક્ષક દ્વારા એડલ્ટ વીડિયોની લિંક શેર કરવામાં આવી હતી. ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરી રહેલા વિદ્યાર્થીને લાગ્યું કે શિક્ષકે અભ્યાસક્રમને લગતી લિંક મોકલી છે તેથી વિદ્યાર્થીઓ લિંક ઓપન કરવા લાગ્યા હતા. વાલીઓને આ અંગે જાણ થતા શાળાના આચાર્યાને શિક્ષકની ફરિયાદ કરી હતી.

Most Popular

To Top