SURAT

વરાછામાં હત્યા: પ્રેમસંબંધમાં યુવકને પ્રેમીકાના ભાઈએ બીજા માળેથી ફેકીં દીધો હતો

સુરત: (Surat) વરાછામાં ધૂળેટીના દિવસે બીજા માળેથી પટકાયેલા યુવકનું આકસ્મિક રીતે મોત થયુ ન હતું, પરંતુ પ્રેમસંબંધમાં (Love Affair) તેને બીજા માળેથી નીચે ફેંકી દઇને હત્યા (Murder) કરાઇ હોવાનું બહાર આવ્યું છે. મૃતક જે યુવતી સાથે પ્રેમમાં હતો તે યુવતીએ પોતાના ઘરે આવવાની ના પાડી દીધી હતી, અને નારી કેન્દ્રમાં રહેવા ગઇ હતી. પ્રેમસંબંધમાં બહેન ઘરે આવતી બંધ થઇ જતાં તેણીના પ્રેમી યુવકની હત્યા કરવામાં આવી હતી. પોલીસે યુવતીના ભાઇ (Brother) અને તેના ફોઇ-ફુવાની સામે હત્યાનો ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી.

  • પ્રેમસંબંધમાં યુવકને પ્રેમીકાના ભાઈએ બીજા માળેથી ફેકીં દેતા યુવકનું મોત નીપજ્યુ હતું
  • પ્રેમીના કારણે બહેન ઘરે આવવાને બદલે નારી સુરક્ષા કેન્દ્રમાં જતી રહેતા યુવકની હત્યા થઇ
  • શરૂઆતમાં અકસ્માત મોતનો ગુનો નોંધાયા બાદ તપાસમાં હત્યા થઇ હોવાનું બહાર આવ્યું

વરાછા પોલીસના જણાવ્યા મુજબ મૂળ મધ્યપ્રદેશના મુરેનાના બગીયાકાપુરા ગામના વતની અને છેલ્લા ત્રણ મહિનાથી સુરતના કોસાડમાં આવેલ એમ્બ્રોઈડરીના ખાતામાં કામ કરી ત્યાં રહેતા ૨૦ વર્ષીય સતિષ કમલેશ પરષોત્તમ કુશ્વાહનું ધૂળેટીના દિવસે કારખાનામાં બીજા માળેથી પટકાતા મોત નીપજ્યું હતું. પોલીસે અક્સ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આજુબાજુના વ્યક્તિઓના નિવેદનો લઇ તપાસ કરી હતી, જેમાં સતીષને પ્રેમસંબંધમાં નીચે ફેંકી દેવાયો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ માહિતીથી બિહારમાં રહેતા અને પ્રેમસિંગ લક્ષ્મીનારાયણ કુશ્વાહ, તેનો ભાઈ અમરદીપની પુછપરછ કરી હતી. સતીષ પ્રેમસીંગની બહેન ક્રિષ્નાને સાથે પ્રેમ કરતો હતો, બંને અગાઉ ભાગી ગયા હતા.

આ કારમોસર સતીષને જેલમાં જવું પડ્યું હતું. બીજીવાર સતીષ ક્રિષ્ના સાથે ભાગ્યો અને પકડાઇ ગયો હતો. આ સમયે ક્રિષ્નાએ ઘરે જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને તે નારી સુરક્ષા કેન્દ્રમાં રહેવા જતી રહી હતી. પ્રેમસીંગ અને અમરદીપે સતિષના કારણે પોતાની બહેન ઘરે આવતી ન હોવાથી અદાવત રાખીને સતીષની હત્યા કરી નાંખી હતી. વરાછા પોલીસે મૃતકના પિતા કમલેશ કુશ્વાહની ફરિયાદ લઈ પ્રેમસીંગ, અમરદીપ, સત્યવીર બન્યા અને જાનકી સત્યવીર બન્યાની સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે આ ચારેય ધૂળેટીના દિવલે સતીષની પાસે ગયા હતા, ત્યાં સતીષની સાથે મારામારી કરીને તેને નીચે ફેંકી દેવાયો હતો.

Most Popular

To Top