SURAT

સુરતમાં હેકરોએ એમેઝોન કંપનીની પિકઅપ બોયની એપ્લિકેશન હેક કરી 661 ઓર્ડર કરી દીધા

સુરત: (Surat) હેકરો દ્વારા હવે હેકિંગ માટે પણ નવી તરકીબો શોધવામાં આવી રહી છે. આ વખતે એમેઝોનના (Amazon) પિકઅપ બોયને ટાર્ગેટ બનાવીને પિકઅપ બોયને આપવામાં આવતી એપ્લિકેશન હેક કરીને (Hacking) તેમાં 661 ઓર્ડરની એન્ટ્રી પાડી હતી. આમ, એમેઝોન કંપનીની પિકઅપ બોયની એપ હેક કરતાં આ મામલો સાયબર ક્રાઇમ પોલીસમથક સુધી પહોંચ્યો છે. આ મામલે એમેઝોન કંપનીમાં પિકઅપ બોય તરીકે કામ કરતા દિનેશ લોટન કાલી (ઉં.વ.27) (રહે.,નવાગામ, ડિંડોલી) દ્વારા પોલીસ ફરિયાદ લખાવાઇ હતી. દિનેશે જણાવ્યું કે, એમેઝોન કંપનીએ તેને મોબાઇલ ડિલિવરી એપ આપી છે, તેમાં યૂઝર નેમ અને પાસવર્ડ હોય છે.

આ એપ્લિકેશન ઓપન કરાય છે ત્યારે તેમાં કયા સેલર પાસેથી માલ મેળવવાનો હોય છે તેની વિગતો હોય છે. ત્યારબાદ આ માલ અમે ગોડાઉન પહોંચાડીએ છીએ. ગત તા.12 નવેમ્બરે પોતે મોબાઇલ એપમાં લોગ ઇન નહીં હોવા છતાં તેની આઇડી ઓપન થઇ ગઇ હતી. દરમિયાન આ આઇડીમાં કોઇ હેકર દ્વારા 661 ઓર્ડર હેક કરવામાં આવ્યા હતા. તેમને તેમના મેનેજરે આ મામલે જણાવતાં તેઓ દ્વારા ત્વરિત ખાતું બ્લોક કરવામાં આવ્યું હતું. આમ હેકર દ્વારા ડિલિવરી બોયની એમેઝોન કંપનીની મોબાઇલ એપ હેક કરતાં આ મામલો પોલીસમથકમાં દાખલ થયો છે.

ઉઘરાણીના વાયરલ વિડીયોની તપાસના અંતે 6 ટ્રાફિક બ્રિગેડને સસ્પેન્ડ કરાયા
સુરતઃ બોમ્બે માર્કેટ પાસે ટીઆરબી જવાનો દ્વારા લોકોના ખિસ્સામાંથી બેફામ લુંટ કરવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોની તપાસના અંતે શુક્રવારે 6 ટ્રાફિક બ્રિગેડને સસ્પેન્ડ કરી દેવાયા છે. પરંતુ આ ઉઘરાણી માટે આ ટીઆરબીને પરવાનો આપનાર પોલીસ કર્મચારીઓને બચાવી લેવાયા છે. થોડા દિવસ પહેલા ટ્રાફિક બ્રીગેડ દ્વારા ન્યુ બોમ્બે માર્કેટ પાસે વાહન ચાલકો પાસેથી નાણા ઉઘરાવવામાં આવતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. ટ્રાફિક વિભાગ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં 6 ટ્રાફિક બ્રિગેડની સામે આજે પગલા લેવાયા હતા. જીતેન્દ્ર ગોપીચંદ, સતિષ સુરેશભાઈ, રાજેન્દ્ર દુધાભાઈ, કિશોર ગણેશભાઈ, ભુષણ સુનીલભાઈ અને હર્ષદ અરવીંદભાઈને સસ્પેન્ડ કરાયા છે. હવે પ્રશ્ન એ ઉઠ્યો છે કે વિડીયોમાં દેખાતા પોલીસ કર્મચારીઓ સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સરદાર માર્કેટથી સુરત સ્ટેશન સુધીના રસ્તા પર છેલ્લા ઘણા સમયથી છોટા હાથી ટેમ્પા સહિતના વાહનો પાસે ટીઆરબી ગેરકાયદે ઉઘરાણું કરી રહ્યા છે. પરંતુ આ ઉઘરાણું ટીઆરબી દ્વારા કોના ઇશારે કરવામાં આવે છે તે તપાસનો વિષય છે. ટીઆરબી જવાનો સાથે ઉભા રહેતા પોલીસ કર્મચારીઓ જ ઉઘાટી લુંટનો પરવાનો આપી રહ્યા છે. છતાં તેમની સામે કોઈ લગતાં લેવામાં આવતો નથી. કારણકે લોકોના ખિસ્સામાંથી લુંટેલા આ રૂપિયા ઉપર તેમના આકાઓ સુધી જતા હોય, તેમ લાગી રહ્યું છે.

Most Popular

To Top