Business

ગોવાની ખાનગી યુનિવર્સીટીમાં કોરોનાનો કહેર, 24 વિદ્યાર્થીઓ સંક્રમિત થતા કોલેજને તાળાં લાગ્યા

ગોવા: એક તરફ દેશ કોરોના મુક્તિ તરફ આગળ વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં ગતરોજ જ માસ્ક મુક્તિ જાહેર કરવામાં આવી છે. આ વચ્ચે ગોવામાં કોરોનાનો કહેર જોવા મળ્યો છે. ગોવાની ખાનગી યુનિવર્સીટીમાં એન્જિનિયરિંગનાં 24 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા ફફડાટ ફેલાયો છે. ગોવાની BITS પિલાની એન્જિનિયરિંગ કોલેજમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. જેથી દક્ષિણ ગોવા જીલ્લાનાં તંત્રએ કોલેજના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓનાં કોરોના ટેસ્ટીંગ કરવાની કામગીરી શરૂ કરવાનો આદેશ આપ્યો છે.

  • દેશમાં કોરોનાનો કહેર ઘટ્યો પણ ગોવામાં કોરોના વિસ્ફોટ
  • એક સાથે 24 કેસો આવતા તંત્ર દોડતું થયું
  • યુનિવર્સીટીમાં કોરોના ટેસ્ટ વિના ‘નો એન્ટ્રી’

કોરોના સંક્રમિત થયેલા લોકોને કોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત તેઓના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટીંગ કરવા જણાવવામાં આવ્યું છે. કોરોનાના કહેરનાં પગલે યુનિવર્સિટીને તાળા લાગી ગયા છે. વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ બંધ કરી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ક્વોરન્ટાઇન થયેલા લોકો માટે ખાવા-પીવાની અને અન્ય વ્યવસ્થા કરવા માટે પણ જણાવ્યું છે.

15 દિવસ ક્લાસો ઓનલાઈન કરાયા
વાસ્કોના ડેપ્યુટી કલેક્ટર દત્તારાજ દેસાઈએ આદેશ જાહેર કર્યો છે. ગોવાના ઝુઆરીનગર સ્થિત BITS પિલાની કેમ્પસમાં 24 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળ્યા છે. જેથી કેમ્પ્સમાં કોરોના તપાસ વિના કોઈની પણ એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે. આગામી 15 દિવસ માટે તમામ ક્લાસોને ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે. તમામ માટે માસ્ક પહેરવુ અને બે મીટરનું અંતર બનાવી રાખવાનો નિર્ણય અનિવાર્ય કરી દીધો છે.

કોરોના કોલર ટયુનમાંથી છુટકારો
ટેલિકોમ સેવા પ્રદાતાઓ નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા અને રોગચાળા દરમિયાન લેવામાં આવતી સાવચેતીઓ અને રસીકરણ વિશે જણાવવા માટે કોરોનાવાયરસ સંબંધિત પ્રી-કોલ જાહેરાતો અને કોલર ટ્યુન વગાડી રહ્યા છે. 29 માર્ચના એક પરિપત્રમાં, DoT એ સૂચનાઓનો ઉલ્લેખ કર્યો છે જે ઓપરેટરોને કોરોના પ્રી-કોલ ઘોષણાઓ અને કોલર ટ્યુન્સના અમલીકરણ માટે જારી કરવામાં આવી હતી. “આ સંદર્ભમાં, તાત્કાલિક અસરથી કોલર ટ્યુન પાછી ખેંચવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની મંજૂરી પ્રાપ્ત થઈ છે,” તેમ જણાવ્યું હતું.

તદનુસાર, ટેલિકોમ સેવા પ્રદાતાઓને સમય સમય પર DoT દ્વારા જારી કરાયેલ તમામ કોરોના પ્રી-કોલ જાહેરાતો અને કોલર ટ્યુન પાછી ખેંચી લેવા માટે કહેવામાં આવ્યું છે. સરકારને અગાઉ એવી રજૂઆતો મળી હતી કે ઓડિયો ક્લિપ્સે તેમનો હેતુ પૂરો કર્યો છે અને કટોકટી દરમિયાન ગંભીર કૉલ્સમાં વિલંબ થઈ રહ્યો છે.

Most Popular

To Top