SURAT

સુરતમાં હવે રોબોટ આગ પર કાબૂ મેળવશે, જાણો શું છે રોબોટની ખાસિયત

સુરત: સુરતમાં (Surat) આગ (Fire) લાગવાની ઘટના વારંવાર બનતી હોય છે. જેમાં ફાયર વિભાગની (Fire Department ) ટીમે આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડતી હોય છે. તેથી સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા આગ ઓલવવા માટે એક અત્યંત આધુનિક રોબોટ મશીન (Robot Machine) ખરીદવામાં આવ્યું છે. ઘણીવાર ફાયર વિભાગની ગાડીઓ સાંકડી શેરીઓમાં જઈ શકતી નથી અને સાંકડી શેરીઓમાં આગ પર કાબૂ મેળવવા માટે ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યંત આધુનિક રોબોટ ખરીદવામાં આવ્યું છે જે સુરતની સાંકડી શેરીઓમાં જઈને આગને કાબૂમાં લેવાનું કામ કરશે.

  • ગુજરાતમાં સૌ પ્રથમ સુરત મનપા દ્વારા રિમોટથી ઓપરેટ થતું રોબોટિક ફાયર મશીન લેવામાં આવ્યું
  • રોબોટની કિંમત 1.42 કરોડ
  • બે કેમેરા સાથે ધુમાડામાં પણ કામ કરશે
  • 210 મીટર સુધી પાણીનો મારો ચલાવી શકશે, 4 હજાર લીટર પાણીનો સંગ્રહ કરી શકશે

ગુજરાતમાં સૌ પ્રથમ વાર સુરતની મનપાએ ફાયર વિભાગ માટે આધુનિક રોબોટ વસાવ્યું છે. જેનું આજે સુરતના ચોક બજાર કિલ્લામાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ તેનું ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણમાં મેયર હેમાલી બેન બોઘાવાલા, પરેશ પટેલ અને ચીફ ફાયર ઓફીસર બસંત પારીખ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતાં. રિમોટથી ઓપરેટ થતું રોબોટિક ફાયર મશીન સાથે ફાયર વિભાગે અન્ય સાત ગાડી પણ ખરીદી છે.

કેવી રીતે કામ કરશે રોબોટ
સુરત મનપાએ જે રોબોટ ફાયર વિભાગે માટે ખરીદ્યું છે તેનું નામ ફાઇટર રોબોટ છે. આ રોબોટની કિંમત 1.42 કરોડની છે. ફાયર વિભાગે આની ખાસિયત અંગે જણાવાતા કહ્યું કે આ રોબોટની ખાસિયત એ છે કે, તે થર્મલ રેઝિસ્ટ છે. આમાં બે કેમેરા પણ છે. 210 મીટર સુધી રિમોટથી ફાયર ફાઈટીંગ કરી શકાશે. તેમજ રાત્રિના સમયે આગની ઘટના બનશે અથવા તો આગ લાગ્યા બાદ ધુમાડાનું પ્રમાણ વધારે હશે, ત્યારે આ રોબોટની મદદ લેવામાં આવશે. જેથી ધુમાડામાં કોણ ફસાયું છે વગેરે જેવી માહિતી રોબોટ દ્વારા આપવામાં આવશે. આ રોબોટમાં એક મિનિટમાં 4 હજાર લીટર પાણીનો ઉપયોગ થઈ શકશે. તેમજ રોબોટિક મશીનની બેટરી 8 કલાક સુધી ચાલશે. 

Most Popular

To Top