એફ.એમ. રેડિયો સુરત

સુરત એક એવું શહેર છે જેને મથામણ કર્યા સિવાય, પરસેવો પાડ્યા સિવાય કશું જ મળતું નથી. સુરતમાં રેડિયો સ્ટેશનની માંગણી માટે તાપી નદીમાં ઘણું પાણી વહી ગયું. સારી એવી રજૂઆત, દોડધામ, તેમ જ કૌશલ્યશાળી નેતાઓની મહેનતથી એફ.એફ.રેડિયો સ્ટેશન મળ્યાને અંદાજે 3 દાયકા પૂરા થવા જાય છે. સામાજિક, ધાર્મિક,  શહેરનાં સળગતા પ્રશ્નો, કર્ણપ્રિય જૂનાં ગીતોની રજૂઆત એ એફ.એમ. રેડિયો સુરતની લાક્ષણિકતા છે. ધાર્મિક ગીતો, ઉદ્બોધન સુદ્ધાં એમાં સમાવી લેવાય. નોંધ લેતાં આનંદ થાય છે કે વયસ્કો તો લાભ ઉઠાવે જ છે. પરંતુ જૂનાં ગીતો પર કિશોર, કિશોરી, યંગવન્સ પણ એફ.એમ. રેડિયોના ચાહક છે. એફ.એમ. રેડિયો સુરત પ્રસન્નતા, ચહેરાની સુંદરતા અને હળવાશની મનોરંજનની ક્ષણોમાં વધારો કરે છે.
સુરત     – કુમુદભાઈ બક્ષી    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top