Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) સુરત મનપા દ્વારા પાણી યોજનાના વિવિધ કામો જડપભેર હાથ ધરાયા છે. ત્યારે ગૂરૂવારે ખટોદરા જળવિતરણ મથક, વેસુ જળવિતરણ મથક અને સુલતાનાબાદ જળવિતરણ મથક ખાતે બે દિવસ નવી પાઇપલાઇન જોડાણની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી અલથાણ, વેસુ, ડુમસ, ભાઠેના, બમરોલી સહિતના વિસ્તારમાં ગુરુવારે પાણી પુરવઠો સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. જ્યારે શુક્રવારે પણ ઉપરોક્ત આ વિસ્તારો ઉપરાંત કોટ વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી (Water) મળશે. આ પાણી કાપને પગલે બંને વિસ્તારોમાં આશરે 5-5 લાખ લોકોને અસર થવાની સંભાવના છે તેથી આ વિસ્તારના લોકોને આગોતરો પાણી સંગ્રહ કરી દેવા આનુરોધ કરવામાં આવ્યો છે. ઉપરાંત કોટ વિસ્તારમાં સગરામપુરા, રૂસ્તમપુરા, ઝાંપાબજાર, સલાબતપુરા, ગોપીપુરા, બેગમપુરા, નાનપુરા, ખટોદરા, શાસ્ત્રીનગર વગેરે વિસ્તારમાં શુક્રવારે પાણી પુરવઠો બંધ રહેશે અથવા તો ઓછા પ્રેશરથી મળી શકે છે. જેના કારણે સુરત મહાનગર પાલિકાના હાઇડ્રોલિક વિભાગ (Hydraulic Section) દ્વારા આ વિસ્તારના લોકોને જરૂરિયાત મુજબ પાણી સંગ્રહ કરી રાખવા અપીલ કરી છે.

ગૂરૂવારે કયા કયા પાણી કાપ રહેશે ?
અલથાણ, ભીમરાડ, સરસાણા, ખજોદ ગામતળ, ડ્રીમ સિટી એરિયા, વેસુ ગામ, સોમેશ્વરા, કૃષ્ણધામ, સંસ્કારપાર્ક, પ્રગતિનગર, રાજહંસ સીનેમાની પાછળનો ભાગ, ડુમસ, ભીમપોર, ગવી.ર, સુલતાનાબાદ, કાંદી ફળીયા, સાઇલન્ટ ઝોન, નંદીની-2, નંદીની-3, એલએન્ડ ટી કોલોની, ભાઠેના, ચીમની ચેકરા, બમરોલી જુનો વિસ્તાર.

શુક્રવારે કયા પાણી કાપ રહેશે ?
સગરામપુરા, રૂસ્તમપુરા, ઝાંપાબજાર, સલાબતપુરા, ગોપીપુરા, બેગમપુરા, નાનપુરા, ખટોદરા, શાસ્ત્રીનગર

પાણીની લાઈનમાં ભંગાણ થતા આ ગામોને સુરત મહાનગરપાલિકા દ્વારા ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે

સુરત: શહેરના છેવાડા ભાગમાં આવેલા ભાઠા-ભાટપોર અને ઈચ્છાપોર ગામને પાણી પહોંચાડતી લાઈનમાં પાંચ દિવસ અગાઉ ભંગાણ થયું હતું. પાણીની લાઈનમાં ભંગાણ થતા, આ ગામોને સુરત મહાનગરપાલિકા દ્વારા ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પરંતુ પાણી પુરવઠા વિભાગ દ્વારા હજી સુધી પાણીની લાઈનનું રીપેરીંગ કામ કરાયું નથી જેથી લોકોને પુરતા પ્રમાણમાં પાણી ન મળતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને પાણીની નવી લાઈન નાંખવાની કામગીરી જલદીથી નહી કરવામાં આવે તો પાણી પુરવઠા વિભાગની ઓફિસે મોરચો લઈ જવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ઈચ્છાપોર ગામ પાસે આવેલી પાણીની લાઈનમાં હજી સુધી રીપેરીંગ કામગીરી કરાઈ નથી. જેના કારણે ગામની પ્રજા પાણી વગર વલખા મારી રહી છે અને સુરત મહાનગરપાલિકાની હદમાં આવતા પ્રજાજનોને ટેન્કરો મારફતે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.

To Top