National

મુંબઇ લોકલ હવે માત્ર લાઇફલાઇન જ નહીં, મનોરંજનનું સાધન પણ બનશે, જાણો

મુંબઇ (Mumbai): કોરોના વાયરસને (Corona Virus/Covid-19) કારણે લાંબા સમયથી અટકેલી મુંબઇ લોકલ ફરી દોડવા લાગી છે. જોકે, હાલમાં ટ્રેનમાં પહેલા જેટલી ભીડ હોતી નથી. પરંતુ ટૂંક સમયમાં લોકલ ટ્રેનમાં (Mumbai Local Train) મુસાફરી કરતા યાત્રીઓ ફિલ્મો, સિરિયલ, ગીતો અને વીડિયો ગીતો જોઇ શકશે.

મુંબઇનો ધબકાર/ લાઇફ લાઇન ગણાતી લોકલ ટ્રેનને અપગ્રેડ કરવાની યોજના છે. એટલે હવે મુંબઇની લોકલ ટ્રેનમાં ટીવી સ્ક્રીન્સ ફીટ (TV screens) કરાશે. મળતી માહિતી મુજબ સેન્ટ્રલ રેલ્વે ચોમાસા પહેલા જ મુંબઇ લોકલમાં ટીવી સ્ક્રીન્સ લગાડવાનું કામ પતાવી દેશે. જેમ ફલાઇટ્સમાં લાગેલી ટીવી સ્ક્રીન્સમાં પહેલેથી જ કન્ટેન્ટ હોય છે. એ જ રીતે ટ્રેનમાં જે સ્ક્રીન્સ લાગશે એમાં પણ કન્ટેન્ટ હશે જ. ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોએ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. મોબાઇલ એપ્લિકેશનની મદદથી કોચની અંદર ફિલ્મો અને સિરીયલો જોઇ શકાશે.

મુસાફરો પાસે એક વિકલ્પ હશે, જેની મદદથી તેઓ ભાષા પસંદ કરી શકશે અને તે પછી તેઓ આ મોડ્સમાં તેમના મોબાઇલ ફોનમાં લોડ કરેલી મૂવીઝ અને સિરીયલો જોઈ શકશે. મુસાફરો આ કન્ટેન્ટ ઇન્ટરનેટ વિના જોઈ શકે છે. સેન્ટ્રલ રેલ્વેના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ ઉપકરણો ચોમાસા પહેલા ટ્રેનની બોગીઓમાં લગાવવામાં આવશે. હાલમાં આ ઉપકરણો 165 લોકલ ટ્રેનોમાં ઇન્સ્ટોલ કરવામાં આવશે એમ જાણવા મળ્યુ છે.

અગાઉ મધ્ય રેલ્વેએ આ ઉપકરણોનું પરીક્ષણ કર્યું હતું. કુર્લામાં રેલ્વે શેડ પર આ પરીક્ષણ કરાયું હતું. હાલમાં લક્ઝરી ટ્રેનોના આ સુવિધા પહેલેથી જ આપવામાં આવી છે. આ લક્ઝરી ટ્રેનોમાં એલસીડી ટીવી પર વિડિઓઝ, ગીતો, ફિલ્મો અથવા સિરિયલો જોઇ શકાય છે.

ગત રોજ સમાચાર આવ્યા છે કે મુંબઇમાં રાત્રે 10થી સવારે 7 વાગ્યા સુધી બધા જ યાત્રીઓ લોકલ ટ્રેન વાપરી શકશે. જણાવી દઇએ કે કોરોનાના લોકડાઉન પછી જ્યારથી મુંબઇમાં લોકલ ટ્રેન શરૂ થઇ છે. બધા યાત્રીઓ તેનો ઉપયોગ કરી શકતા નથી. માત્ર મહિલા યાત્રીઓ અને આવશ્યક સેવાઓમાં કોમ કરનારા લોકો જ લોકલ ટ્રેનમાં યાત્રા કરી શકે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top