Top News

More Posts

   The Latest

Most Popular

ચીને (China/PLA) અરુણાચલ પ્રદેશમાં (Arunachal Pradesh) એક નવું ગામ બનાવ્યું છે, જેમાં લગભગ 101 ઘરોનો સમાવેશ છે. એક સેટેલાઇટ (Satellite images) આધારિત ફોટાઓનો અભ્યાસ પરથી જાણવા મળ્યુ છે. ચીને અરૂણચલમાં ભારતીય સરહદ પર 4.5 કિમી હિસાસમાં પણ બાધકામ કર્યુ છે. ચીનનો આ પગપેસારો ચિંતાજનક છે. આ જગ્યા આમેય વિવાદિત વિસ્તાર છે. આ જગ્યા પર પણ ચીન અને ભારત વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલે છે.

આ સમાચાર એક ટોચની ન્યૂઝ ચેનલ પરથી મળ્યા છે, જેની ટીમે આ વિસ્તારની પહેલાની અને હાલની સેટેલાઇટ તસવીરો રજૂ કરીને સ્પષ્ટ રીતે બતાવ્યુ છે કે ચીને અહીં નવું બાંધકામ કર્યુ છે. આ ફોટાનો નિષ્ણાતોએ વિસ્તૃત અભ્યાસ કરતા દેખાયુ હતુ કે અહીં ચીને 101 જેટલા ઘર બાંધ્યા છે. જૂન મહિનાથી ચીને ભારતને ગાલવાન ખીણમાં (Galwan Valley Crash) વ્યસ્ત રાખ્યુ છે. ચીની સૈનિકો કે જે આ વિસ્તારમાં ઘૂષણખોરી કરવા માટે તૈયાર બેઠા છે, ચીન તેમને અહીંથી ખસાડવા તૈયાર નથી. ચીન કે જે પોતાની મહાસત્તા માને છે, તેણે તિબેટમાં પણ પગ પેસારો કર્યો છે. અને તે ભારતમાં પણ પગ-પેસારો કરવાની ફિરાકમાં છે.

બીજી બાજુ ચીન નેપાળ અને પાકિસ્તાન સાથે મંત્રણા કરીને ભારતની મુશ્કેલીઓ ઓર વધારી રહ્યુ છે. પાકિસ્તાન કે જે આમેય ભારતનું દુશ્મન રહ્યુ છે તે ચીન સાથે મળીને ભારતીય સરહદ પર ઘૂષણખોરીને વધુ પ્રોત્ાસહન આપે છે. 28 ડિસેમ્બરે ભારતે તમામ એરલાઇન્સ કંપનીઓને અનૌપચારિક રીતે કહ્યું છે કે તેમણે કોઈપણ ચીનના નાગરિકોને (no entry to Chinese people in India) દેશમાં ન લાવવા. ભારતનું આ પગલું ચીને લીધેલા પગલા બાદ લેવામાં આવ્યું હતુ જેમાં ચીને ભારતીયોનો તેના દેશમાં પ્રવેશ અટકાવ્યો હતો. નવેમ્બર મહિનામાં ચીને આ નિર્ણય લીધો હતો.

બીજી બાજુ વુહાન (WUHAN) લેબના વૈજ્ઞાનિકો (SCIENTIST)એ માની લીધું છે કે રહસ્યમય ગુફાઓમાંથી ચામાચીડિયાના નમૂના લેતી વખતે તેમને કેટલાક બેટ દ્વારા કરડવામાં આવ્યા હતા. જેમાં ચીની વૈજ્ઞાનિકની બેદરકારીનો એક વીડિયો સામે આવ્યો છે, જે આનો ખુલાસો કરે છે. લગભગ બે વર્ષ પહેલાં ચીનના સરકારી ટીવી ચેનલ સીસીટીવી પર બતાવવામાં આવેલા એક વીડિયોમાં, ચીની વૈજ્ઞાનિકોએ ચામાચીડિયાના કરડવાને સ્વીકાર્યું છે.

ચીની વૈજ્ઞાનિકો જે ગુફાઓમાંથી નમુનાઓ એકત્રિત કરવા ગયા હતા તે કોરોના વાયરસ (COVID)થી સંક્રમિત બેટનું ઘર હોવાનું કહેવાય છે. તાઇવાન ન્યૂઝ અનુસાર, 29 ડિસેમ્બર, 2017 ના રોજ, એક ચીની સરકારી ટીવી ચેનલે વિડિઓ રજૂ કરી, જેમાં ચીની બેટ વુમન તરીકે ઓળખાતા શી ઝેંગલી અને તેની ટીમ સાર્સની ઉત્પત્તિ શોધી કાઢવા માટે નીકળી.

To Top