ભાણપુરા ગામે બે બાઇક વચ્ચે અકસ્માતમાં એક યુવાનનું મોત

હાલોલ: ઘોઘંબા નજીક આવેલા ભાણપુરા ગામ ના ભય જનક વળાંક પાસે ગઈકાલે સવારે ૧૧ વાગ્યા ના અરસામાં બે બાઇક સવાર પુર ઝડપે સામ સામે આવી જતાં અકસ્માત સર્જાયો હતો.
જેમાં એક બાઈક ચાલક નું ઘટનાં સ્થળે જ પ્રાણ પખેરૂ ઉડી જતાં મોત નીપજ્યું હતું જયારે બીજાએક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ઘોઘંબા ની રેફરલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.

બનાવ અંગે મળતી વિગતો અનુસાર અકસ્માત ગ્રસ્ત બાઇક ચાલકો પૈકી એક બાઈક ચાલક હાલોલ તાલુકાના ઝાલરીયા ગામનો અને બીજો ઘોઘંબા તાલુકાના પાલ્લા ગામનો હોવાનું હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ ની જાણ રાજગઢ પોલીસ સ્ટેશનમાં થતાં પોલીસ તાત્કાલિક ઘટનાં સ્થળે પહોંચીહતી અને મૃતદેહ ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તપાસ હાથ ધરવામાં
આવી હતી.

Related Posts