બોરસદ તાલુકા પંચાયતનુ આધાર કેન્દ્ર બન્યું કચરા કેન્દ્ર

બોરસદ: બોરસદ તાલુકાના ૬૫ ગામના નાગરિકો છેલ્લા નવ મહિનાથી આધારકાર્ડ માટે ભારે હાડમારી ભોગવી રહ્યા છે. કોરોના મહામારીના શરૂઆત સમયથી જ બોરસદ સહિત તમામ આધારકાર્ડ કેન્દ્રોમાં ચાલતી કામગીરી બંધ કરી દેવામાં આવી હતી.

ત્યારબાદ હાલમાં કોરાના સંક્રમણ અટકાવવા અને સ્વાસ્થ્ય સલામતી જાળવવા માટેની માર્ગદર્શિકાનુ પાલન કરવાના નિયમો સાથે આણંદ જિલ્લા મથક સહિત વિવિધ તાલુકાઓમાં આધારકાર્ડ સંબંધિત કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ બોરસદ તાલુકા પંચાયત કચેરી ખાતેનુ આધારકાર્ડ કેન્દ્ર આજદિન સુધી શરૂ કરાયું નથી. જેથી સમગ્ર તાલુકાના નાગરિકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

બોરસદ તાલુકા પંચાયત કચેરી ખાતે અગાઉ કાર્યરત આધારકાર્ડ કેન્દ્ર તમામ નાગરિકો માટે ખુબ ઉપયોગી વ્યવસ્થા અને આશિર્વાદ સમાન હતું.પરંતુ કોરોના મહામારી સંદર્ભમાં સરકારી આદેશ મુજબ તત્કાલીન નિયમો પાલન કરવા માટે આણંદમાં જીલ્લા મથક સહિત તમામ સ્થળોએ ચાલતા આધારકાર્ડ કેન્દ્ર બંધ કરવામાં આવ્યા હતા.

પરંતુ અનલોક સમયગાળામાં ક્રમશઃ દરેક તાલુકા મથકોએ અને જીલ્લા મથક ખાતે આધારકાર્ડ સંબંધિત કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ બોરસદ ખાતે તાલુકા પંચાયત કચેરી ખાતેનુ આધારકાર્ડ કેન્દ્ર હજુ પણ શરૂ કરવામાં આવેલ નથી. આધારકાર્ડ કામગીરી બંધ રહેવાને કારણે અગાઉ કામગીરી દરમિયાન ભરચક્ક રહેતું આધારકાર્ડ કેન્દ્રનુ સ્થાન હાલ બિલકુલ સુમસામ બની ગયું છે.

આધારકાર્ડ કેન્દ્ર નવ માસથી બંધ રહેવાને કારણે તાલુકા પંચાયત કચેરી દ્વારા આધારકાર્ડ કેન્દ્રની બહારની બોરસદ તા.પં.નુ આધાર કેન્દ્ર હવે બન્યું છે કચરા કેન્દ્ર  આ જગ્યાનો કચરાપેટી સમાન ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલમાં સદર જગ્યા પર તુટેલો ફુટેલો ભંગાર અને બિન ઉપયોગી જુના ફર્નિચરનો ખડકલો કરવામાં આવી રહ્યો છે.

બોરસદ તાલુકાના ગામોના નાગરિકોને બંધ આધારકાર્ડ કેન્દ્રને કારણે અનેકવિધ મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. હાલમાં વિધાર્થીઓ સ્કોલરશીપ માટે અને મહીલાઓ વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે  આધારકાર્ડ મહત્વપુર્ણ છે . પરંતુ આધારકાર્ડ કામગીરી બંધ હોવાથી ખુબ જ મુશ્કેલી અનુભવી રહેલ છે.

જેથી વહેલી તકે બોરસદ તાલુકા પંચાયત કચેરી ખાતે આધારકાર્ડ કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.નવચેતના ફોરમ ના સભ્યો દ્વારા પ્રદિપસિંહજી જાડેજા નુ શાલ ઓઢાડી સન્માન કરી  શહેરીજનો હેરીટેજ પ્રેમીઓ સયાજીરાવ નો વારસો જાળવવા ચિંતા કરનારા લોકો વતી આભાર વ્યક્ત કરાયો હતો

Related Posts