SURAT

સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા : એક જ દિવસમાં 23 તડીપાર ઝબ્બે

સુરત: શહેરમાં આજે દિવસભર દોડીને ડીસીબીની ટીમએ 23 તડીપાર વ્યક્તિઓને ઝડપી પાડી મોટી સફળતા મેળવી હતી. અને આ તમામ 23 તડીપાર વ્યક્તિઓ વિરુદ્ધ તડીપાર ભંગની ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ કમિશનર (police commissioner) ની સૂચનાથી પાંચ દિવસ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે.

ગેરકાયદે હથિયાર શોધી કાઢવા શહેર પોલીસની કવાયત
સુરત (Surat) શહેરમાં ગુનાખોરી (crime) અટકાવવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અસામાજિક તત્વો પર ધાક બેસાડવા અને અંકુશ મેળવવા માટે સુરત શહેર પોલીસ (city police) સતત કાર્યરત હોય છે, પોલીસને ફરિયાદો મળતા શક્રિય થઇ અને ગેરકાયદે હથિયાર શોધી કાઢવા પાંચ દિવસ માટે ખાસ ડ્રાઈવ (drive) નું આયોજન કરાયું છે.

એક જ દિવસમાં 23 તડીપાર વ્યક્તિની ધરપકડ
પોલીસ કમિશનર (police commissioner) ની સૂચનાથી પાંચ દિવસ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે. જેને પગલે આજે પહેલા જ દિવસે ક્રાઈમ બ્રાંચના 4 પોલીસ ઇન્સપેક્ટર, 8 પોલીસ સબ ઇન્સપેક્ટર અને 80 થી વધારેની ટીમના માણસોએ એક જ દિવસમાં 23 તડીપાર વ્યક્તિની ધરપકડ (arrest) કરવામાં આવી છે. ગુજરાત પોલીસ એક્ટ (Gujarat police act) 142 મુજબ તડીપાર ભંગના 23 અને આર્મ્સ એક્ટ (arms act) નો 1 કેસ કરવામાં આવ્યો છે. શહેરમાં આગામી ચાર દિવસ સુધી તડીપાર થયેલા હૂકમનો ભંગ કરનાર વ્યક્તિઓને શોધવાની (searching) કામગીરી ચાલું રાખશે.

ક્રાઈમ બ્રાંચની ટીમે પાંચ દિવસની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી
ઉલ્લેખનીય છે કે, પોલીસ કમિશનરે શહેરમાં વિવિધ ગેંગ (gang) ની વિરુધ કાર્યવાહી શરૂ કર્યા બાદ તડીપાર થયેલા વ્યક્તિઓ જે હૂકમનો ભંગ કરી શહેરમાં જ ફરે છે તેમને પકડી તેમની વિરુધ કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. જેને પગલે ક્રાઈમ બ્રાંચ (crime branch)ની ટીમે પાંચ દિવસની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરતા તડીપારનો ભંગ કરી શહેરમાં ફરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

તડ઼ીપારને પણ પોલીસનો ખોફ નથી
મહત્વની વાત છે કે એક વખત કાયદાના સંઘર્ષમાં આવ્યા બાદ પણ આ તડીપાર (deportation) વ્યક્તિઓને પોલીસનો ખોફ નથી રહ્યો, ત્યારે જે લોકો ગુનો કરીને પણ પોલીસ પકડથી દૂર છે એના માટે તો જાણે ગુનાખોરી માટે સુરત શહેર મોકળું મેદાન થઇ પડે છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે પોલીસે આ તમામ તડ઼ીપારને પણ કાયદાના ભંગ બદલ કોઈ યોગ્ય પાઠ ભણાવવો જરૂરી થઇ પડે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top