National

અહીં ‘3 idiots ‘ ના રેન્ચોની જેમ લેબ ટેક્નિશ્યને ચાલુ ટ્રેનમાં કરાવી પ્રસૂતિ

તમે ‘થ્રી ઇડિયટ’ (3 idiots ) ફિલ્મ જોઇ હશે, જેમાં આમિર ખાન, અથવા રેન્ચો ભારે વરસાદમાં વીજળી ગુલ થયા પછી પણ જુગાડ કરીને કરિના કપૂરની બહેનનો રોલ કરનારી મોના સિંહની ડિલિવરી કરાવે છે. આ માત્ર ફિલ્મ જ નહીં પણ હવે આ એક જીવંત ઘટના બની ગઈ છે, જી હા આવો જ એક કિસ્સો નવી દિલ્હીથી જબલપુર (Delhi-Jabalpur) જતી ટ્રેનમાં બન્યો છે. સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં આ બાળકની ડિલિવરી થઇ છે. જ્યાં એક લેબ ટેક્નિશ્યને એક વીડિયો કોલ (video call) પર એક ડોક્ટરની મદદથી ગર્ભવતી મહિલાને મદદ કરી ચાલતી ટ્રેનમાં (moving train) ડિલિવરી કરાવી હતી.


દિલ્હીની ઉત્તર રેલ્વે ડિવિઝન હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન સુનિલ પ્રજાપતિ શનિવારે રાત્રે સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં સાગર (મધ્યપ્રદેશ) જવા માટે બેઠા હતા. ટ્રેન ફરીદાબાદને પાર કરતી વખતે, બી 3 કોચની એક મહિલા પ્રસવ પીડા (delivery pain) ઉપડતા રડવા લાગી હતી. સુનીલને કારણ શું હતું તે ખબર નહોતી પણ સહ-મુસાફરોને ખબર પડી કે સગર્ભા સ્ત્રી તેના ભાઇ સાથે દમોહ જઇ રહી છે, જેની સંભવિત ડિલીવરી તારીખ 20 જાન્યુઆરી હતી.

સુનિલ પ્રજાપતિએ કહ્યું કે, ‘સદભાગ્યે એક નવું બ્લેડ શોધ્યું હતું. મેં હોસ્પિટલના મારા વધુ સારા મિત્ર ડોક્ટર (doctor) એવા ડો.સુપર્ણા સેનને ફોન કર્યો, જેમણે મને મોબાઇલ વિડિઓ પર જ તમામ સૂચના (instruction) આપી. મેં સૂચનાનું કાળજીપૂર્વક પાલન કર્યું અને ગર્ભધારણ મહિલાએ ચાલતી ટ્રેનમાં એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો. આ પછી, ક્લીન બ્લેડની મદદથી, બાળકની નાભિની નાળ કાપી હતી.’.

સુનિલે કહ્યું કે, ‘મથુરાથી ટ્રેનનું સ્ટોપ ન હોવાથી અમે રેલવે અધિકારીઓને ચેતવ્યા હતા, જેથી ટ્રેન મથુરા જંકશનની મુખ્ય લાઇન પર અટકાવી દેવાઇ હતી. આ પછી આરપીએફના જવાનો સ્ટ્રેચર લઈને પહોંચ્યા હતા અને બાળકને મથુરાની જિલ્લા હોસ્પિટલ (district hospital) માં દાખલ કરાયું હતું. આરપીએફની મહિલા કોન્સ્ટેબલ જ્યોતિ યાદવે કિરણને મથુરાની હોસ્પિટલમાં દાખલ કરી. મહિલા પાસે પૈસા નહોતા જેના પછી જ્યોતિએ તેને 200 રૂપિયા પણ આપ્યા. અને નિરીક્ષક સી.બી.પ્રસાદ, મથુરાના આરપીએફના ઇન્ચાર્જને સૂચિત કરાયા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top