Top News

More Posts

   The Latest

Most Popular

બોડેલી: બોડેલી – ડભોઇ હાઇવે પર આવેલા પાટણા ગામ પાસે બે કાર સામ સામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં સાત લોકો ઇરજાગ્રસ્ત થયા હતા જ્યારે બે લોકોના મોત થયા છે. ઘટનાની જાણ બોડેલી પોલીસને કરાતા પોલીસ સ્થળ પર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી

બોડેલી – ડભોઇ હાઇવે પર આવેલા પાટણા ગામ પાસે આજે બપોરના સમયે અર્ટીગા અને બ્લેનો કાર સામ સામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં સાત લોકોને ઇજા થઇ હતી. અકસ્માત એટલે ભયંકર હતો કે બન્ને કારનો આગળનો ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો બનાવના પગલે અકસ્માત સ્થળ પર લોકો અને પોલીસ પણ દોડી આવી હતી.

અને ત્યાર બાદ ૧૦૮ની મદદથી તમામ ઇરજાગ્રસ્તને 108ના કર્મીઓ તેમજ લોકો દ્વારા સારવાર અર્થે બોડેલીની સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાર બાદ વધુ સારવાર અર્થે ઇરજાગ્રસ્તને વડોદરા રીફર કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ સાત ઇરજાગ્રસ્ત પૈકી સારવાર દરમિયાન બે લોકોના મોત નિપજ્યા છે મૃતકોની પ્રાથમિક માહિતી પ્રમાણે દંપતી ચંદ્રકાન્તભાઈ ભાવસાર અને મોનીકાબેન ભાવસાર (રહે. ખરગોન, મધ્યપ્રદેશ) નિધન થયું હતું. સમગ્ર ઘટના અંગે બોડેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તોમાં એકાંતભાઈ ભાવસાર, રાજનાથ મદારી,  દીપકનાથ મદારી, સુરાજનાથ મદારી, પુનમનાથ મદારીનો સમાવેશ થાય છે.

To Top