Charchapatra

કુપોષિત બાળકોમાં અવ્વલ

અનાજના ઉત્પાદનમાં આગળ રહેલ આપણો દેશ વિશ્વમાં સૌથી વધુ કુપોષિત બાળકો ધરાવે છે! કેવી કમનસીબી!  છેલ્લાં ઘણાં વર્ષોથી બાળકોને પોષણયુક્ત ખોરાક મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો કરોડોનું બજેટ ફાળવે છે છતાં સ્થિતિમાં ખાસ સુધારો જણાતો નથી જે ચિંતાજનક છે અને આખી યોજનાના અમલીકરણ પર પ્રશ્નચિહ્ન લગાડે છે.

કુપોષિત બાળકોની સાથે સાથે કુપોષિત (એનિમિયાથી પીડાતી) માતાઓનું પ્રમાણ પણ બહુ મોટું છે. આ સંજોગોમાં માતા અને બાળકને પોષણયુક્ત ખોરાક મળી રહે તે માટે માત્ર રકમ ફાળવવી પૂરતી નથી. વર્ષોની મહેનત પછી એમ સાબિત થઈ રહ્યું છે કે રોગને ડામવામાં લેવાઈ રહેલાં પગલાં ખામીયુક્ત છે અને પૈસાનો નર્યો બગાડ છે!

ખરેખર તો આ માટેની યોજના અને તેના અમલ માટે નિષ્ણાત અને સંનિષ્ઠ વ્યક્તિઓની મદદ લઈ સાચા અર્થમાં બાળક કે માતાને સમતોલ આહાર કઈ રીતે મળી શકે તેનું નક્કર આયોજન કરવાની જરૂર છે. બાળક શારીરિક રીતે નબળું હોય તો દેશનું ભાવિ યુવાધન નબળું અને રોગગ્રસ્ત જ રહેશે. વિશ્વગુરુ બનવાની ડંફાસોમાંથી બહાર આવી દેશની આ પ્રકારની સમસ્યાઓ તરફ સરકારે યોગ્ય રીતે ધ્યાન આપવાની જરૂર છે.

સુરત     -સુનીલ શાહ        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top