Charchapatra

ચીન પાસે વળતર માંગો

વુહાન  વાયરસે , આપણી સૌની જિંદગીનું એક વર્ષ ધોઈ નાખ્યું અને હજુ ધોવાણ ચાલુ જ છે. આ વણનોંતરી  આપત્તિનો જવાબદાર કોણ? 1952 માં, અમેરિકાએ ન્યુક લીઅર  ટેસ્ટ કર્યા. ચાર લાખ લોકો માર્યા ગયા.

અમેરિકન સરકારે દરેક કુટુંબને વળતર આપ્યું.1984 ભોપાલ ગેસ હોનારતમાં 20,000 લોકો માર્યા ગયા. યુનિયન કાર્બાઇડ કંપનીએ કરોડો રૂપિયા  મરનાર તેમજ મરવાને વાંકે જીવી ગયેલાં લોકોને વળતર આપ્યું.

ફાનસ અને ખોરાક સહિતની અનેક વસ્તુઓ ઘરે ઘરે પહોંચાડી .યુનિયન કાર્બાઇડનો વાળ પણ વાંકો ન થયો. 1986 ચર્નોબીલ ન્યુક્લિયર પ્લાન્ટ આપત્તિ .અંદાજે  350000 લોકોને અસર સોવિયેત યુનિયને , દરેક આશ્રિતોને વળતર આપ્યું.

1989 એકઝોન વેલડેઞ નામના  મહાકાય ટેન્કરમાંથી તેલ દરિયામાં ઢોળાયું.અનેક દરિયાઈ જીવો મૃત્યુ પામ્યા. કંપની તરફથી લાગતા-વળગતા સૌને ઊંચું વળતર ચુકવવામાં આવ્યું. 2020 ના ભીષણ ધડાકા સાથે આખું બૈરુત શહેર અસરગ્રસ્ત થયું . લેબેનોન પ્રધાનમંત્રીએ રાજીનામું આપવું પડ્યું.

2020 વાયરસની મહામારીના ખપ્પરમાં 18 લાખથી વધારે લોકો માર્યા ગયા. આઠ કરોડથી વધારે લોકોને ચેપ લાગ્યો. સમગ્ર દુનિયામાં 24 લાખ બાળકોએ શાળા છોડી. લાખો લોકોએ નોકરી ગુમાવી. દુનિયાના દરેક દેશની સરેરાશ ઇકોનોમી ૨૬ ટકા ઘટી ગઈ. અમેરિકામાં નાની મોટી થઈ રોજની 1500 કંપનીને તાળાં લાગી ગયાં.

અનેક  આંતરરાષ્ટ્રીય વિમાન કંપનીઓ બંધ થઇ ગઇ. દુનિયાના લગભગ દરેક દેશને અબજો રૂપિયાનું નુકસાન થયું. લોકડાઉનના સમયમાં ભારતના અર્થતંત્રને કરોડો રૂપિયાનું નુકસાન થયું.આ જંગી નુકસાન માટે જવાબદાર કોણ? બીજા વિશ્વયુદ્ધ બાદ અમેરિકા, જાપાન, જર્મની ,ઈટલી ,હંગેરી જેવા દેશોએ  વળતર  ચુકવ્યું છે .

જેનો ઇતિહાસ સાક્ષી છે. દુનિયાભરના સક્ષમ નેતાઓએ એકજૂટ થઇ ચીન પાસે વળતર માંગવું જોઈએ.  ચીન એના સ્વભાવ મુજબ વળતર નહીં આપે તો શું કરવું જોઈએ? ચીન સાથેના વેપાર-વાણિજ્ય રાજકીય સંબંધો થકી દબાણ લાવો ,2021 નો સમગ્ર દુનિયાનો” ચીન પાસે વળતર “એક જ એજન્ડા હોવો જોઈએ.

દુનિયાના સમગ્ર દેશો સંગઠિત  થાય તો કશું અશક્ય નથી .જરૂર છે, એક માત્ર સંકલ્પની. એક તરફ ચીન, બાકી તરફ સમગ્ર દુનિયાના દેશો. આ મહામારી, વિશ્વયુદ્ધથી ઓછી નથી. ચીને સોટી મારી છે. જરૂર છે,હવે એને પાઠ ભણાવવાની. સુરત    

-ડૉ.જયેન્દ્ર કાપડિયા    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top