Top News

More Posts

   The Latest

Most Popular

ભારતીય ટીમના ઝડપી બોલર મહંમદ સિરાજે એવો ઘટસ્ફોટ કર્યો હતો કે સિડની ટેસ્ટ દરમિયાન જ્યારે પ્રેક્ષકો દ્વારા રંગભેદી ટીપ્પણીઓ કરવામાં આવી રહી હતી ત્યારે અમ્પાયરે અમને સિડની ટેસ્ટ અધવચ્ચેથી છોડી જવાનો વિકલ્પ આપ્યો હતો.

સિરાજ અને તેના સીનિયર ઝડપી બોલર જસપ્રીત બુમરાહે સિડની ટેસ્ટ દરમિયાન બે દિવસ રંગભેદી ટીપ્પણીનો સામનો કરવો પડ્યો હતો અને તેના કારણે ભારતીય ટીમ મેનેજમેન્ટે મેચ રેફરી ડેવિડ બૂનને ફરિયાદ કરવાની ફરજ પડી હતી.

આ ઘટના અંગે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ માફી માગી લીધી હતી. સિરાજને તે સમયે કેટલાક પ્રેક્ષકો દ્વારા બ્રાઉન મંકી કહેવાયો હતો અને તેણે કેપ્ટન અજિંકેય રહાણેને વાતની જાણ કરતાં તેણે ઓન ફિલ્ડ અમ્પાયર પોલ રાઇફલ અને પૌલ વિલ્સનના ધ્યાને આ વાત લાવી હતી.

સિરાજે કહ્યું હતું કે આ બાબતે કેસ ચાલી રહ્યો છે, જોઇએ છીએ કે ન્યાય મળશે કે નહીં. અમને અમ્પાયરે કહ્યું હતું કે તમે ઇચ્છો તો ટેસ્ટ અધવચ્ચેથી છોડીને જઇ શકો છો. જો કે અમે કહ્યું હતું કે અમે રમતનું સન્માન કરીએ છીએ તેથી અમે તેને છોડીને નહીં જઇએ. સિરાજે એવું કહ્યું હતું કે રંગભેદ પ્રકરણના કારણે હું માનસિક રૂપે વધુ મજબૂત થયો છું.

To Top