Gujarat

ગુજરાત ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની જાહેરાત, 13 સભ્યોને સ્થાન

ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત ભાજપના (Gujarat BJP) સંગઠનમાં ધરમૂળથી ફેરફારો કર્યા બાદ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નવા માળખાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં લગભગ તમામ સમાજના પ્રતિનિધિ મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. બીજી તરફ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પડતા મૂકવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં (Parliamentary Board) પાંચ પટેલ, એક કોળી, એક ઠાકોર, એક દલિત, એક ક્ષત્રિય, એક આદિવાસી અને એક મહિલાનો સમાવેશ થાય છે. પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની આજે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 13 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે આ અગાઉ સીઆર પાટીલે જાહેર કરેલી નવી ટીમમાં પાંચ મહામંત્રી, સાત પ્રદેશ ઉપાધ્યક્ષ જ્યારે 8 પ્રદેશમંત્રી અને એક ખજાનચી અને એક સહખજાનચીની નિમણૂંક કરવામાં આવી છે. આ સંગઠનના માળખામાં ભીખુભાઇ દલસાણિયા, ભાર્ગવ ભટ્ટ અને રજની પટેલને મહામંત્રી બનાવાયા છે. ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા તથા મંત્રીપદે ઝવેરી ઠકરાર અને પંકજ ચૌધરીને મંત્રીપદે રાખવામાં આવ્યા હતા.

રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભાજપની નવી 13 સભ્યોની પાર્લામેન્ટરી બોર્ડની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સહિત મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીની આ નવી ટીમમાંથી બાદબાદી કરવામાં આવી છે. મંગુ પટેલ, ભરતસિંહ પરમાર, શંભુ પ્રસાદ ટુંડિયાને પડતા મુકાયા છે. જ્યારે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, આર.સી ફળદુનો સમાવેશ કરાયો છે. 

  • 1, સી.આર.પાટીલ (પ્રદેશ પ્રમુખ)
  • ૨, વિજય રૂપાણી (મુખ્યમંત્રી)
  • 3, નીતિન પટેલ (નાયબ મુખ્યમંત્રી)
  • 4, પુરુષોત્તમ રૂપાલા
  • 5, આર.સી.ફળદુ
  • 6, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
  • 7, જશવંતસિંહ ભાભોર
  • 8, ભીખુ દલસાણીયા
  • 9, રાજેશ ચુડાસમા
  • 10,કાનાજી ઠાકોર (પૂર્વ મેયર અમદાવાદ)
  • 11,સુરેન્દ્ર પટેલ
  • 12,કિરીટ સોલંકી
  • 13,પ્રદેશ પ્રમુખ (મહિલા મોરચા)

ચૂંટણી પહેલાની તૈયારી

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને 2021ની ચૂંટણીમાં ભાજપને બહુમતથી જીતાડવા માટે મોદી-શાહની જોડીએ ચૂંટણી પહેલા જ જ્યાં ચૂંટણીઓ યોજાવાની છે તે વિસ્તારોમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. મેટ્રો રેલ, રેલવે ઓવરબ્રિજ તેમજ ઓવરબ્રિજનું લોકાપર્ણ કર્યું છે. ગુજરાતમાં મોદી-શાહ-રૂપાણી તેમજ નિતિન પટેલના હસ્તે છેલ્લા એક મહિનામાં 4 રેલવે, 7 બ્રિજ તેમજ અન્ય રસ્તાઓનું લોકાપર્ણ કરવામાં આવ્યું છે. બીજી તરફ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ પક્ષને બહુમતીથી જીતાડવા પોતાની મજબૂત ટીમ બનાવી રહ્યાં છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top